ETV Bharat / state

Porbandar: પોરબંદર જિલ્લામાં 197 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર, પરિવારે માન્યો સરકારનો આભાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2024, 12:33 PM IST

Updated : Feb 11, 2024, 12:42 PM IST

પોરબંદરજિલ્લામાં 197 લોકોને મળ્યું ઘરનું ઘર
પોરબંદરજિલ્લામાં 197 લોકોને મળ્યું ઘરનું ઘર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા ગઈકાલે 10 ફેબ્રુઆરીએ પોરબંદર જિલ્લાના 197 લાભાર્થી પરિવારોને મહાનુભાવોના હસ્તે વિવિધ આવાસ યોજના હેઠળ ઘરની ચાવી સોંપવામાં આવી હતી. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે અને કુતિયાણાના મહિયારી ગામ ખાતેઆવાસ લોકાર્પણનો આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

પોરબંદરજિલ્લામાં 197 લોકોને મળ્યું ઘરનું ઘર

પોરબંદર: પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોના ઇ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ ઉપસ્થિતિથી જોડાયા હતા. જે પૈકી પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે તથા કુતિયાણા તાલુકાના મહિયારી ગામના મહેર સમાજ ખાતે વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં ૧૯૭ મકાનોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લાભાર્થીઓએ માન્યો સરકાનો આભાર

પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં વિકસિત ભારત- વિકસિત ગુજરાત બનાવવા માટે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચી રહ્યા છે. દરેક પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા વર્તમાન સરકાર કટિબદ્ધ છે. સાથે જ તેમણે પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ચાવી મેળવતા તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

પોરબંદર જિલ્લામાં 197 લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે,, વિવિધ યોજનાઓ દ્વારા વર્તમાન સરકારે ઉત્તમથી સર્વોત્તમ જનયજ્ઞના કાર્યો કર્યા છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિશ્વકર્મા યોજના, જનધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત યોજનાઓની હારમાળા દ્વારા છેવાડાના અંતિમ વ્યક્તિનું કલ્યાણ થાય તે રીતે યોજનાઓની અમલવારી કરવામાં આવી રહી છે.

મહાનુભાવોએ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા પી.એમ. સ્વનિધિ યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર રાયજાદા, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂંટી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણભાઇ ઓડેદરા સહિતના મહાનુભાવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં પ્રાંત અધિકારી કુતિયાણા પારસ વાંદાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં પોરબંદર શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લાઇવ સાંભળ્યા હતા. કાર્યક્રમના સ્થળ પાસે મેડીકલ ચેકઅપ કેમ્પ, ઇવીએમ નિદર્શન તથા વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા તથા પોપટ ભાઈ ખૂટીએ કર્યું હતું.

  1. Tapi: PM મોદીએ વર્ચ્યુઅલી સંવાદ શરૂ કર્યો અને લોકો ભાગ્યા, અધિકારીઓએ ગેટ બંધ કરીને લોકોને પરાણે રોક્યા
  2. Upleta: ઉપલેટામાં યોજાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનોની નારજગી
Last Updated :Feb 11, 2024, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.