ETV Bharat / state

Naran Rathva: દિગ્ગજ કૉંગ્રેસી નારણ રાઠવા ભાજપમાં જોડાયા, સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 4:43 PM IST

Updated : Feb 27, 2024, 6:22 PM IST

દિગ્ગજ કૉંગ્રેસી નારણ રાઠવા ભાજપમાં જોડાયા
દિગ્ગજ કૉંગ્રેસી નારણ રાઠવા ભાજપમાં જોડાયા

છોટા ઉદેપુર કૉંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ સિંહ રાઠવા ભાજપામાં જોડાતા કોંગ્રેસ માં મોટું ગાબડું પડયું છે. નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ સિંહ રાઠવાએ સી.આર. પાટીલે ખેસ પહેરાવીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો. Chhota Udepur Congress Naran Rathawa

આ બધી નાની મોટી ઘટના છે

છોટા ઉદેપુરઃ લોકસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે. તા. ૭ અને ૮ માર્ચના રોજ ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર માંથી પસાર થવાની છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા, તેમના પુત્ર સંગ્રામ સિંહ રાઠવા અને કાર્યકરો સાથે કોંગ્રેસ ને રામ રામ કર્યા છે. તેમણે ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા છે.

છોટા ઉદેપુર કોંગ્રેસમાં ગાબડુંઃ કોંગ્રસના દિગ્ગજ નેતા નારણ રાઠવા સાથે તેમના પુત્ર સંગ્રામ સિંહ રાઠવા અને કવાંટ તાલુકાના પંચાયતના કોંગ્રેસના સદસ્યો પણ ભાજપમાં જોડાતા છોટા ઉદેપુર કોંગ્રેસના કાંગરા ખરવા લાગ્યા છે. નારણ રાઠવાએ રાજ્યસભા સાંસદનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં જ તેઓ કોંગ્રેસ ને રામ રામ કરી ગાંધીનગર કમલમ ખાતે કેસરિયા ધારણ કર્યા છે. આ ઘટનાથી છોટા ઉદેપુર જ નહિ પણ સમગ્ર ગુજરાત કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા
સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા

કોણ છે નારણ રાઠવા?: કોંગ્રસના નેતા નારણ રાઠવાએ સરકારી નોકરી છોડી વર્ષ 1989માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જનતાદળ માંથી સૌ પ્રથમ વાર લોકસભા ની ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1991માં ફરી તેઓ જનતાદળ માંથી ચૂંટણી લડીને જીત્યા. ત્યારબાદ તેઓ જનતાદળ કોંગ્રેસમાં મર્જ થતાં 1996માં કોંગ્રેસ માંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1998 માં ફરી તેઓ કોંગ્રેસ માંથી ચૂંટણી જીતી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં ભાજપા ના ઉમેદવાર રામસિંહ રાઠવા સામે હારી ગયા હતા, 2004 માં ભાજપા ના ઉમેદવાર રામસિંહ રાઠવા ની સામે જીત મેળવી ડો. મનમોહનસિંહ ની સરકારમાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી બન્યાં હતાં. ત્યાર બાદ 2009, 2014માં ભાજપાના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. સ્વ. એહમદ પટેલની સાથે સારા સંબંધોને લીધે 2018માં રાજ્ય સભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા આવ્યાં હતાં. હાલમાં લોકસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા હોય જ્યારે સમગ્ર દેશમાં ભાજપનું પલ્લુ ભારે હોય સત્તા ની મોહ માયામાં ભાજપમાં જોડાવવા માટે અન્ય પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓમાં હોડ લાગી છે. જ્યારે કોંગ્રેસ ની પાસે હવે પ્રબળ નેતાઓની સંખ્યા વધું રહી નથી. આજરોજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવા ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ ગયા જે ઘટના છોટા ઉદેપુર કોંગ્રેસ માટે ભારે આઘાત રૂપ છે. આવનારાં દિવસોમાં ચૂંટણી હોય જ્યારે કોંગ્રેસ માટે સક્ષમ નેતા ની ઘટ વર્તાશે તેમ લાગી રહ્યું છે.

છોટા ઉદેપુર કોંગ્રેસમાં ગાબડું
છોટા ઉદેપુર કોંગ્રેસમાં ગાબડું

અફવા હકીકત બનીઃ છોટા ઉદેપુર લોકસભા બેઠક પર છેલ્લાં ઘણા સમય થી નારણભાઇ રાઠવા ભાજપ માં જોડાય તેવી વાતો વેગવંતી બની હતી. જે આજે હકીકત બની છે. જ્યારે ચુંટણી ની અગાઉ અગાઉ કોંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે. ભૂતકાળ માં છોટા ઉદેપુર ની ત્રણ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ નો દબદબો રહ્યો હોય જે દબદબો રાઠવા ત્રિપુટી ના કારણે જોવા મળતો હતો જેમાં નારણભાઇ રાઠવા, મોહનસિંહ રાઠવા એ હવે કોંગ્રેસ છોડી ને ભાજપમાં જોડાઈ ગયા હોય જેથી કોંગ્રેસના પાયા ડગમગી ગયા છે. જ્યારે ભૂતકાળમાં સંખેડા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ પણ ભાજપમાં જોડાતા હવે પંથકમાં કોંગ્રેસ પાસે ગણ્યા ગાંઠ્યા જ નેતાઓ જ રહ્યા છે. જેથી ભાજપનું પલડું ભારે બન્યું છે.

નારણ રાઠવા અને સંગ્રામ સિંહ રાઠવા પોતના કલંકિત ઇતિહાસ દબાવવા કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયા છે. મધપુડામાંથી એક મધમાખી છુટી પડી જાય તો તે કદાવર રહેતી નથી...પ્રો અર્જુન રાઠવા(નેતા, કોંગ્રેસ, છોટા ઉદેપુર)

  1. BSP MP Ritesh Pandey Resigns: લોકસભા ચૂંટણી 2024 પહેલા માયાવતીને મોટો ફટકો, BSP સાંસદ રિતેશ પાંડે ભાજપમાં જોડાયા
  2. Ashok Chavan Join BJP : અશોક ચવ્હાણે કેસરીયો ખેસ પહેર્યો, રાજ્યસભા માટે ઉમેદવારી કરશે ?
Last Updated :Feb 27, 2024, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.