ETV Bharat / state

Aravalli News: મોડાસામાં કૉંગ્રેસ દ્વારા જનસંવાદ અને બાઈક રેલી જેવા કાર્યક્રમ યોજાયા, જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 21, 2024, 9:05 PM IST

કૉંગ્રેસ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.
કૉંગ્રેસ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

અરવલ્લીના મોડાસમાં કૉંગ્રેસે જનસંવાદ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત એક બાઈક રેલી પણ નીકાળવામાં આવી હતી. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના કૉંગ્રેસ કાર્યાલયનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Congress Modasa Shakti Sinh Gohil Jansamvad Programme Bike Rally Congress District Office

અરવલ્લીઃ આજે કૉંગ્રેસ દ્વારા મોડાસામાં જનસંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમના ભાગરુપે એક બાઈક રેલી પણ યોજવામાં આવી હતી. તેમજ અરવલ્લી જિલ્લાના કૉંગ્રેસ કાર્યાલયનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ, વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા, અન્ય કૉંગ્રેસ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

બાઈક રેલી જેવા કાર્યક્રમ યોજાયા
બાઈક રેલી જેવા કાર્યક્રમ યોજાયા

શક્તિ સિંહ ગોહિલના ભાજપ પર વાકપ્રહારઃ જનસંવાદ કાર્યક્રમમાં કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિ સિંહ ગોહિલે ભાજપ સરકાર પર વાકપ્રહાર કર્યા હતા. તેમણે લોકોની વિવિધ સમસ્યાઓ સંદર્ભે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને વખોડી હતી. તેમણે ભાજપ સરકાર પર લોકસમસ્યાઓને અનદેખી કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. કૉંગ્રેસ સરકાર વનસંપત્તિ ઉપર આદિવાસીઓના અધિકારનો કાયદો લાવી હતી પરંતુ ગુજરાતમાં તેનો યોગ્ય અમલ થયો નથી. આદિવાસી સમાજને ન્યાય મળતો નથી. અરવલ્લી જિલ્લો અલગ થયાને ઘણો લાંબો સમય પસાર થયો હોવા છતાં બાયડ ખાતે સિવિલ હોસ્પિટલ શરુ થઈ નથી. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ નથી. અરવલ્લી જિલ્લો હોવા છતાં જિલ્લામાં એકપણ યુનિવર્સિટી નથી, 150 કિ.મી. દૂર યુનિવર્સિટી આવેલી છે. કોઈ પણ ઉદ્યોગ સ્થાપવા માટે કોઈ કામગીરી થઈ નથી. બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, આદિવાસીઓના અનેક પ્રશ્નો છે, જે સાંભળવામાં આવતા નથી.

મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કૉંગ્રેસ સરકાર વનસંપત્તિ ઉપર આદિવાસીઓના અધિકારનો કાયદો લાવી હતી પરંતુ ગુજરાતમાં તેનો યોગ્ય અમલ થયો નથી. આદિવાસી સમાજને ન્યાય મળતો નથી. આદિવાસી વિસ્તારમાં શિક્ષણ નથી. અરવલ્લી જિલ્લો હોવા છતાં જિલ્લામાં એકપણ યુનિવર્સિટી નથી, 150 કિ.મી. દૂર યુનિવર્સિટી આવેલી છે. ભાજપ અયોધ્યા રામ મહોત્સવને એક પોલિટિકલ ઈવેન્ટ બનાવી રહી છે...શક્તિ સિંહ ગોહિલ(પ્રદેશ પ્રમુખ, કૉંગ્રેસ )

અયોધ્યા મહોત્સવ એક પોલિટિકલ ઈવેન્ટઃ શક્તિ સિંહ ગોહિલે દેશના શંકરાચાર્યોનો હવાલો આપતા અયોધ્યામાં યોજાનાર રામ મહોત્સવને ભાજપની પોલિટિકલ ઈવેન્ટ ગણાવી હતી. હિન્દુ સનાતન ધર્મમાં આખરી નિર્ણય અને સર્વોત્તમ સ્થાન શંકરાચાર્યજી મહારાજનું છે. જ્યારે “શંકરાચાર્યજી મહારાજે જણાવ્યું હોય કે જે મંદિરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું ન હોય તેની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે.” આમ છતાં ચૂંટણીઓ આવતી હોઈ માત્ર રાજકીય લાભ માટે ભાજપ રામમંદિરની ઈવેન્ટ કરી રહી છે. જે પ્રાણપ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત રીતે યોગ્ય નથી તેમ કહીને શંકરાચાર્યજી મહારાજ ભાજપની પ્રચાર માટેની શાસ્ત્રોથી વિરુદ્ધ મંદિરના નામે થઈ રહેલ ઈવેન્ટમાં જવાના ન હોય ત્યારે કોંગ્રેસ પક્ષે રામ ભગવાનમાં પૂરી આસ્થા અને શ્રદ્ધા દર્શાવતા ભાજપની ઈવેન્ટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ પણ ભાજપ સરકારની નિષ્ફળતાઓ, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારનો આક્ષેપ પોતાના વક્તવ્યમાં કરી હતી.

અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલયનું ઉદ્દઘાટનઃ જનસંવાદ કાર્યક્રમ બાદ અરવલ્લી જિલ્લાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિ સિંહ ગોહિલ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી, એઆઈસીસીના સહપ્રભારી રામકિશન ઓઝા, પૂર્વ ધારાસભ્યો ઈન્દ્રનીલ રાજગુરુ, મહેન્દ્ર સિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્ર સિંહ પુવાર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વનરાજ સિંહ રાઠોડ, પુંજીલાલ, રામ સોલંકી, અજીત સિંહ વાઘેલા, જિલ્લા મહિલા પ્રમુખ કલા ભાવસાર, જિલ્લાના આગેવાન રાજેન્દ્ર પારઘી, અરૂણ પટેલ, કમલેશ પટેલ, નિશ્ચલ પટેલ, જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  1. Congress Reaction: લોકસભા ચૂંટણીને લીધે ભાજપ રામનવમીને બદલે વહેલો આ કાર્યક્રમ કરી રહી છેઃ શક્તિ સિંહ ગોહિલ
  2. ન્યાયધીશો વિરૂદ્વ ભષ્ટ્રાચારના મુદ્દાને લઈને સંસદમાં શક્તિ સિંહ ગોહિલે પૂછ્યો પ્રશ્ન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.