ETV Bharat / state

Bring Back Ariha: જર્મન ચાઈલ્ડ સર્વિસીઝમાં રહેલ અરીહાના 3જા જન્મદિને માતાની હૃદયદ્રાવક અપીલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 8:23 PM IST

Updated : Feb 4, 2024, 9:46 AM IST

જર્મન ચાઈલ્ડ સર્વિસીઝની કસ્ટડીમાં રહેલ ભારતીય અરીહાના 3જા જન્મદિને માતાની ખાસ અપીલ. અરીહાને ભારત લાવવામાં આવે. જર્મન ચાઈલ્ડ સર્વિસીઝમાં તેનું ઈન્ડિયન કલ્ચર ઈરેઝ થઈ રહ્યું છે. અરીહાની માતા ધારા શાહ સાથે ઈટીવી ભારતે ખાસ ટેલીફોનિક ઈન્ટરવ્યૂ કર્યો છે. વાંચો અરીહાની માતાએ કરેલ હૃદયદ્રાવક રજૂઆત વિશે વિગતવાર. #SaveAriha #BringBackAriha

અરીહાની માતા સાથે ઈટીવી ભારતે ખાસ ટેલીફોનિક વાતચીત કરી છે

અરીહાની માતાએ કરેલ હૃદયદ્રાવક રજૂઆત

અમદાવાદઃ જર્મની રહેતા ભારતીય દંપતિની બાળકીને એક્સટર્નલ પેરિનિયલ ઈન્જરી થયા બાદ જર્મની ચાઈલ્ડ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. આ બાળકી અરીહાને પરત મેળવવા માટે તેણીના માતા પિતા છેલ્લા અઢી વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. દર દર ભટક્યા છે. ઠેર ઠેર માંગણીઓ કરી છે. ભારત સરકાર અને વિદેશ મંત્રાલયમાં પણ અનેક રજૂઆતો કરી છે. જો કે કોઈ પરિણામ ન મળતા હવે અરીહાની માતાએ વડા પ્રધાન મોદી પાસે મદદ માંગતો વીડિયો જાહેર કર્યો છે.

ઈટીવી ભારત સાથે માતાની ખાસ વાતચીતઃ અરીહાની માતાની વડા પ્રધાન મોદી પાસે અરીહા ભારત પરત આવે તેવી માંગણી કરી છે. અરીહાની માતા ધારા શાહ જે આજે પોતાની દીકરીને મળવા જર્મની જઈ રહી છે તેની સાથે ઈટીવી ભારતે ખાસ ટેલીફોનિક વાતચીત કરી છે. અહીં અક્ષરશઃ પ્રસ્તુત છે ઈટીવી ભારતને અરીહાની માતાએ રજૂ કરેલ લાગણીઓ.

ઈટીવી ભારતઃ અરીહાની આ સમસ્યા કઈ રીતે સર્જાઈ?

ધારા શાહઃ મારી દીકરી 7 મહિનાની હતી ત્યારે તેણીને એક્સ્ટરનલ પેરિનિયલ ઈન્જરી થઈ હતી. ત્યારે ડૉક્ટરે નથિંગ ટુ વરી કહીને ટ્રીટમેન્ટ કરી હતી. દિવસ બાદ અમે ફોલોઅપ ચેકઅપ માટે ગયા હતા. આ વખતે ત્યાં ચાઈલ્ડ કસ્ટડીવાળા હાજર હતા. તેમણે અરીહાને ચાઈલ્ડ કસ્ટડીવાળાને સોંપી દીધી. અમારા પર ચાઈલ્ડ એબ્યૂસિંગનો ખોટો આરોપ પણ લગાડ્યો. હોસ્પિટલમાં અમે વોલિયન્ટ્રી ડીએનએ આપીને આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાંથી ચાઈલ્ડ એબ્યૂસિંગ ન થયું હોય તેવો રિપોર્ટ આવ્યો હતો. ત્યાંના પબ્લિક પ્રોસિક્યુટરે આ કેસ બંધ કરવાની માંગણી કરી હતી. તેથી કેસ બંધ થઈ ગયો હતો. જો કે ચાઈલ્ડ સર્વિસીઝે અમારા પેરેન્ટિંગ રાઈટ્સ ટર્મિનેટ કરવાનો કેસ ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ માતા તરીકે મારુ સાયકોલોજિકલ એસેસમેન્ટ કરવાનું કોર્ટે કહ્યું. કોર્ટ અપોઈન્ટેડ એક સાયકોલોજિસ્ટે મારી સાથે 11 કલાક પુછપરછ કરીને ડિસેમ્બર 2022માં રિપોર્ટ જમા કરાવ્યો. આ રિપોર્ટમાં ઈન્ડિયન અને વેસ્ટર્ન કલ્ચરના અનેક ડિફરન્સીસ રજૂ કરવામાં આવ્યા હતા. તેથી આ સમગ્ર સમસ્યા સર્જાઈ હતી.

ઈટીવી ભારતઃ આપ કેટલા વર્ષથી આ સમસ્યા સામે લડી રહ્યા છો?

ધારા શાહઃ અમે છેલ્લા 2.5 વર્ષથી આ સમસ્યા સામે લડી રહ્યા છીએ.

ઈટીવી ભારતઃ આ 2.5 વર્ષમાં આપે કેવો સંઘર્ષ કરવો પડ્યો ?

ધારા શાહઃ અમે છેલ્લા 2.5 વર્ષથી આ સંઘર્ષ કરી રહ્યા છીએ. ભગવાન કોઈ દુશ્મનને પણ આ દિવસો ન દેખાડે. બાળક શાળાએથી 10 મિનિટ પણ મોડું ઘરે આવે તો માતાની હાલત કેવી થાય છે? જ્યારે અરીહાના કેસમાં તે કોની પાસે છે? કોણ તેનું ધ્યાન રાખી રહ્યું છે? તે કોઈ જાણકારી અમારી પાસે નથી. અમને કોઈ વીડિયો કોલ કે વોઈસ કોલ કરવા દેવામાં આવતો નથી. કોર્ટનો ઓર્ડર છે કે 15 દિવસમાં 1 વાર બાળક સાથે મુલાકાત કરાવવી, પરંતુ ચાઈલ્ડ સર્વીસીઝે પોતાની મરજીથી આ ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. ક્રિસમસ વેકેશન વખતે ક્રિસમસમાં ન મળી શકાય તેવું કહીને મળવા દીધા નહતા.

ઈટીવી ભારતઃ અરીહાને તમે છેલ્લે ક્યાં અને ક્યારે જોઈ હતી?

ધારા શાહઃ મેં અરીહાને ગત મંગળવારના રોજ જોઈ હતી. તેણીને વિઝિટર્સ માટે થર્ડ પ્લેસ પર લાવવામાં આવે છે. તેણીને ક્યાં રખાય છે તેની માહિતી અપાતી નથી? મારાથી અરીહાની હાલત જોવાતી નહતી, કારણ કે જર્મનીમાં બરફ પડે છે. આપણે ઠંડી હોય ત્યારે બાળકને બે ત્રણ કપડા પહેરાવીએ છીએ. તે લોકોએ અરીહાને સાઈઝ સિવાયના કપડા અને જૂતા પહેરાવ્યા હતા. તેણીના વાળ પણ ઓળેલા નહતા.

ઈટીવી ભારતઃ જર્મની અને યુરોપમાં હ્યુમન રાઈટ્સ બહુ પ્રચલિત છે, અરીહાના કેસમાં શું ખોટું થઈ રહ્યું છે ?

ધારા શાહઃ આ કેસમાં અરીહાના હ્યુમન રાઈટ્સ અને ચાઈલ્ડ રાઈટ્સનું સંરક્ષણ થતું નથી. અરીહાને મંદિર લઈ જવાતી નથી તેની પાસેથી તેનો ધર્મ, ભારતીય સંસ્કૃતિ બધુ જ છીનવવામાં આવી રહ્યું છે.

ઈટીવી ભારતઃ તમારી આ લડતમાં તમને કોણે કોણે સાથ આપ્યો?

ધારા શાહઃ અમે શરુઆતમાં અનેક મંત્રી, સાંસદોને મળ્યા અને મદદ માંગી. ભારત સરકારે અમારી મદદ કરી. સરકારે કહ્યું કે, અરીહા માટે અમે જૈન ગુજરાતી પરિવાર શોધી લીધો છે. જેનાથી બાળકીના હ્યુમન રાઈટ્સ અને ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્ટ થઈ શકે. અરીહાએ કોઈ ક્રાઈમ નથી કર્યો કે જર્મની તેણીને છોડી નથી રહ્યું. જર્મની અમને બાળકી નથી આપતું પણ ભારત સરકારને તો સોંપે. જર્મની ભારત સરકારને પણ અરીહો સોંપવાની ના પાડે છે. અઢી વર્ષથી વિદેશ મંત્રાલય પ્રયત્નો કરી રહ્યું છે. જો કે તેનું પરિણામ શૂન્ય આવ્યું છે. હવે અમને માત્ર વડા પ્રધાન મોદીજી પાસેથી આશા છે. તેમણે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જો વડા પ્રધાન મોદી ઈચ્છે તો અરીહા બહુ ઝડપથી ભારત પરત આવી શકે છે.

ઈટીવી ભારતઃ આપને જર્મન ઓથોરિટી પાસેથી શું અપેક્ષા છે?

ધારા શાહઃ જર્મન ઓથોરિટીએ અમને ફેર ટ્રાયલ આપી નથી. તે અમારી વાત સાંભળશે કે કેમ તે અમને વિશ્વાસ નથી. અમને તો છોડો પણ ભારત સરકારને પણ જર્મન ઓથોરિટી રિસ્પેક્ટ નથી આપતું. જર્મન ઓથોરિટીને મારી વિનંતી છે કે તમે ભારત સરકારની વાત માનો. અરીહાને ભારત સરકારને સોંપી દો. જર્મન ઓથોરિટી અરીહાનું કલ્ચર ઈરેઝ કરી રહી છે.

ઈટીવી ભારતઃ આજે તમે જર્મની કેટલા વાગે જઈ રહ્યા છો ?

ધારા શાહઃ મારી આજ રાત્રે 2 કલાકે ફ્લાઈટ છે.

ઈટીવી ભારતઃ અરીહાને જર્મનીમાં તમે ક્યાં મળશો ?

ધારા શાહઃ હું જર્મનીના બર્લિનમાં રહું છું. તેઓ બર્લિનથી 2 કલાકના દૂર એક ગામડે અરીહાને મળવા માટે લાવશે. તેમણે અરીહાને ક્યાં રાખી છે તે અમને નથી જણાવતા.

ઈટીવી ભારતઃ અરીહાને પરત લાવવામાં, આ સમસ્યાને ઉકેલવામાં આપને અત્યાર સુધી કેટલો ખર્ચ થયો છે?

ધારા શાહઃ આ લડાઈ બહુ ખર્ચાળ છે. વકીલો, કોર્ટ, ટ્રાન્સલેટર, એક્સપર્ટ વગેરેની ફીઝ બહુ કોસ્ટલી હોય છે. અત્યાર સુધી અમે 70થી 80 લાખ ખર્ચી કાઢ્યા છે. ભારત સરકાર પાસે મદદ માંગવા અમારે વારંવાર ભારત આવવું પડે છે. આ ટિકિટના એક્સપેન્સીસ બહુ થાય છે. અરીહાના માતા પિતાનો વાંક હોય તો અમને સજા કરો. અરીહાને કેમ કેદ કરીને રાખી છે. અરીહાને અમારા પરિવાર પાસે મોકલી દો.

ઈટીવી ભારતઃ તમે મદદ માંગતા વીડિયોમાં શું માંગણી કરી છે ?

ધારા શાહઃ અરીહા ઈન્ડિયન સિટીઝન છે તો તેને જર્મનીથી ભારત લાવવામાં આવે. આ માટે મને વડા પ્રધાન મોદીથી ખૂબ આશા છે. પહેલા પણ આવા કેસ બન્યા છે. નોર્વે, લંડન જેમાં ભારતના બાળકોને ભારત પરત મોકલી દેવામાં આવે છે. જો અગાઉની સરકારો આ કામ કરી શકે તો આજે તો મોદીજીનું સમગ્ર વિશ્વમાં નામ છે, ડંકો વાગે છે. જો મોદીજી ઈચ્છે તો અરીહા સત્વરે ભારત પરત આવી શકે તેમ છે. અરીહાને ભારત આવવાનો અધિકાર છે. ભારત સરકાર અરીહાને ભારત પરત લાવવાની સ્ટ્રોંગ રજૂઆત કરે તેવી અમારી રીક્વેસ્ટ છે.

ઈટીવી ભારતઃ આપણા વડા પ્રધાન મોદી ગુજરાતના છે જ્યારે વિદેશ પ્રધાન એસ.જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય છે, આ સંજોગોમાં તેમની અને ભારત સરકારની મદદ કેવી રહી?

ધારા શાહઃ ભારત સરકાર અમને આશ્વાસન આપે છે, પરંતુ પરિણામ કંઈ આવતું નથી. મારી દીકરી માત્ર જર્મન બોલે છે, ભારતીય સંસ્કૃતિથી દૂર થઈ રહી છે. તેણી હવે 3 વર્ષની થઈ ગઈ છે. જો બીજા 2 કે 3 વર્ષ બાદ તેણીને પુછવામાં આવશે કે ભારત જવું છે તો તેણી ના પાડશે. અરીહાનું જર્મનીમાં ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે.

ઈટીવી ભારતઃ અરીહા આપ અને આપના પતિને ઓળખી જાય છે ?

ધારા શાહઃ અરીહાને એટલી ખબર છે કે અમે તેને મળવા આવીએ છીએ પરંતુ તેના માતા-પિતા છીએ તેવી તેને નથી ખબર. અમને જુલાઈ 2023થી સતત 4 મહિના સુધી અરીહાને મળવા દીધા નહીં. તેથી તેણી મને મમા કહે છે અને મમ્મી(ટેમ્પરરી કેરટેકર) ઘરે હોવાનું પણ કહી રહી છે. તેની ટેમ્પરરી કેરટેકર અરીહા તેને મમ્મી બોલાવે તેવું કેમ ઈચ્છે છે? અત્યારે અરીહા પોતે કન્ફ્યૂઝ છે. હું અને મારા પતિ ઓગસ્ટ 2018માં જર્મની ગયા હતા. વર્ષ 2022માં અમારા વિઝા એકસપાયર થવાના હતા. જો કે વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં અરીહાની કસ્ટડી ચાઈલ્ડ સર્વીસીઝે લઈ લીધી હતી.

ઈટીવી ભારતઃ ચાઈલ્ડ સર્વીસીઝે કયા કારણોથી કસ્ટડી લઈ લીધી?

ધારા શાહઃ અરીહાને એક્સટરનલ પેરિનિયલ ઈન્જરી થઈ હતી. જેમાં ડાયપરના બહારના વિસ્તારમાં ઈજા થઈ હોય છે. અમે અરીહાને હોસ્પિટલમાં બતાવ્યું ત્યારબાદ અમને 13 મહિના બાદ રિપોર્ટ આપવામાં આવ્યા. આ રિપોર્ટ અમે ભારત અને જર્મનીના મોટા મોટા ડૉક્ટર્સને બતાવ્યા. તેમણે કહ્યું કે આ એક્સટરનલ ઈજા છે જે અકસ્માતે થઈ શકે છે. મેડિકલ જર્નલમાં 30થી વધુ કેસ નાના બાળકોમાં એકસ્ટરનલ ઈન્જરીના રજિસ્ટર્ડ છે. જે અમે રેફરેન્સીસ તરીકે રજૂ કર્યા હતા. તેમજ જર્મન ડૉક્ટર્સે મોટા મોટા ટેસ્ટ માત્ર 7 મહિનાની અરીહા પર કર્યા હતા. જે કોઈપણ બાળક પર કરવામાં નથી આવતા. જેમાં વપરાતા મોટા મોટા સાધનોને લીધે ઈન્જરી વધી ગઈ હોવી જોઈએ. અમે પ્રથમ વાર જર્મન ડૉક્ટરને બતાવ્યું ત્યારે તેણે મિસ ડાયોગ્નિસ કર્યુ. જેમાં તેણે હોર્મોનલ બ્લીડિંગ હોવાનું કહ્યું હતું.

ઈટીવી ભારતઃ શું આપને જર્મનીની કોઈ ઈન્સ્ટિટ્યૂટ કે હ્યુમન રાઈટ્સનો કોઈ સપોર્ટ મળ્યો છે?

ધારા શાહઃ અમને જર્મનીની કોઈ ઈન્સ્ટિટ્યૂટ કે હ્યુમન રાઈટ્સનો કોઈ સપોર્ટ મળ્યો નથી. ત્યાંના કેટલાક એનજીઓ અમને મદદ કરી રહ્યા છે. જો કે તે દરેકનું એવું કહેવું છે કે ભારત સરકાર ઈચ્છે તો અરીહા ભારત આવી શકે તેમ છે, કારણ કે અરીહા ઈન્ડિયન સિટીઝન છે. જર્મીનીમાં વર્ષ 2021માં રોમેનિયન અને કોલમ્બિયન બાળકોને કસ્ટડીમાં લીધા હતા. તો રોમેનિયન અને કોલમ્બિયન સરકારે હસ્તક્ષેપ કર્યો અને પોતાના દેશના બાળકોને છોડાવીને પરત સ્વદેશ લઈ ગઈ. ટર્કિશ ગવર્મેન્ટે માર્ચ 2020માં 200 બાળકો છોડાવ્યા હતા. જો અન્ય દેશ પોતાના બાળકોને જર્મની પાસેથી છોડાવી શકે તો આપણો દેશ ભારત સશકત છે તો શા માટે અરીહાને સ્વદેશ ન લાવી શકે.

અરીહા સત્વરે ભારત પરત ફરે, તેના માતા પિતાને મળે તેવી સૌ કોઈ કામના કરી રહ્યું છે.....

#SaveAriha #BringBackAriha

Last Updated : Feb 4, 2024, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.