ETV Bharat / state

Parents' Worship Day: ભુજની શાળામાં બાળકોએ મા-બાપનું પૂજન કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી

વેલેન્ટાઈન ડે એટલે કે પરસ્પર પ્રેમની સમજૂતી, પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મા-બાપ,બાળકો, પતિ પત્ની અને વડીલો તમામ પ્રત્યે પ્રેમ હોય અને એવી જ રીતે આજે એક કાર્યક્રમ વાલીઓના પૂજનનું કાર્યક્રમ ભુજની માતૃછાયા વિદ્યાલયમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કરી અને એમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

in-bhujs-school-children-celebrated-valentines-day-by-worshiping-their-parents

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 14, 2024, 6:35 PM IST

મા-બાપનું પૂજન કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી

ભુજ: આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે. સાચા અર્થમાં બાળકો માતા પિતાને પ્રેમ કરતા હોય છે અને માતા-પિતા બાળકોને પ્રેમ કરતા હોય છે. આજે માતૃપૂજન પિતૃપૂજન દિવસ છે. ભુજની માતૃછાયા શાળા હંમેશા બાળકોના ભણતરની સાથે ઘડતરનું કાર્ય કરતી આવી છે અને વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરતી આવી છે.

માતૃ-પિતૃ પૂજન દિવસ: માતૃછાયા વિધાલયના આચાર્ય સુહાસબેન તન્નાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કારોની કમી થાય એ યોગ્ય ન કહેવાય એ માટે માતૃછાયા શાળા સતત બાળકોને આ જ્ઞાન મળે એવા હંમેશાં પ્રયત્ન કરતી હોય છે. આજના દિવસે આપની સંસ્કૃતિ મુજબ પૂજન અને અર્ચનનો કાર્યક્રમ દર વર્ષે રાખવામાં આવતો હોય છે. ખાસ કરીને 14 ફેબ્રુઆરીને માતૃ પિતૃ વંદન દિવસ તરીકે શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર થયેલો છે એ મુજબ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓ દ્વારા વંદન કરવામાં આવે છે.

આ વર્ષે પ્રતીકરૂપે વંદન કરવામાં આવ્યું: આમ તો દર વર્ષે 150થી 200 જેટલા વાલીઓનું પૂજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે પ્રતીક રૂપે માતૃ પિતૃ વંદન યોજવામાં આવ્યું છે પણ માતૃ પિતૃ વંદનનો સંદેશ બધા વાલીઓ અને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે અને સંકલ્પ પણ લેવડાવવામાં આવે છે કે માત્ર આજે એક દિવસ પૂરતું જ નહીં પરંતુ દરરોજ કાયમ માટે આજથી સંકલ્પ લઈએ કે આપણે માતા પિતાને આદર્શ માનશું. એમનું હંમેશા આદરભાવ કરશું અને એમને હંમેશા પ્રણામ કરી વંદન કરી આપણે દિવસની શરૂઆત કરીશું. આવા નાના-નાના સંકલ્પો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચનનો પ્રયત્ન કરવામાં આવે છે.

  1. Valentine's Day 2024 : સુરતના કોટેચા કપલના અજબ પ્રેમ કી ગજબ કહાની, ડાયવોર્સ લીધા બાદ ત્રણ વાર લગ્ન કર્યા
  2. Rajkot Thalassemia Couple : પ્રેમીઓની હિંમતને પા શેર લોહી ચડાવતી થેલેસેમિયાગ્રસ્ત દંપતિની પ્રેમકથા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.