ETV Bharat / state

લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઈકો ફ્રેન્ડલી અભિગમ જુનાગઢ બેઠક પર અમલવારી જાણો શું છે આયોજન? - Visavadar Legislative Assembly

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 12:05 PM IST

વિસાવદર વિધાનસભા બેઠકમાં ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ
વિસાવદર વિધાનસભા બેઠકમાં ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ

જુનાગઢ લોકસભામાં આવતી વિસાવદર વિધાનસભા બેઠકમાં ચૂંટણી સાહિત્ય મોકલવા માટે કાપડ અને ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.

જુનાગઢ: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત ચૂંટણીનો અભિગમ હાથ ધરાયો છે. જુનાગઢ લોકસભામાં આવતી વિસાવદર વિધાનસભા બેઠકમાં ચૂંટણી સાહિત્ય મોકલવા માટે કાપડ અને ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવાનો નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.

ચૂંટણી પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત: આગામી સાતમી મેના દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન હાથ ધરાવા જઈ રહ્યુ છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં પ્લાસ્ટિક મુક્ત ઇકો ફ્રેન્ડલી ચૂંટણી બને તે માટે પણ નિર્ણય કરાયો છે. જે અંતર્ગત જુનાગઢ લોકસભા બેઠકમાં આવતી વિસાવદર વિધાનસભા બેઠકમાં ચૂંટણી સાહિત્ય મોકલવા માટે કાપડ અને ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.

150 જેટલી સ્ટેશનરીનું વિતરણ: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચના આદેશ અનુસાર અને મતદાન પ્રક્રિયા બિલકુલ સરળતાથી પૂર્ણ થાય તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલી 150 પ્રકારની સ્ટેશનરીનું વિતરણ અગાઉ પ્લાસ્ટિક કે અન્ય બેગોમાં થતુ હતુ. પરંતુ આ વર્ષે અભયારણ્ય વિસ્તારને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત રાખવાના સરકારના નિર્ણયને જિલ્લા વહીવટી તંત્રએ લોકસભાની ચૂંટણીમાં પણ અમલવારી કરી છે અને ઇકો સેન્સેટિવ ઝોનમાં આવતા વિસાવદર વિધાનસભા બેઠકમાં તમામ પ્રકારની ચૂંટણીલક્ષી સાહિત્ય અને સ્ટેશનરી કાપડ અથવા તો ઇકો ફ્રેન્ડલી બેગ દ્વારા કરવાનો નિર્ણય ચૂંટણી અધિકારી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.

  1. જુનાગઢ લોકસભા બેઠક પર વહીવટી તંત્રની ચૂંટણીલક્ષી કવાયત તેજ, કલેક્ટર કચેરી ખાતે યોજાઈ ખાસ બેઠક - lok sabha election 2024
  2. જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના પ્રથમ દિવસે 32 ફોર્મ ભરાયા, 19મી એપ્રિલ છેલ્લી તારીખ - Junagadh lok sabha seat
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.