ETV Bharat / state

Junagadh Ramlila : જૂનાગઢમાં ઐતિહાસિક રામલીલાનું આયોજન, જૂનાગઢવાસીઓ થયા મંત્રમુગ્ધ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 10:30 AM IST

જૂનાગઢમાં આજે ઐતિહાસિક રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીની રામલીલા સમગ્ર ભારતમાં આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે, તેના ઉચ્ચકોટિના કલાકારો દ્વારા રામલીલા રજૂ કરવામાં આવી હતી. આ ભવ્ય રામલીલાને પ્રત્યક્ષ નિહાળીને જૂનાગઢવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા.

ભવ્ય રામલીલાનું આયોજન
ભવ્ય રામલીલાનું આયોજન
જૂનાગઢમાં ઐતિહાસિક રામલીલાનું આયોજન

જૂનાગઢ : જૂનાગઢની મુક્તિ માટે આજે પણ યાદ કરવામાં આવતા બહાઉદ્દીન કોલેજના પટાંગણમાં રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીના કલાકારો દ્વારા રામલીલા ભજવવામાં આવી હતી જેને જોઈને જૂનાગઢવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. રામાયણના પ્રસંગોમાં જે રીતે ચરિતાર્થ કરવામાં આવ્યું છે તે મુજબનું પાત્ર ભજવાયું હતું. તમામ કલાકારોએ પોતાના કલાના કસબથી રામાયણને ફરી એક વખત જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભવ્ય રામલીલાનું આયોજન : રામલીલા સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલો પણ એક પારંપરિક ઉત્સવ છે. જેને આજે જૂનાગઢવાસીઓ પ્રત્યક્ષ આંખો સમક્ષ નિહાળીને ભારે ખુશ થયા હતા. સમગ્ર ભારત વર્ષમાં દિલ્હીના કલાકારો દ્વારા ભજવવામાં આવતી રામલીલા આજે પણ સૌથી વધુ દર્શકોને આકર્ષી રહી છે. જૂનાગઢના આંગણે યોજાયેલ રામલીલામાં દિલ્હીના કલાકારોએ રામ, લક્ષ્મણ, સીતા અને રાવણ સહિત રામાયણના પાત્રોને બિલકુલ આબેહૂબ અદાકારીથી ભજવી લોકોના માનસ પટ પર ફરી એક વખત જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

દિલ્હીના કલાકારોની અદાકારી
દિલ્હીના કલાકારોની અદાકારી

દિલ્હીના કલાકારોની અદાકારી : જૂનાગઢને આજે પણ કલાનગર તરીકે જોવામાં આવે છે. ત્યારે જૂનાગઢના આંગણે પ્રથમ વખત ઐતિહાસિક રામલીલાનું આયોજન થયું છે. તેને જોઈને જૂનાગઢવાસીઓમાં ભારે ખુશી જોવા મળી હતી. રામલીલાના તમામ કલાકારોએ પોતાની આગવી અદાકારી થકી રામાયણના પાત્રોને જાણે કે ફરી એક વખત સજીવન કર્યા હતા. આવી અદ્ભુત અદાકારી જોઈને જૂનાગઢવાસીઓ ગદગદ બની ગયા હતા.

જૂનાગઢની જનતા ધન્ય થઈ : રામલીલા જોવા માટે આવેલા ભાવિનભાઈ ધોળકિયાએ આ અનુભવને જીવનના શ્રેષ્ઠતમ અનુભવ સાથે સરખાવતા જણાવ્યું હતું કે, ખરેખર સમયને અનુરૂપ આજની રામલીલા આત્મા અને જૂનાગઢના લોકોના દિલનો પ્રોગ્રામ છે. આવા કાર્યક્રમનું આયોજન સમયાન્તરે થવું જોઈએ જેથી લોકોમાં આપણો ઇતિહાસ પુનર્જીવિત થતો રહે. અન્ય એક મહિલા દર્શક લીલાબેન હિંડોચાએ પણ રામલીલાના આયોજનને આવકારતા જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજન થકી આપણે નવી પેઢીને આપણી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરીએ. આ કાર્યક્રમ ખરેખર જોવાની, જાણવાની અને માણવાની ખૂબ જ મજા આવી, આવા આયોજન સમાન્યાતરે થવા જોઈએ.

  1. Ram Stamp: ભારત વિશ્વગુરુ હોવાની સાબિતી જોઈએ છે ? જુઓ જૂનાગઢના યુસુફખાનનું અમૂલ્ય ટપાલ ટિકિટ કલેક્શન
  2. પ્રભુ રામના જીવન પ્રસંગોને ઉજાગર કરતો સંગ્રહ, અકબરે બહાર પાડ્યો હતો રામનામનો સિક્કો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.