ETV Bharat / state

" ડભોઇ નગર પાલિકાનાં હાલનાં સદસ્ય અને પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણીને કમિશ્ર્નર મ્યુનિસિપાલિટીનું તેડું " - Dabhoi Nagar Municipality

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 28, 2024, 7:55 PM IST

Etv Bharatડભોઇ નગર પાલિકા
Etv Bharatડભોઇ નગર પાલિકા

સરકારી નિયમોના ઉલંઘન બદલ ગુ.ન.પા.અધિનિયમની કલમ - ૩૭ હેઠળ પગલાં ભરવા કારણદર્શક નોટિસ. ટ્રેકટર ખરીદી પ્રકરણમાં સરકારને જવાબદાર ચીફ ઓફિસરની ભૂમિકા પણ શંકાના દાયરામાં

ટ્રેકટર ખરીદી પ્રકરણમાં ફટકારાઈ નોટિસ: ડભોઈ નગરપાલિકામાં ૧૪મું નાણાપંચ સમિતિ દ્વારા ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી હતી. તે બાબતે પ્રાદેશિક કમિશ્નરની કચેરીનાં ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ મળેલ અહેવાલને ધ્યાનમાં લેતાં કમિશ્નર મ્યુનિસિપાલિટી, ગાંધીનગર દ્વારા નોટિસ અપાઈ છે. ટ્રેકટરની ખરીદી પાછળ પાલિકાના માજી પ્રમુખ કાજલબેન દુલાણી દ્વારા સરકારશ્રી દ્રારા જાહેર કરાયેલ પ્રક્રિયાનું પાલન ન કરી ખરીદી કરેલ. જેનાં કારણે કેટલાક સવાલો ઉભા થયાં હતાં. તેમજ સરકારશ્રીએ જાહેર કર્યા મુજબ કોઈપણ ઓફીસમાં GEM પોર્ટલ ઉપરથી જ ખરીદી કરવાની થતી હોય છે. પરંતુ આ બાબતમાં સરકારનાં પ્રવર્તમાન નિયમોનો ભંગ થયાં અંગેનું તારણ આવતાં પુર્વ પ્રમુખ અને હાલનાં સદસ્યને તેમનાં હોદ્દા ઉપરથી દૂર કરવા અંગે ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૩૭ હેઠળ પગલાં ભરવા કમિશ્ર્નર મ્યુનિસિપાલાટી દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી છે અને તારીખ ૧૪/૦૩)૨૦૨૪ ના રોજ આ અંગે હજર રહેવાનું તેડું આવતાં નગરપાલિકાનાં સત્તાધીશો અને ચૂંટાયેલા સદસ્યોમા ગભરાટ જોવા મળ્યો હતો અને રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. શું આ સમગ્ર પ્રકરણમાં સરકારના પ્રતિનિધિ એવાં ચીફ ઓફિસરની ભૂમિકા પણ શંકાના વાદળો સર્જી રહી છે ?

શું હતી સમગ્ર ઘટના: ડભોઈ નગર પાલિકામાં ૧૪મું નાણાં પંચના ઠરાવ નં.૮૮ તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ કરેલ ઠરાવ મુજબ મેસી ફરગ્યુશન કંપનીનાં બે ટ્રેકટર ખરીદવાના હતાં. પરંતુ તત્કાલીન પ્રમુખ કાજલબેન દુલાણી દ્વારા મહિન્દ્રા કંપનીના ટ્રેકટર સારા આવે છે તેવું મંતવ્ય રજૂ કરી તે કંપનીનાં ટ્રેકટર ખરીદી કરવા તા. ૨૧/૬/૨૦૨૧ થી નક્કી કરેલ. એટલું જ નહીં પરંતુ તે જ દિવસે કવોટેશન પણ આવી ગયેલ. એટલે કે પ્રથમ દ્રષ્ટિએ ટેન્ડરની કોઇ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ ન હોવાનું ફલિત થતાં. સમગ્ર ઘટના ચર્ચામાં આવી હતી.

સત્તાધીશોને સરકારશ્રીના નિયમોથી પણ ઉપર હોવાનો ખ્વાબ રાખવો ભારે પડયો: પ્રવર્તમાન સરકારશ્રી દ્વારા કોઈ પણ સરકારી ઓફિસમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે GEM પોર્ટલ ઉપરથી ખરીદી કરવાની થતી હોય છે .જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણી અને સરકારના પ્રતિનિધિ ગણાતાં ચીફ ઓફિસર સહિતનાં સત્તાધીશોએ સરકારના નિયમોની ઐસી કી તૈસી કરી યોગય નિયમોનુસારની પ્રક્રિયા કે સરકારી નિયમો અનુસાર ક્યૉ વગર જ ખરીદી કરી નાખતાં વિવાદ સર્જાયો હતો. આ અંગે વિરોધ પક્ષનાં સભ્યો દ્વારા પ્રાદેશિક કમિશનરને જાણ કરાતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાશે?: ડભોઇ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય કાજલબેન દુલાણી દ્વારા સરકારી નિયમોને નેવે મૂકી તાત્કાલિક ધોરણે ઠરાવ થતાની સાથે એ જ દિવસે કવોટેશન રજૂ કરી દીધું હતું. એટલું જ નહીં પરંતુ સરકારના નિયમો વિરુદ્ધ પ્રક્રિયા કરીને ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવેલ અને તેમની સાથે સાથે સરકારી પ્રતિનિધિ એવા નગરપાલિકાના ચીફ ઓફિસરે સરકારનું હિત જોવાની કે સરકારનાં નિયમોનું પાલન કરાવવાની તસ્દી લીધી ન હતી અને તેઓ પણ દૂધમાં સાકર ભળી જાય તેમ તેઓએ પણ આ ખરીદી કરવાની મંજૂરી આપી અને ખરીદી કરી દીધેલ. તો શું‌ સરકારના નિયમોનો ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે ? કે પછી ઢીલું મૂકાશે એ તો આવનાર સમય જ બતાવશે. પરંતુ આ ઘટના ઉપરથી નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે, હાલની પ્રજાપ્રેમી અને જનકલ્યાણના કાર્યો કરતી, જન સુખાકારી માટે કટીબધ્ધ અને પારદર્શી વહિવટ પ્રક્રિયાને પ્રાધાન્ય આપતી રાજય સરકાર આવો અણધડ વહિવટ કરનાર સ્વાર્થી સત્તાધીશોને છોડશે નહીં અને તેમની શાન ઠેકાણે લાવશે જ. આ ઉપરાંત સરકારનું હિત જોવાને બદલે સત્તાધીશ ચૂંટાયેલા સભ્યો સાથે મળી જઈ નિયમો નેવે મૂકવામાં સહભાગી થતાં સરકારનાં ok પ્રતિનિધિ એવા ચીફ ઓફિસર સામે પણ કડક કાર્યવાહી થશે જ તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

  1. ખેડૂતે ભાવનગર કલેકટર ચેમ્બરમાં ઝેરી દવા ગટગટાવી, જમીન અંગેની રજૂઆત બાદ લીધું પગલું - Farmers suicide attempt
  2. ગાંધીનગર આરટીઓમાં છેલ્લા 13 દિવસથી ટેસ્ટ ડ્રાઈવ ટ્રેક બંધ, ત્રણ હજારનું વેઇટિંગ - Gandhinagar RTO
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.