ETV Bharat / state

Kirti Mandir: કેન્દ્રીય રાજ્ય પ્રધાન અજય ભટ્ટે કીર્તિ મંદિર ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ આપી, ટૂરિઝમ સંદર્ભે કેન્દ્ર સરકારની યોજનાઓ વર્ણવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 7:31 PM IST

Updated : Mar 1, 2024, 8:11 PM IST

પોરબંદરના કીર્તિ મંદિર ખાતે કેન્દ્રીય રાજ્ય રક્ષા પ્રધાન અજય ભટ્ટે મુલાકાત કરી. રાજ્ય રક્ષા પ્રધાને પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. કલેક્ટર દ્વારા અજય ભટ્ટનું સ્વાગત કરાયું અને સુતરની આંટી ભેટમાં અપાઈ. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Central State Cabinet Minister Ajay Bhatt

કેન્દ્રીય રાજ્ય કક્ષા પ્રધાન અજય ભટ્ટે પોરબંદર કીર્તિ મંદિરની મુલાકાત લીધી

પોરબંદરઃ કેન્દ્રીય રાજ્ય રક્ષા પ્રધાન અજય ભટ્ટે આજે સવારે પોરબંદર ખાતે કીર્તિ મંદિરની મુલાકાત લીધી. અજય ભટ્ટે પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી. મહાનુભાવોએ અજય ભટ્ટનું સુતરની આટીથી સ્વાગત કર્યુ. કલેક્ટરે સુતરની આટી ઉપરાંત બાપુની આત્મકથા અને રેટિંયોની પ્રતિકૃતિની ભેટ આપી.

ગાંધીજીને પુષ્પાંજલિ આપી
ગાંધીજીને પુષ્પાંજલિ આપી

ગાંધીજીને પુષ્પાંજલિઃ કેન્દ્રીય પ્રધાને કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજી તથા કસ્તુરબાને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ તેમણે સંગ્રહાલય, લાઈબ્રેરીની મુલાકાત કરી. આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથ સિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર રાયજાદાએ પ્રધાનનું સુતરની આટી દ્વારા સ્વાગત કર્યુ. ઉપરાંત કલેકટરે પૂજ્ય બાપુને પ્રિય એવો રેટિયો તથા મહાત્મા ગાંધીજીની આત્મકથા પ્રધાનને અર્પણ કરી. મહાનુભાવોએ અજય ભટ્ટનું સુતરની આટીથી સ્વાગત કર્યુ. કલેક્ટરે સુતરની આટી ઉપરાંત બાપુની આત્મકથા અને રેટિંયોની પ્રતિકૃતિની ભેટ આપી.

અજય ભટ્ટને રેંટીયાની પ્રતિકૃતિ ભેટ અપાઈ
અજય ભટ્ટને રેંટીયાની પ્રતિકૃતિ ભેટ અપાઈ

અજય ભટ્ટે ધન્યતા અનુભવીઃ કેન્દ્રીય રાજ્ય રક્ષા પ્રધાન અજય ભટ્ટે જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પર આવીને હું ધન્યતા અનુભવું છું. સત્ય અને અહિંસાના વિચારો બાપુએ પોતાના જીવનમાં અમલ કર્યા હતા. આજે સમગ્ર વિશ્વ સત્ય અને અહિંસાના વિચારોનું પાલન કરે છે. ભારતના તમામ લોકો એ આ સ્થળની મુલાકાત લઈ જોવા જેવું છે કે વિશ્વભરમાં સત્ય અને અહિંસાના પાઠ શીખવનાર મહાત્મા ગાંધીજીનું જીવન કેવું હતું? આ ઉપરાંત કીર્તિ મંદિરના વિકાસ માટે પ્રશ્ન પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે, આ સ્થળના વિકાસ માટે ટૂરિઝમ અને રાજ્ય સરકાર કોઈ પ્રપોઝલ આપશે તો તેને સત્વરે મંજૂર કરવામાં આવશે.

ટૂરિઝમ સંદર્ભે કેન્દ્ર સરકારની યોજનાઓ વર્ણવી

વિદેશી પ્રવાસીઓ ભારત પ્રત્યે આકર્ષાયાઃ રાજ્ય રક્ષા પ્રધાન અજય ભટ્ટે ગુજરાત તથા પોરબંદર જિલ્લાના પ્રવાસન સ્થળો બાબતે અધિકારીઓને માર્ગદર્શન આપી પ્રવાસન સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકારની યોજનાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય રાજ્ય રક્ષા પ્રધાન અજય ભટ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વંમા રાજ્ય અને દેશની ઐતિહાસિક ધરોહર ઉજાગર થઈ રહી છે. G20નો મેસેજ દુનિયાભરમાં પહોચ્યો છે અને વિશ્વના પ્રવાસીઓ ભારત તરફ આકર્ષાઈ રહ્યા છે. ઈ-વીઝા અને ફ્રી-વીઝા પોલીસીથી પર્યટન ઉધોગને વેગ મળશે. ગુજરાતમાં સ્ટચ્યૂ ઓફ યુનિટી, શિવરાજપુર બિચ, ગીર નેશનલ પાર્ક, અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના સ્થળોએ દેશ વિદેશથી પ્રવાસીઓ આવી રહ્યા છે. જેનાથી સ્થાનિક લોકોને પણ સારી એવી રોજગારી મળી રહી છે.

  1. Kirti Mandir Porbandar: ગાંધી જન્મ સ્થળે પ્રવાસન વિભાગ રામ ભરોસે, ગાઈડના અભાવે પ્રવાસીઓને હાલાકી
  2. Porbandar News: પોરબંદરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે જિલ્લા ભાજપની મિટિંગ યોજાઈ

Last Updated : Mar 1, 2024, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.