ETV Bharat / state

Narmada politics : જાતિવાદ ઝેર ભેળવી લોકોને ગેરમાર્ગે દોરી ભાજપ ચૂંટણી જીતતા આવ્યું- જેની ઠુંમર

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 5:07 PM IST

નર્મદામાં કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ જેની ઠુંમરે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, ભાજપ સમાજમાં જાતિવાદ ઝેર ભેળવી લોકોને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતતા આવ્યા છે. રાહુલ ગાંધી અન્ય મુદ્દાઓ પર પણ બોલે છે તેના પર ભાજપ કેમ કોમેન્ટ નથી કરતું, ફક્ત ઓબીસી વાળી બાબતને મુદ્દો બનાવે છે.

જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે
જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે

જેની ઠુંમરે ભાજપ પર પ્રહાર કર્યા

નર્મદા : ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા અને ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને કોંગ્રેસમાં વધુને વધુ જોડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુંમર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. રાજપીપળા વડીયા ખાતે આવેલ અતિથિ ગૃહના મીટીંગ હોલમાં જિલ્લાની મહિલા સાથે મીટીંગ કરી હતી.

કોંગ્રેસ ચૂંટણી પ્રચાર : મહિલાઓની રાજકીય ભૂમિકા અને પરિવારની જવાબદારી સમજાવી મહિલા કેવી રીતે આગળ આવી શકે એ બાબતની મહત્વની માહિતી કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમરે આપી હતી. તેઓની સાથે મહિલા પ્રદેશ પ્રભારી શોભનાબેન સહિત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો હાજર રહ્યા હતા. જેનીબેન ઠુંમરે મહિલામાં જોશ ભરીને સંગઠનના કામે લાગી જવા અને ગામે ગામથી મહિલાઓને જોડાવાની હાંકલ કરી હતી.

ભાજપ સમાજમાં જાતિવાદ ઝેર ભેળવી લોકોને ગેરમાર્ગે દોરી ચૂંટણી જીતતા આવ્યા છે. રાહુલ ગાંધી અન્ય મુદ્દાઓ પર પણ બોલે છે તેના પર ભાજપ કેમ કોમેન્ટ નથી કરતું, ફક્ત ઓબીસી વાળી બાબતને મુદ્દો બનાવે છે. -- જેની ઠુંમર (અધ્યક્ષ, કોંગ્રેસ મહિલા મોરચો)

સરકાર પર આક્ષેપ : જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, હું સંગઠનની કામગીરી કરી રહી છું. આ માત્ર ચૂંટણી પૂરતું નહીં પણ કોંગ્રેસ પાર્ટી સાથે મહિલાઓ જોડાયેલી રહે અને પોતે વિવિધ હોદ્દાઓ પર રહી નેતૃત્વનું કામ કરે એ માટે હું વિવિધ જિલ્લાઓની મુલાકાત કરી રહી છું. કેમ કે, આ રાજ્યની ગણો કે કેન્દ્રની સરકાર પોતાના શાસન માટે પ્રજાને કરેલા એક પણ વાયદા પૂરા કર્યા નથી. તેઓ પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જાતિવાદનું ઝેર ભરે છે.

ભાજપ પર નિશાન સાધ્યું : રાહુલ ગાંધીએ કેટલી બધી વાતો કરી, જેમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારની વાતો પણ કરી, પણ ભાજપ બીજો કોઈ મુદ્દે નહીં પકડે. હા મોદી ઓબીસી નથી એ વાત પકડીને રાજનીતિ રમી રહ્યા છે. પણ હવે પ્રજા જાગૃત છે. તેમનો કોઈ પેતરો આ વખતે કામ નહીં લાગે. પ્રજા પરિવર્તનના મૂડમાં છે.

  1. Kutch News : બજેટ ફાળવણી, નર્મદા કેનાલ જેવા અનેક મુદ્દે કચ્છને અન્યાય, આમ આદમી પાર્ટીએ કર્યાં આક્ષેપ
  2. પ્રદેશ કોગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જેની ઠુંમર જૂનાગઢની મુલાકાતે, લોકસભા ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામતના હિમાયતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.