ETV Bharat / state

Ram Mandir : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સીએમ શીલજ પહોંચ્યાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 9:14 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજના રામ મંદિર ગામે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Ram Mandir : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સીએમ પહોંચ્યાં શીલજના આ મંદિરમાં

ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી

અમદાવાદ : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે.

શીલજના લોકો વચ્ચે નિહાળ્યો કાર્યક્રમ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના શીલજ ગામે ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ અવસરે શીલજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ભવ્ય રામ મંદિરની ભેટ આપવા બદલ તમામ ગુજરાતીઓ વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં : તા.22 જાન્યુઆરી 2024ના રોજ બપેોરે અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પ્રાર્થના : આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતિહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને પણ અભિનંદન પાઠવ્યાં હતાં.

  1. અથાગ સેવા બદલ કારસેવકોને મળશે "રામ દર્શન" રુપી મેવા, સીઆર પાટીલે કરી મોટી જાહેરાત
  2. પાટણમાં 22 હજાર વૃક્ષો વાવી "શ્રી રામ વન" નિર્માણનો પ્રારંભ, ગુજરાતનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ બનશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.