ETV Bharat / state

Census of Dolphins in Kutch Gulf : કચ્છ વનવિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરી હાથ ધરાઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 4:37 PM IST

કચ્છના દરિયાઇ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઇ છે. વનવિભાગની 27 ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા કુલ ત્રણ દિવસ સુધી ડોલ્ફિન માછલીની ગણતરી કરવામાં આવશે.

Census of Dolphins in Kutch Gulf  : કચ્છ વનવિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરી હાથ ધરાઇ
Census of Dolphins in Kutch Gulf : કચ્છ વનવિભાગ દ્વારા ડોલ્ફીનની ગણતરી હાથ ધરાઇ
દરિયાઇ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન

કચ્છ : કચ્છના ગલ્ફ વિસ્તારમાં અને કચ્છમાં કોરીક્રીકથી લઈને ગાંધીધામ વિસ્તારના દરિયાઇ વિસ્તારમાં પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત પ્રથમ વખત વનવિભાગ દ્વારા સંવેદનશીલ જળચર ડોલ્ફિનની ગણતરી હાથ ધરાઇ છે.કચ્છ વનવિભાગની કુલ 27 જેટલી ટીમ અને 100 જેટલા ગણતરીકારો દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી છે.

કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઇ વિસ્તારમાં ગણતરી : ડોલ્ફીન માછલી કે જે વાઈલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળના શિડ્યુલ 1માં આવે છે તેની વસતી ગણતરી પહેલીવાર મરીન નેશનલ પાર્કના નોડલ સ્થાને યોજાઈ રહી છે. દરિયાઈ જીવ સૃષ્ટિનું જળચર એવી ડોલ્ફીનના વસ્તી ગણતરી અભિયાન કચ્છના મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમારના માર્ગદર્શન હેઠળ કચ્છના અખાતમાં અને કોસ્ટલ એરીયામાં હાથ ધરવામાં આવી છે.કચ્છના અંદાજિત 160 કિલોમીટર જેટલા દરિયાઇ વિસ્તારમાં ડોલ્ફીનની કેટલી વસતી છે તેની ગણતરી માટેનું અભિયાન વનતંત્ર દ્વારા અલગ-અલગ 27 ટીમો બનાવીને કરવામાં આવી રહ્યું છે જે 3 દિવસ માટે ચાલશે.

કચ્છમાં મુખ્યત્વે humpback ડોલ્ફિન : ઉલ્લેખનીય છે કે ડોલ્ફીનએ એક સંવેદનશીલ જળચર છે અને તે મનુષ્ય તરફથી મળતા સંકેતો સહેલાઈથી અને ઝડપથી સમજી શકે છે. આ ઉપરાંત ડોલ્ફિન માછલી માનવીની જેમ જ હોંશિયાર, આનંદી અને રમતીયાળ હોય છે અને અવારનવાર જળસપાટી ઉપર આવીને કૂદકો મારે છે. સામાન્ય રીતે ડોલ્ફીન 5 થી 7 ફુટ સુધીની લંબાઈ ધરાવે છે અને ડોલ્ફિન પણ જુદી જુદી જાતોની હોય છે. કચ્છમાં મુખ્યત્વે humpback ડોલ્ફિન જોવા મળતી હોવાનું પશ્ચિમ કચ્છ નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

વનવિભાગ દ્વારા પ્રથમ વખત સર્વે : કચ્છ અને અખાતના દરિયામાં પ્રથમ વાર વનવિભાગ દ્વારા ડોલ્ફિન માછલીની ગણતરી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ દેહરાદૂન સ્થિત વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય દરિયાઈ વિસ્તારમાં કુલ 371 જેટલી ડોલ્ફિનમાંથી 235 જેટલી ડોલ્ફિન ઓખા અને કચ્છના અખાતમાં છે. એટલે કે 63 ટકા જેટલી મોટી સંખ્યામાં ડોલ્ફિન આ વિસ્તારમાં જોવા મળે છે. હાલમાં ચાલી રહેલી 3 દિવસીય ગણતરીના અંદાજ બાદ હાલમાં કેટલી સંખ્યા છે તેનો સાચો અંદાજ ગણતરી બાદ મળી શકશે.

3 દિવસમાં 27 ટીમો અને 100 જેટલા ગણતરીકારો : પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, ગુજરાતના સરકાર દ્વારા 2જી ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી કચ્છના અને ખંભાતના અખાતમાં ડોલ્ફિન માછલીના વસ્તીનો અંદાજનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કચ્છના કોરી ક્રીક વિસ્તારથી ગાંધીધામ સુધીના દરિયા કાંઠાના વિસ્તારોમાં 3 દિવસમાં 27 ટીમો અને 100 જેટલા ગણતરીકારો દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી થકી અંદાજ મેળવીને વનવિભાગ દ્વારા તેના રાહત-બચાવ અને સંવર્ધનની પ્રવૃત્તિઓને પણ વેગ આપવામાં આવશે.

અગાઉ પણ કચ્છના પોર્ટ વિસ્તારમાં જોવા મળી છે ડોલ્ફિન : ખાસ કરીને કચ્છના મુન્દ્રા, જખૌ પોર્ટ વિસ્તારમાં અને કોરીક્રીક વિસ્તારના છીછરા પાણીમાં ડોલ્ફીન વધુ જોવા મળતી હોય છે. કચ્છના અદાણી પોર્ટના આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ડોલ્ફિન જોવા મળી છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વિડrયો વાયરલ થયા છે.સૌથી વધારે અબડાસાના નલિયા વિસ્તારમાંના દરિયાકાંઠાઓ પીંગલેશ્વર, સિંધોડી, સુથરી,જખૌ, મોહાડી સહfત દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિન માછલીઓ કૂદકા મારતી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે.

  1. દ્વારકા દરિયામાં ડોલ્ફિનના અદભુત દ્રશ્યો
  2. નવસારીની પૂર્ણા નદીમાં હમ્પબેક ડોલ્ફિન માછલીઓની લટાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.