ETV Bharat / state

Congress News: વિજાપુરમાં નાથાલાલ પટેલના રાજીનામા બાદ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 4:10 PM IST

વિજાપુરના નાથાલાલ પટેલ કૉંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી નાંખ્યો છે. નાથાલાલ પટેલની આ વિદાય પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી. વાંચો સમગ્ર સમચાર વિસ્તારપૂર્વક. Congress BJP Vijapur Nathalal Patel Dr. Manish Doshi

વીજાપુરમાં નાથાલાલ પટેલના રાજીનામા બાદ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા

અમદાવાદઃ વિજાપુરના અગ્રણી કૉંગ્રેસ નેતા નાથાલાલ પટેલે કૉંગ્રેસને અલવિદા કહ્યું છે. નાથાલાલ પટેલના રાજીનામા પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી.

કૉંગ્રેસ પક્ષની ખામીઓઃ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ નાથાલાલ પટેલના રાજીનામા અને અન્ય કૉંગ્રેસીઓ ભાજપમાં ભળી જાય છે તેના પર પ્રતિક્રિયા આપી. આ પ્રતિક્રિયામાં તેમણે કૉંગ્રેસની ખામીઓ જણાવી. જેમાં કૉંગ્રેસ પક્ષ પોતાના નેતાઓને 3 પ્રકારની સવલતો પૂરી ન પાડી શકતી હોવાનું જણાવ્યું. જેમાં નેતાઓને કૉંગ્રેસની સરકાર ન હોવાથી મંત્રીપદ ઓફર કરી ન શકાતી હોવાનું જણાવ્યું. આ ઉપરાંત કાળા નાણાંની લાલચ કૉંગ્રેસ આપી શકતી નથી. તેમજ કૉંગ્રેસ નીતિમત્તાને વરેલી પાર્ટી હોવાથી કોઈ નેતાને ધાક ધમકી આપતી નથી. જો કે ડૉ. મનીષ દોશીએ આ સવલતો પૂરી પાડી ન શકવાને કૉંગ્રેસની ખામી જણાવી.

ભાજપ તરફથી અપાતા ઓપ્શનઃ કૉંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ભાજપ તરફથી કૉંગ્રેસ નેતાઓને જેલ અથવા મહેલનો ઓપ્શન આપવાનું જણાવીને ભાજપ પર પણ વાક પ્રહાર કર્યા. નાથાલાલ પટેલ જેવા નેતા પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષા અને મજબૂરીથી પક્ષ છોડતા હોવાનું ડૉ. મનીષ દોશીએ કહ્યું. ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, નાથાલાલ પટેલને કૉંગ્રેસે 2017માં ટિકિટ આપી હતી. તેમના માટે હજારો કાર્યકર્તાઓએ પ્રચાર કર્યો હતો. જો કે ડૉ. મનીષ દોશીએ હજૂ પણ કૉંગ્રેસમાં મોટી સંખ્યામાં લોકોને વિશ્વાસ છે અને મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા હોવાની હકારાત્મક માહિતી પણ આપી.

કૉંગ્રેસના નેતાઓને ભાજપ જેલમાં જવું છે કે મહેલમાં રહેવું છે તેવો ઓપ્શન આપવામાં આવે છે...ડૉ. મનીષ દોશી(પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ)

  1. ભાજપ સરકારની શિક્ષણનીતિને લઇ કોંગ્રેસના પ્રહાર, કહ્યું ' વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઇ રહ્યું છે '
  2. કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સીએમ રૂપાણીને લખ્યો પત્ર, કોરોનાને અટકાવવા આપ્યા સૂચનો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.