ETV Bharat / state

ખેડૂતોએ રાયડાની ખરીદી અને જમીન સંપાદનમાં યોગ્ય વળતર અંગે કલેકટર સમક્ષ રજૂઆત કરી - kutch farmers application

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 7:07 PM IST

Etv BharatKUTCH FARMERS APPLICATION
Etv BharatKUTCH FARMERS APPLICATION

રાયડાની તાત્કાલિક ખરીદી ચાલુ કરવા અને ખરીદીમાં વધારો કરવા બાબતે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં રાયડાની ખરીદીમાં ખેડૂતો સાથે પારદર્શકતા જળવાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

કલેકટરને આવેદનપત્ર

કચ્છ: રાયડાની તાત્કાલિક ખરીદી ચાલુ કરવા અને ખરીદીમાં વધારો કરવા બાબતે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં રાયડાની ખરીદીમાં ખેડૂતો સાથે પારદર્શકતા જળવાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી.તો સાથે જ કચ્છ જિલ્લામાં નર્મદાના વધારાના પાણીનું કામ ચાલુ છે.તેમાં ખેડૂતોને પૂરતું વળતર આપવા બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.અને નિયમ પ્રમાણે જમીનનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.સરકાર દ્વારા રાયડાની ખરીદીની જાહેરાત 18 માર્ચથી શરૂ કરવામાં આવી છે. પરંતુ આજ સુધી કેટલાક કેન્દ્રોમાં રાયડાની ખરીદી ચાલુ નથી થઈ તો તાત્કાલિક ધોરણે તમામ કેન્દ્રો પર ખરીદી ચાલુ કરવામાં આવે તે માટે કચ્છના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.તો કેટલીક જગ્યાએ રાયડા ખરીદીમાં કેટલાક ખેડૂતો સાથે ભેદભાવ કરવામાં આવે છે. તે ખરીદીમાં પારદર્શકતા જળવાય જેના કારણે ખેડૂતોને ખોટી હાલાકી ન થાય તેવી માંગ ખેડૂતોએ કરી હતી.

kutch farmers application
kutch farmers application

100 ટકા ખરીદી થાય તો નાના ખેડૂતોને લાભ થાય:હાલમાં એક ખેડૂત પાસેથી માત્ર 2400 કિલો રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. તે બે હેક્ટરની મર્યાદા છે. તો ખરેખર બે હેક્ટરનું ઉત્પાદન 6000 કિલો જેવું થાય છે. તો ઉપરનો માલ ખેડૂતો બજારમાં વેચાણ કરવા જાય ત્યારે તેને મોટું નુક્સાન થાય છે. ખરેખર જે ઉત્પાદન થાય તે 100 ટકા ખરીદી થાય તો નાના ખેડૂતોને લાભ થાય તેમ છે. અને આવા ખેડૂતો ખેતી માટે ટકી શકશે. તો આ ઉપરાંત હાલમાં ખરીદી ચાલુ છે. તેમાં ખેડૂતોને તાત્કાલિક ચૂકવણુ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતોએ કરી હતી.

ખેડૂતોને કોઈપણ આગોતરી જાણ કર્યા વિના કામ:આ ઉપરાંત ખેડૂતોએ કચ્છમાં હાલમાં નર્મદાના વધારાના એક મોલિયન એકરફીટ પાણી માટેના જે કામો ચાલુ છે. તેમાં ખેડૂતોને કોઈપણ આગોતરી જાણ કર્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે.અને તેનું પૂરતું વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું. તેવી રજૂઆત પણ ખેડૂતોએ કલેકટર સમક્ષ કરી હતી. જેમાં પાકનું વળતર જે આપવામાં આવી રહ્યું છે. તે રકમ નજીવી છે. તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.

જમીનનું સંપાદન થશે તેની જાણકારીનો અભાવ:ખરેખર તો ગાઇડલાઈન મુજબ અને નિયમ અનુસાર જે તે ખેડૂતને કામ બાબતની નોટિસ આપવાની થતી હોય છે. પણ તેમ ન કરીને કોઈ પણ પ્રકારની જાણ વિના કામ ચાલુ કરવામાં આવ્યું છે. ઉપરાંત ખેડૂતની કેટલી જમીનનું સંપાદન થશે. અને કેટલું વળતર મળશે. તેની કોઈ જ જાણકારી આપ્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જે ખરેખર અન્યાય છે.તો વધારાના પાણી માટે કામ ચાલુ કરવામાં આવે તે પહેલાં જે તે ખેડૂતને સાંભળવામાં આવે. અને તેને આગોતરી જાણ કરીને નિયમ પ્રમાણે તેની જમીનનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

રાયડાની ખરીદી માટે રજૂઆત:આ અંગે માહિતી આપતા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે, બે બાબતોની રજૂઆતને લઈને આજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 18 માર્ચે રાયડાની ખરીદી માટે સેન્ટર શરૂ થવાના હતા.જે હજી સુધી અમુક સ્થળોએ શરૂ થયા નથી. તો અમુક સ્થળે માત્ર ઉદ્ધાટન માટે જ શરૂ થયા છે.ત્યારે તંત્રને પણ આ બાબતે ધ્યાન નથી.તો રાયડાના ભાવ પણ તળિયે બેસી ગયા છે.સેન્ટરના રજીસ્ટ્રેશન છે.તે 1600 ખેડૂતોનું છે.પરંતુ 100 થી 150 ખેડૂતોને જ બોલાવવામાં આવી રહ્યા છે.ત્યારે ક્યારે આ રાયડો ખરીદી શકાશે અને ક્યારે ખેડૂતોને રૂપિયા મળશે.જે ખરીદી થઈ રહી છે. તે પણ માત્ર 6 થી 8 ટકા જેટલી જ થઈ રહી છે.જેના માટે આજે રજૂઆત કરવામાં આવી છે. કે તાત્કાલિક ખરીદીમાં પણ વધારો થવો જોઈએ.અને ઝડપથી ખરીદી થાય.જેથી કરીને ખેડૂતોને રૂપિયા કામે લાગે કારણ કે ખરીફ સીઝન આવે છે. જેથી વાવેતર કરવું પડશે.

ગાઇડલાઈન મુજબ વળતર આપવામાં આવે:આ ઉપરાંત બીજી બાબત નર્મદાનાં વધારાના પાણી માટે નું જે કામ ચાલુ છે.તેમાં કોઈ ગાઇડલાઈન નક્કી કરવામાં આવી નથી.અને કામ માટે સીધા ખેડૂતોના ખેતરોમાં જઈને કામ કરવામાં આવી રહ્યું છે.ખેડૂતની કેટલી જમીન સંપાદન થશે,તેને કેટલું વળતર મળશે. તે હજી નક્કી કરવામાં નથી આવ્યું.તો વળતરમાં માટે ચોરસ મીટરના 14 રૂપિયાને 16 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.સરકારે આ કામ માટે 4300 કરોડ રૂપિયા ફાળવ્યા હોય તો આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.માટે આ બન્ને બાબતમાં સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી છે.જેથી ખેડૂતો ફરી આંદોલન માટે રોડ ઉપર ના આવે અને ખેતરમાં રહે અને કામ કરે.

યોગ્ય તપાસ કરવાનું કલેક્ટરનું આશ્વાસન:સમગ્ર મામલે કચ્છ કલેકટર અમિત અરોરા દ્વારા ખેડૂતોને રાયડાની ખરીદી બાબતે વધુ સેન્ટર ચાલુ થાય.તેમજ યોગ્ય ભાવ મળે તેમજ નર્મદાના વધારાના પાણી માટે જે કામ થઈ રહ્યું છે.તેમાં ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે તેમને યોગ્ય વળતર મળે અને ગાઈડલાઈન મુજબ વળતર મળે તે માટે યોગ્ય તપાસ કરીને યોગ્ય સૂચનો કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

  1. નર્મદા લાઈનમાં ભંગાણ ઝડપથી નહીં પૂરાય તો આકરા ઉનાળે ભૂજમાં પાણીની કટોકટી ! - Bhuj Water Crisis
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.