ETV Bharat / state

વિદેશી કરન્સી વેપારના નામે કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ - Gujarat Crime

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 8:29 AM IST

વિદેશી કરન્સી વેપારના નામે કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ
વિદેશી કરન્સી વેપારના નામે કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર મુખ્ય આરોપીની ધરપકડ કરતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ

વિદેશી કરન્સીના વેપારના નામે રોકાણકારોનું 7.44 કરોડનું ફૂલેકું ફેરવવાના કેસમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી રવિરાજસિંહ વાઘેલા રોકાણ કારોના પૈસા લઈને લાંબા સમયથી ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની મુંબઈથી ધરપકડ કરી છે. અન્ય ફરાર બે આરોપીની પોલીસે ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. ભૂતકાળમાં ક્રાઈમ બ્રાન્ચે આ કેસના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

મુંબઈથી ધરપકડ કરી

ગાંધીનગર : પ્રાપ્ત વિગત અનુસાર ભારતમાં કરન્સી એક્સચેન્જનો વેપાર આરબીઆઈ અને સેબીના રેગ્યુલેશન હેઠળ થાય છે. ગત ઓગસ્ટ 2023 માં યુકે ખાતે રાઈટ એફએક્સ નામની ફોરેન કરન્સી એક્સચેન્જ કરવા માટે એક ટ્રેડિંગ પ્લેટફોર્મનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. અમદાવાદ, ભાવનગર, પંજાબ અને દુબઈ ખાતે ઓફિસ પણ ખોલવામાં આવી હતી. વિદેશી કરન્સીનું ખરીદ વેચાણ કરવાનું કહીને રોકાણકારો પાસેથી રોકાણ મેળવવામાં આવ્યું હતું. આ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર આવેલા પૈસાને સગેવગે કરવા માટે અન્ય બેંક ખાતાઓ પણ ખોલ્યા હતા.

ફોરેન કરન્સી એક્સચેન્જ કંપનીમાં રોકાણ : અમરેલી, ભાવનગર, રાજકોટ વિસ્તારના અલગ અલગ રોકાણકારો પાસે ફોરેન કરન્સી એક્સચેન્જ કંપનીમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણકારોને અલગ અલગ લોભામણી સ્કીમો બતાવવામાં આવી હતી. રોકાણ પર માસિક પાંચ ટકાથી સાત ટકા રીટર્નની લાલચ આપવામાં આવી હતી. રોકાણ કારો પાસેથી અંદાજિત 7.44 કરોડ જેટલી રકમ રોકાણ કરાવવામાં આવી હતી.

વળતર આપવાનું બંધ : કંપનીએ રકમ ઉઘરાવ્યા બાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. તેથી, રોકાણકારોએ અમરેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓના તાર વિદેશી કંપની સાથે સંકળાયેલા હોવાથી તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

મુખ્ય આરોપીની ધરપકડ : સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે કેસના આરોપીઓ પંકજ મનસુખ વઘાસિયા, શક્તિસિંહ દિગ્વિજયસિંહ વાઘેલા, અક્ષરાજસિંહ મહાવીર સિંહ વાઘેલા, ગૌરવ જયસુખ સોજીત્રા, વિજયસિંહ ફતેસિંહ ગોહિલની અટક કરી હતી. જ્યારે અન્ય આરોપીઓ ફરાર હતા. Cid ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી રવિરાજસિંહ દિગ્વિજયસિંહ વાઘેલાની મુંબઈથી ધરપકડ કરે છે. અન્ય બે આરોપી કેતન ભાનુ વાટલીયા અને ઉમેશ વલ્લભ લોડાલીયા ફરાર છે. ફરાર આરોપીઓને પકડવા માટે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે.

કંપની પર ભારતીય કાયદો લાગુ ન પડે તે માટે યુકેથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું : કંપની પર ભારતીય કાયદો લાગુ ન પડે તે માટે રાઈટ એફએક્સ પ્લેટફોર્મ યુકેથી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. ટ્રેડિંગના નામે રજીસ્ટર કરાવવામાં આવ્યું હતું. લોકોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે શરૂઆતમાં થોડું વળતર આપવામાં આવ્યું હતું બાદમાં વળતર આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

આરોપીઓની પ્રોપર્ટી જપ્ત : પોલીસે આરોપીઓની પ્રોપર્ટી જપ્ત કરી છે. ટાંચમાં લેવામાં આવેલી અંદાજિત પાંચ કરોડની મિલકતની કોર્ટ મોનિટર કમિટી દ્વારા હરાજી કરવામાં આવશે. હરાજીમાં મળેલી રકમ રોકાણકારોને પરત કરવામાં આવશે. પોન્ઝી સ્કીમમાં લાલચ આપીને વધુ વળતર આપવાના બહાને કોઈ જાહેરાત અથવા સેમીનાર થતો હોય તો તાત્કાલિક પોલીસની સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. રોકાણકારોના પૈસા સગેવગે કરવા માટે કર્મચારીઓના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતાં.

  1. Surat Crime : સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર ઠગ પકડ્યો, 1 કરોડની છેતરપિંડીનો આરોપી ભુજના ભોજનાલયમાં કરતો હતો આ કામ
  2. Ponzi Scheme: કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપી લુક આઉટ નોટિસને આધારે મુંબઈ એરપોર્ટથી ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.