અમદાવાદ : ગુજરાત ખેલ મહાકુંભની શૂટિંગ કોમ્પિટિશન કાર્યક્રમ અંગે માહિતી આપતા રાયફલ ક્લબના સેક્રેટરી મનીષ પટેલે જણાવ્યું હતું કે ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો ખેલ મહાકુંભમાં ભાગ લેતા થયા છે જે આવકાર્ય બાબત છે. શૂટિંગ કોમ્પિટિશનમાં પણ રાજ્યભરમાંથી સંખ્યાબંધ બાળકો અમદાવાદ રાયફલ કલબ ખાતે આવ્યા છે અને આજથી 10 મીટર માટેની કોમ્પિટિશનનો પ્રારંભ થઈ ગયો છે.
કોણે કર્યું આયોજન : ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આજે અમદાવાદના ખાનપુર ખાતે આવેલ રાયફલ ક્લબ ખાતે ખેલ મહાકુંભ 2024 અંતર્ગત રાયફલ શૂટિંગ સ્પોર્ટ્સની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં 25 મીટર અને 50 મીટરની કમ્પિટિશન યોજાશે. શૂટિંગમાં બાળકોનો દિવસે દિવસે ક્રેઝ વધતો જઈ રહ્યો છે. શૂટિંગ બાળકોને શારીરિક અને માનસિક રીતે સક્ષમ બનાવે છે માટે તે ખૂબ જ મહત્વની ગેમ છે.
કુલ 72 જેટલા વિજેતા શૂટર મળશે : રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા રાઈફલ - પિસ્તોલ શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું આ સ્પર્ધા તારીખ 16 મે થી 21 મે સુધી યોજાશે. જેની આજથી શરુઆત થઈ છે. ત્યારેં કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ક્રાઇમ અજીત રાજયાન ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આખા ગુજરાત ભરમાંથી 12000 રાયફલ તથા પિસ્ટલ સુટરે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ સ્પર્ધામાં 24 અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે જેમાં રાઇફલ પિસ્ટલ, 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ, 22 sports પિસ્ટલ જેમાં 25 મીટર 50 મીટર થ્રી પોઝિશન રાઇફલ તેમજ શોર્ટ ગન સહિતની અલગ અલગ કેટગરી રાજ્યભરમાંથી કુલ મળીને પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ કુલ 72 જેટલા વિજેતા શૂટર મળશે.