ETV Bharat / state

GST Raid: માર્ચ મહિનો નજીક આવતા GST વિભાગ જાગ્યું, ડભોઇમાં માર્બલ ફેક્ટરીમાં GSTના દરોડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 2:02 PM IST

ડભોઇમાં માર્બલ ફેક્ટરીમાં GSTના દરોડા
ડભોઇમાં માર્બલ ફેક્ટરીમાં GSTના દરોડા

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે માર્બલ ફેક્ટરીમાં GST વિભાગે સપાટો બોલાવ્યો હતો. ડભોઇ GIDCમાં આવેલી રાજસ્થાન કોટાસ્ટોન કંપનીમાં સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ડભોઈ: માર્ચ મહિનો નજીક આવતાની સાથે GST વિભાગના અધિકારીઓ સક્રીય થઈ ગયાં છે. ત્યારે ગઈકાલે (8 ફેબ્રુઆરી) વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે માર્બલ ફેક્ટરીમાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો હતો. ડભોઇ GIDCમાં આવેલી રાજસ્થાન કોટાસ્ટોન કંપનીમાં સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓના આ દરોડાના પગલે ડભોઈના અન્ય વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. અધિકારીઓએ રાજસ્થાન કોટાસ્ટોન કંપનીના એન્કાઉન્ટની જીણવટભરી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન કંપનીનો ગેટલોક કરી કંપનીના માલિકો સાથે જીએસટીના કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

આમતો ગુજરાતમાં કેટલાય કર ચોરી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ડભોઇમાં પણ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. મોડી રાત સુધી CGSTનાઅધિકારીઓ તપાસ ચાલુ રાખી હતી. ડભોઇ નગરમાં રાજસ્થાન કોટા ફેક્ટરીમાં GST વિભાગની ટીમે દરોડા પાડ્યા હતાં. જેના પગલે ડભોઇ પંથકના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ મોડી સાંજે દરોડાની કાર્યવાહી હાથ ધરાતા ડભોઇ નગરના બજારો પણ ટપોટપ બંધ થઈ ગયા હતા.

  1. Surat: ખોટી શૈક્ષણિક લાયકાત દર્શાવી મેળવી સફાઈ કામદારની નોકરી, 5 સામે ફરિયાદ
  2. Vadodara Raid : વડોદરા જિલ્લામાં પુરવઠા વિભાગની તવાઈ, પાલડી ગામે ઘઉંનો લાઈવ સ્ટોકમાં ઝોલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.