ETV Bharat / state

ઈ-સ્પોર્ટસની ચર્ચા માટે દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મેહતાનો સમાવેશ, વડાપ્રધાન મોદી સાથે કર્યો રુબરુ સંવાદ - E SPORTS TIRTH MEHTA

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 10:31 PM IST

Updated : Apr 13, 2024, 9:32 AM IST

દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ
દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝમાં અનેક ચડાવ-ઉતાર જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ઈ-સ્પોર્ટસના ભાવિ વિકાસ અંગે વડાપ્રધાને દેશના 7 ગેમર્સ સાથે વાતચીત કરી હતી. જેમાં ભુજના તીર્થ મેહતાનો પણ સમાવેશ થયો હતો. તીર્થને મળેલ આ તકથી માત્ર તેના પરિવાર અને કચ્છ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. E Sports Tirth Mehta

દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ

કચ્છઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગેમિંગ ઈન્ડસ્ટ્રી, કન્ટેન્ટ ક્રિએશન, ઈ-સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વાતચીત કરવા માટે દેશમાંથી કુલ 7 ગેમર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ભુજના તીર્થ મેહતાને પણ તક મળી હતી. આ મિટિંગમાં વિવિધ વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ક્ષેત્રના પડકારો તેમજ ક્યા પ્રકારના સુધારાઓ કરી શકાય છે તે અંગે વડાપ્રધાન સાથે રસપ્રદ ચર્ચા કરાઈ હતી.

દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ
દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ

ગેમિંગ સેશન યોજાયુંઃ તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા નિષ્ણાતોને બોલાવી તેમની સાથે સ્પોર્ટસના વિકાસ અંગે ચર્ચા-વિચારણા કરી હતી. બાદમાં એક નાનું ગેમિંગ સેશન યોજવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદી પણ વિવિધ રમતો રમવા માટે ગેમર સાથે જોડાયા હતા. વડાપ્રધાન સાથેની મુલાકાત અને ચર્ચા વિચારણામાં સામેલ થવાની તક ભુજના યુવાન તીર્થ મેહતાને મળી હતી. તીર્થને મળેલ આ તક તેના પરિવાર, કચ્છ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની હતી.

દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ
દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ

દેશના 7 ગેમર્સમાં તીર્થનો સમાવેશઃ તીર્થે જણાવ્યું હતું કે, ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝના એક્સપર્ટ અનુસાર સમગ્ર ભારતમાંથી 7 જેટલા ગેમર, કન્ટેન્ટ ક્રીએટર અને એથલીટને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં મને પણ આમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલ મિટિંગમાં ગેમિંગ અને તેના ડેવલપમેન્ટ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં નોર્મલ ગેમ્સ, ઈ-સ્પોર્ટ્સ, ગેમિંગ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી.

દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ
દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ

ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝના પડકારોઃ તીર્થની સાથે અન્ય 6 જેટલા યુવાનો પણ જોડાયા હતા. જેમણે પોતાની ગેમિંગ ઈન્ડસ્ટ્રીઝ સાથેની સફર અંગેની વાત કરી હતી. તેમજ ક્યા પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને આ ક્ષેત્રના પડકારોનો સરકાર દ્વારા કઈ રીતે ઉકેલ લાવી શકાય તે જાણ્યું હતું. નરેન્દ્ર મોદીએ દરેક ગેમર સાથે વન ટુ વન પણ સંવાદ કર્યો હતો. તીર્થે પોતાની ઓળખાણ આપતા જણાવ્યું હતું કે, હું ભુજ કચ્છનો રહેવાસી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે, આ ગેમિંગ છે તે ભુજમાં પણ પહોંચી ગઈ છે. ત્યારે તીર્થે તેમને જણાવ્યું હતું કે, આજે ગેમિંગ મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના દરેક ખૂણામાં પહોંચી ગયું છે.

દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ
દેશના 7 ગેમર્સમાં ભુજના તીર્થ મહેતાનો સમાવેશ

ઈ-સ્પોર્ટ્સના ડેવલપમેન્ટ માટે પ્રયાસોઃ ઈ-સ્પોર્ટ્સના ડેવલપમેન્ટ માટે infrastructure development જરૂરી છે. જેમાં સ્થાનિક ઈન્ટરનેશનલ ઈવેન્ટ દરેક ગેમર માટે ઊભી કરી શકાય તેમજ નવા ગેમર પણ સહેલાઈથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ શકે તેવું વાતાવરણ ઉભુ કરવામાં આવે તો ઈ-સ્પોર્ટ્સનું ડેવલપમેન્ટ થઈ શકે છે.

વડાપ્રધાનને મળવાનો અનુભવઃ દેશના વડાપ્રધાનને મળવાનો અનુભવ વર્ણવતા તીર્થે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી ખૂબ આનંદ થયો. શરૂઆતમાં થોડુક નર્વસ લાગી રહ્યું હતું પરંતુ ત્યાર બાદ જાણે કોઈ પરિવારના સભ્ય સાથે વાત કરતા હોઈએ તેવી અનુભવ થયો હતો. તેમણે દરેકનું સ્વાગત કર્યુ હતું અને તેમની પાસેથી પણ અમને ઘણું શીખવા મળ્યું. ચર્ચા વિચારણા બાદ વડાપ્રધાન સાથે એક ગેમિંગ સેશન પણ યોજાયું હતું. જેમાં વડાપ્રધાને ખૂબ સારી રીતે વર્ચ્યુઅલ ગેમ રમીને સ્કોર કર્યો હતો અને તેઓ ખૂબ સહેલાઈથી અને ઝડપથી ગેમ શીખી રહ્યા હતા અને રમી રહ્યા હતા.

તીર્થ 2010થી ગેમિંગમાં જોડાયોઃ તીર્થ મેહતાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, નાનપણથી જ ગેમિંગનો શોખ હતો અને કમ્પ્યુટર ગેમ્સ તેમજ પ્લે સ્ટેશનની ગેમો હું ખૂબ રમતો હતો. તેણે સિક્કિમની મનિપાલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.સી. આઈટીનો કોર્ષ કર્યો છે. હું ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ 2010થી જોડાયો છું. વર્ષ 2018ની સાલમાં મેં થાઇલેન્ડમાં યોજાયેલી એશિયન ઈ-સ્પોર્ટસ ફેડરેશન આયોજિત સ્પર્ધામાં હાર્થસ્ટોન ગેમમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. છેલ્લાં 4 વર્ષથી તીર્થ ગેમ ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરી રહ્યો છે. જેમાં તે યુનિટી ગેમ એન્જિન પર કામ કરી રહ્યો છે. હાલમાં તીર્થ હૈદરાબાદ સ્થિત કંપની ગો લાઈવ ગેમ સ્ટુડિયો સાથે જોડાયેલો છે. તે મોબાઈલ ગેમ ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યો છે.

વિદેશના ખેલાડીઓ સાથે ટક્કરઃ ઈન્ડોનેશિયામાં એશિયન ગેમ્સ માં ‘હાર્થસ્ટોન’ ગેમ માં દેશનું પ્રતિનિધિત્વ કરનાર તીર્થ મહેતા એક માત્ર ઈ-સ્પોર્ટ્સ પ્લેયર હતો. સાઉથ એશિયા વતી પણ એશિયન ઈ-સ્પોર્ટ્સ ફેડરેશન AESF દ્વારા આયોજિત શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને ઈ-સ્પોર્ટ્સ હાર્થસ્ટોનમાં એશિયન ગેમ્સમાં સિલેક્ટ થનાર તીર્થ પ્રથમ ખેલાડી છે. એશિયન ગેમ્સમાં તીર્થ મહેતાનો મુકાબલો ટફ હતો ઈન્ડોનેશિયા, વિયેતનામ, જાપાન, હોંગકોંગના ખેલાડીઓ વચ્ચે તીર્થની ટક્કર થઈ હતી.

ઈ-સ્પોર્ટસનો સત્તાવાર સમાવેશઃ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં એશિયન ગેમ્સમાં ઈ-સ્પોર્ટસનો સત્તાવાર સમાવેશ કરી મેડલ પણ આપવામાં આવ્યા હતા. તીર્થ મેહતા કોમ્પ્યુટર પર રમવામાં આવતી ઈ-સ્પોર્ટસ ગેમમાં સારું પરફોર્મન્સ કર્યુ હતું. આ ગેમ કાર્ડ ગેમ, પોકર અને ચેસની જેમ બુદ્ધિની ક્સોટી કરતી રમત છે.

  1. Commonwealth Games 2022: રાજ્યનો યુવાન કોમનવેલ્થ ગેમ્સમાં વધારી રહ્યો છે ગુજરાતનું ગૌરવ
Last Updated :Apr 13, 2024, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.