ETV Bharat / state

Ayodhya Ram mandir : "જય જય શ્રી રામ" ના નાદથી ગુંજી ઉઠ્યું ઉપલેટા, પ્રભુ રામના દર્શનાર્થે ગયેલા યાત્રાળુ પરત ફર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 4:21 PM IST

ઉપલેટાના શ્રદ્ધાળુઓ પરત ફર્યા
ઉપલેટાના શ્રદ્ધાળુઓ પરત ફર્યા

રાજકોટના ઉપલેટા ખાતેથી આસ્થા એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન મારફત અયોધ્યા ભગવાન રામના દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુ પરત ફર્યા છે. તમામ લોકોનું ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે વાજતે-ગાજતે હાર તોરા કરીને ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જુઓ ETV BHARAT નો વિશેષ અહેવાલ...

"જય જય શ્રી રામ" ના નાદથી ગુંજી ઉઠ્યું ઉપલેટા

રાજકોટ : આસ્થા એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેનમાં અયોધ્યા ખાતે રામ લલ્લાના દર્શન કરવા માટે ગયેલા ઉપલેટાના શ્રદ્ધાળુઓ પરત ફર્યા છે. ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે પરત આવેલ શ્રદ્ધાળુઓનું સ્થાનિક આગેવાનો- અગ્રણીઓ, રેલવે કર્મચારીઓ તથા સ્થાનિક લોકોએ ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તમામ ભક્તજનોને હાર પહેરાવી પુષ્પ અર્પણ કરી વિશેષ રૂપે સન્માન કર્યું હતું.

પ્રભુ રામના દર્શનાર્થે ઉપલેટાના ભક્તો : અયોધ્યા ખાતે ભગવાન રામના દર્શન કરવા જતા મુસાફરોને કોઈ તકલીફ કે સમસ્યા અથવા કોઈ અણબનાવ ન બને તે માટે રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપલેટાથી અયોધ્યા ગયેલ યાત્રાળુઓને હાર પહેરાવી અને પુષ્પ અર્પણ કરી વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવ્યું હતું. આ મુસાફરો પરત ફરતા સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ ટ્રેન ઉપલેટા ખાતે આવી પહોંચતા "જય જય શ્રી રામ" ના નારાથી રેલવે સ્ટેશન ગૂંજી ઉઠ્યું હતું.

પારિવારિક માહોલમાં અયોધ્યાની સફર : અયોધ્યા ખાતે પ્રભુ રામના દર્શનાર્થે ગયેલા ઉપલેટાના હરસુખ સોજીત્રાએ જણાવ્યું હતું કે, વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ભગવાન રામના મંદિરનું નિર્માણ અયોધ્યા ખાતે થયું છે. ઉપલેટાથી 550 કરતા પણ વધારે દર્શનાર્થીઓ અયોધ્યા ગયા હતા. તમામ શ્રદ્ધાળુઓ માટે પ્રશાસન તેમજ રેલવે તંત્ર તરફથી પૂરતી સાર સંભાળ રાખી પારિવારિક વાતાવરણ હોય એવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. દરેક ભક્તજનોએ આવા આયોજનમાં જોડાઈ અને ભગવાન રામના દર્શન કરવાનો લાભ મળે ત્યારે દર્શનાર્થે જરૂર જવું જોઈએ.

પ્રભુ રામના દર્શનાર્થે ગયેલા યાત્રાળુ પરત ફર્યા
પ્રભુ રામના દર્શનાર્થે ગયેલા યાત્રાળુ પરત ફર્યા

રેલવે પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા : ઉપલેટાથી પ્રભુ રામના દર્શનાર્થે ગયેલા અનિતા ચૌહાણે જણાવ્યું હતું કે, આસ્થા એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 550 કરતા પણ વધારે તેમજ કુલ 1500 જેટલા શ્રદ્ધાળુઓ એકસાથે પારિવારિક વાતાવરણ વચ્ચે અયોધ્યામાં નવનિર્માણ પામેલા ભગવાન રામના મંદિર અને ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. જેમાં ઉપલેટા ખાતેથી ગયા ત્યારથી લઈને ઉપલેટા પરત ફર્યા ત્યાં સુધી પ્રશાસન તેમજ રેલવે તંત્ર તરફથી ખૂબ જ સાર સંભાળ લેવાઈ હતી. મુસાફરો તરફથી પણ સંપૂર્ણ પારિવારિક વાતાવરણ અનુભવાયું અને પ્રભુ રામના દર્શન કરવાનો આનંદ અને ધન્યતા અનુભવી રહ્યા છીએ.

સ્પેશિયલ આસ્થા એક્સપ્રેસ : અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી સમગ્ર દેશમાંથી ભગવાન રામના દર્શન કરવા શ્રદ્ધાળુઓ અયોધ્યા જઈ રહ્યા છે. આ યાત્રાળુઓ માટે રેલવે પ્રશાસન દ્વારા આસ્થા સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી લોકોને અનોખી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જેથી અયોધ્યામાં રામલાના દર્શન કરવા જવાનું હોવાથી તમામ મુસાફરોમાં ઉત્સાહ અને ભક્તિભાવ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

સુરક્ષિત યાત્રાનો અનુભવ : પોરબંદરથી ઉપડતી આસ્થા એક્સપ્રેસ ટ્રેનમાં વિવિધ સ્ટેશન પરથી કુલ 1500 જેટલા લોકોએ મુસાફરી કરવાનું આયોજન કર્યું હતું. આ મુસાફરોમાં ઉપલેટાથી પણ 550 કરતા પણ વધારે મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું. મુસાફરોની ખાસ સુવિધા માટે રેલવે પ્રશાસન તરફથી વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ગયેલ તમામ લોકો સંપૂર્ણ સુરક્ષિત અને આનંદ સાથે યાત્રા કરીને પરત આવતા રેલવે પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

  1. Astha Special Train: ઉપલેટા ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જતાં મુસાફરોને વાજતે-ગાજતે પુષ્પ હાર પહેરાવીને પ્રસ્થાન કરાવાયું
  2. Surat Samuh Lagna: 84 યુગલોએ ભગવાન રામ અને માતા સીતાના પરિધાનમાં મંગલ ફેરા લીધા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.