ETV Bharat / state

Gujarat Congress MLA : કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પક્ષને બાંહેધરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 6:33 PM IST

કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો આ શબ્દો સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના છે. પાછલા કેટલાક સમયથી વિમલ ચુડાસમા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે આવી અફવાઓ સતત ચાલતી રહે છે.જેનું આજે ખંડન ખુદ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યું છે.

Gujarat Congress MLA : કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પક્ષને બાંહેધરી
Gujarat Congress MLA : કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પક્ષને બાંહેધરી
વધુ એકવાર અફવાનું ખંડન

ગીર સોમનાથ : સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પક્ષ છોડવાને લઈને ચાલતી તમામ અફવા ઉપર આજે પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો. દર વખતે ચૂંટણીના સમયમાં મારી રાજકીય કારકિર્દીને નુકસાન થાય તેમજ પક્ષ અને મારા કાર્યકરો અને મતદારોમાં અફવા ઘર કરી જાય તેવા મલીન ઇરાદાઓ સાથે મારા વિરોધીઓ આ પ્રકારનો પ્રચાર કરી રહ્યા છે. પાછલા છ વર્ષથી મને આ પ્રકારે અફવાઓમાં શામેલ કરીને નુકસાન કરવાની કોશિશ થઈ રહી છે, પરંતુ હું કોંગ્રેસમાં હતો, છું અને રહેવાનો. આવા પુનર્રોચાર સાથે ભાજપમાં જવાની વિમલ ચુડાસમાએ તમામ શક્યતાઓને નકારી છે.

હું કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો મારી પક્ષ છોડવાની જે અફવાઓ મારા વિરોધીઓ ચલાવી રહ્યા છે દર વખતે ચૂંટણીઓના સમયમાં આજ પ્રકારે મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે મારા રાજકીય શત્રુઓ આ પ્રકારે મારી કોંગ્રેસ માંથી રાજીનામું આપવાની અફવા ફેલાવી રહ્યા છે. જેને હું આજે એકદમ નકારી રહ્યો છું. પાછલા છ વર્ષથી આ જ પ્રકારે મારા નામને લઈને અફવાઓનું બજાર ગરમ ચૂંટણીના સમયમાં થાય છે જેને હું છ વર્ષથી નકારી રહ્યો છું...વિમલ ચુડાસમા (ધારાસભ્ય, સોમનાથ )

ચૂંટણીના સમયમાં અપપ્રચાર : સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચૂંટણીના સમયમાં અને ખાસ કરીને જ્યારે મતદાન પ્રક્રિયા ઉમેદવારો જાહેર કરવાથી લઈને મતદાન એકદમ નજીક આવવાની હોય આવા સમયે મારા રાજકીય શત્રુઓ પાર્ટી અને મારા કાર્યકરો તેમજ મતદારોની સાથે જ્ઞાતિઓના આગેવાનોમાં આ પ્રકારની ગેરસમજ ઊભી થાય અને મને વ્યક્તિગત રીતે રાજકીય નુકસાન થાય તે પ્રકારે આવી અફવાઓનો મારો સતત ચલાવતા જોવા મળે છે. જે પાછલા છ વર્ષથી સતત હું જોતો આવ્યો છું. આ પરંપરા મારા રાજકીય શત્રુઓએ લોકસભાની ચૂંટણી પૂર્વે પણ શરૂ કરી છે.

કોંગ્રેસના મારા પર અનેક ઉપકાર : ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કોંગ્રેસ પાર્ટીના તેમના પર અનેક ઉપકારો હોવાનું પણ જણાવ્યું હતું. દસ વર્ષ સુધી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પાછલા દસ વર્ષથી સોમનાથ વિધાનસભાના ઉમેદવાર તરીકે મને પસંદ કરીને ચૂંટણી જીતવામાં જે મદદ કરી છે કે જેને માટે હું કોંગ્રેસ પાર્ટીનો સદાને માટે ઋણી રહીશ. કોંગ્રેસ પાર્ટીનુ મારા પર જે ઋણ છે તે હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી. ચૂંટણીના સમયે પાર્ટી સાથે ગદ્દારી કરીને અન્ય પક્ષમાં જોડાવાનો વિચાર મને ક્યારેય નહીં આવે. વર્તમાન સમયમાં જે અફવાઓ ચાલી રહી છે તેનું હું ખંડન કરું છું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીનો દેખાવ ઉજવળ થાય તે માટે હું સતત કાર્યશીલ રહીશ.

  1. વધુ એક દિગ્ગજ નેતાએ કર્યા કોંગ્રેસને 'રામ રામ', વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાનું રાજીનામું,
  2. Bhavnagar News: લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપ, કૉંગ્રેસે ભાવનગરમાં બૂથ લેવલની કવાયત શરુ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.