ETV Bharat / state

First organ donation in Morbi : મોરબીમાં અંગદાનનો પ્રથમ કિસ્સો, 15 વર્ષના બાળકના નામે સર્જાયો ઇતિહાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 3:21 PM IST

Updated : Jan 24, 2024, 3:56 PM IST

અંગદાન જેવી ઉમદા પ્રવૃત્તિમાં મોરબી જિલ્લામાં આજે પ્રથમવાર ઓર્ગન ડોનેશન શક્ય બન્યું છે. કચ્છના જીકડીના વતની આહીર પરિવારના બાળક શિવમ રમેશભાઈ ખાસાનું મગજની બીમારીના પગલે બ્રેન ડેડ થયું હતું. ત્યારે ડોક્ટરોએ પરિવારને આપેલી અંગદાન પ્રવૃત્તિ વિશેની જાણકારી બાદ પરિવાર સહમત થયો હતો. જેથી મોરબીમાં અંગદાનનો પ્રથમ કિસ્સો નોંધાયો હતો.

First organ donation in Morbi : મોરબીમાં અંગદાનનો પ્રથમ કિસ્સો, 15 વર્ષના બાળકના નામે સર્જાયો ઇતિહાસ
First organ donation in Morbi : મોરબીમાં અંગદાનનો પ્રથમ કિસ્સો, 15 વર્ષના બાળકના નામે સર્જાયો ઇતિહાસ
શિવમ રમેશભાઈ ખાસાનું અંગદાન

મોરબી : અંગદાન અંગે હવે સમાજમાં જાગૃતતા જોવા મળે છે પોતાના વ્હાલસોયાના અવસાન બાદ પણ તેને જીવિત રાખવા હોય તો તેના અંગોના દાન કરીને તેને જીવંત રાખી સકાય છે. સાથે જ પોતાના સ્વજનનું મૃત્યુ થયા બાદ તેના અંગના દાન થકી અન્યને નવજીવન આપી શકાય છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલમાં 15 વર્ષના બ્રેન ડેડ બાળકના 5 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. જેથી 5 લોકોને નવજીવન મળી રહેશે.

મગજની બીમારી હતી : કચ્છના જીકડીના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) નામના 15 વર્ષના બાળકનું બ્રેન ડેડ થતા 5અંગોનું મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે અંગદાન કરાયું હતું. તાલુકાના જીકડી ગામના ખેડૂત રમેશભાઈના વ્હાલસોયા પુત્ર શિવમને 8 દિવસ પૂર્વે મગજની બીમારીને પગલે મોરબીની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

તમામ સારવાર છતાં બાળકનું નિધન : જ્યાં ડૉ. મિલન મકવાણા સહિતની ડોક્ટરોની ટીમ દ્વારા અદ્યતન સાધનોની મદદથી દર્દીને તમામ સારવાર આપવામાં આવી હતી. જોકે બાળકને બચાવી શકાયો ન હતો અને ન્યુરો સર્જન ડો. મિલન મકવાણાએ બાળકને બ્રેનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ ડૉ. દર્શન પરમાર, ડૉ મિલન મકવાણા, ડૉ અમિત ડોડીયાએ અંગોનું દાન કરવા માટે પરિવારને જરૂરી માહિતી આપી પ્રોત્સાહિત કર્યાં હતાં. વ્હાલસોયા પુત્રના અંગોનું દાન કરવાથી કેટલા લોકોને નવજીવન મળી રહેશે તેની માહિતી આપી હતી. જેને પગલે પરિવારે અંગદાન માટે સંમતિ વ્યક્ત કરી હતી. જે બાદ બાળકના અંગો અમદાવાદ ખાતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં.

પ્રથમ અંગદાન શક્ય બન્યું : અંગદાન જાગૃતિ અંગે આજથી એક મહિના પહેલા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે આયુષ હોસ્પિટલના તમામ ડોકટરો અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તેના પરિણામ સ્વરૂપ આજરોજ મોરબી જિલ્લાની આયુષ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન શક્ય બન્યું છે, આજરોજ મોરબી જિલ્લામાંથી આયુષ હોસ્પિટલમાં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈનું બંને કિડનીનું દાન SOTTO ખાતેથી ફાળવવા માં આવેલ છે અને ફેફસાં તથા લીવરનું દાન અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે.

ગ્રીન કોરીડોર મારફત મોકલાયા અંગો : દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના થી પી.આઇ વી.એમ.લગારિયા ની ટીમ દ્વારા ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ પહોચાડવામાં આવેલ છે આ તમામ પ્રક્રિયામાં આયુષ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો.

પરિવારની સહમતી : આહીર પરિવારે એક ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાના પુત્ર શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી. પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા), રીનાબેન (બહેન), રિતેશભાઈ (મોટાભાઈ), માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા, માવજીભાઈ કરશનભાઈ આહીર, નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા, માવજીભાઈ પુનાભાઈ ખાસા, હરિ કાનજીભાઈ ખાસા, બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતી આપી હતી.

દર્દીઓને મળે છે નવજીવન : ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસનાં મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા હવે વધી રહી છે. મૃત્યુ પછી શરીર નિશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ , ફેફસા વગેરે અંગોના ફેલ્યોરવાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે.

  1. ભાવનગરમાં 20 દિવસ અંદર બે બ્રેઈનડેડ કેસમાં અંગદાન, મહિલાના અંગોથી અન્યને મળ્યું નવજીવન
  2. Organ Donation: બ્રેઈન ડેડ મહેશભાઇના હૃદય અને કિડનીનું દાન, અમદાવાદ મોકલાયા અંગો ઝાયડ્સ હોસ્પિટલમાં

Last Updated : Jan 24, 2024, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.