ETV Bharat / state

JP Nadda in Gujarat: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં, ભાજપના 'મિશન 2024'નો કરાવ્યો પ્રારંભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 12:01 PM IST

Updated : Jan 23, 2024, 2:23 PM IST

BJP National President JP Nadda in Gujarat
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર નડ્ડાનું સ્વાગત કરવા માટે ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અમિત શાહના કાર્યાલયનું ઉદ્ઘાટન

ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર નડ્ડાનું સ્વાગત કરવા માટે ભાજપના અગ્રણી નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું સંબોધન

26 સાંસદોના કાર્યલયોના ઉદ્ધાટન: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના લોકસભા સાંસદ અમિત શાહના કાર્યાલયનું આજે અમદાવાદમાં જેપી નડ્ડા ઉદ્ધાટન કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. મહાનુભાવોના હસ્તે ગુજરાતના 26 લોકસભા સાંસદોના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે જ્યારે કેટલાંક કાર્યાલોનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કરવામાં આવ્યું. એવું પણ જાણવા મળ્યું છે, જેપી નડડ્ડા અને અમિત શાહ ભાજપના અગ્રણી નેતાઓ સાથે બેઠક પણ કરશે અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણાની સાથે પ્રચાર અભિયાનને લઈને પણ રણનીતિ ઘડશે. જોકે, એ પહેલાં જેપી નડ્ડાએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપની આગામી વ્યૂહરચના અને સરકારની ઉપલબ્ઘીઓ વિશે વાત કરી હતી.

લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ: મહત્વપૂર્ણ છે કે, જેપી નડ્ડાએ એક જનસભાને પણ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ ગુજરાતમાં 26 એ 26 બેઠક પર જંગી બહુમતીથી જીતશે તેવો દાવો કર્યો હતો. સાથે જ કોંગ્રેસ પર જાતિગણનાને લઈને આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતાં.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું સંબોધન

CMનું સંબોધન: આ તકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ સંબોધન કર્યુ હતું જેમાં તેમણે ભાજપ સરકારની ઉપલબ્ધીઓની વાતો કરી હતી અને આગામી તમામ 26 લોકસભાની બેઠક 5-5 લાખની લીડથી જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

  1. AAP MLA ચૈતર વસાવાને 40 દિવસ બાદ મળ્યા જામીન, ભરૂચ જિલ્લામાં પ્રવેશબંધી
  2. Gujarat Police: રાજ્યમાં 5 IPS અધિકારીઓની હંગામી બઢતી, આ અધિકારીઓને મળ્યું પ્રમોશન
Last Updated :Jan 23, 2024, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.