ETV Bharat / state

Gujarat police exam:લોકરક્ષકની શારીરિક પરીક્ષામાં દોડ પાસ કરવી પડશે, માર્ક નહીં ગણાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 1:44 PM IST

લોકરક્ષકની પરીક્ષામાં ફેરફાર
લોકરક્ષકની પરીક્ષામાં ફેરફાર

લોકસરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતાં. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના કોઈ માર્ક ગણાશે નહીં. શું નવા ફેરફાર જાણો વિસ્તારથી અહીં...

ગાંધીનગર: લોકરક્ષકની પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકસરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતાં. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે અને તેના કોઈ માર્ક ગણાશે નહીં.

લોકરક્ષકની પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના ઈચ્છુક ઉમેદવારોએ જાણવું જરૂરી રહેશે કે આ વખતે લોકરક્ષકની પરીક્ષામાં આંશિક ફેરફાર કરાયો છે. લોકરક્ષકની પરીક્ષામાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ક્વોલીફાઈંગ રહેશે નહિં અને શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યૂ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

આ અગાઉ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારીની બે કલાકની 100 ગુણની એમસીક્યૂ ટેસ્ટ લેવામાં આવતી હતી તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-એ અને ભાગ-બીમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત મેળવવા પડશે.

આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ એમસીક્યૂ ટેસ્ટ અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, અને સીઆરપીસી એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને આ પ્રમાણેના મુખ્ય વિષયો રાખવામાં આવ્યાં છે.

  1. Gujarat Vidyapith New Chancellor: ગૂજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા ડૉ. હર્ષદ એ. પટેલ, 5 વર્ષનો રહેશે કાર્યકાળ
  2. Bhagvad Geeta in Curriculum : ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યોના સમાવેશનો માર્ગ મોકળો થયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.