ETV Bharat / state

ઝારખંડમાં ભાજપના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બન્યા CM ભુપેન્દ્ર પટેલ, જાહેર સભા સંબોધતા કહી મોટી વાત... - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 24, 2024, 7:53 PM IST

ઝારખંડમાં ભાજપના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બન્યા CM ભુપેન્દ્ર પટેલ
ઝારખંડમાં ભાજપના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બન્યા CM ભુપેન્દ્ર પટેલ

ઝારખંડની લોહરદગા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સમીર ઉરાંવે ઉમેદવારી નોંધાવી છે. ભાજપ ઉમેદવારે દાવો કર્યો કે, આ વખતે ઝારખંડની તમામ સીટ NDA ના પક્ષમાં આવશે. આ તકે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લોહરદગા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સમીર ઉરાંવે ઉમેદવારી નોંધાવી

ઝારખંડ : ભાજપના ઉમેદવાર સમીર ઉરાંવે શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા રિટર્નિંગ ઓફિસર કરણ સત્યાર્થી સમક્ષ લોહરદગા લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા અમર બૈરી, સાંસદ સુદર્શન ભગત સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન : લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા સમીર ઉરાંવે કહ્યું કે, મને દરેકનો સાથ મળી રહ્યો છે. નિશ્ચિતપણે આ વખતે પણ લોહરદગામાં ભાજપની જીત થશે. માત્ર લોહરદગા જ નહીં પરંતુ ઝારખંડની સમગ્ર 14 બેઠકો પર ભાજપ કબજો કરશે. નામાંકન નોંધાવતા પહેલા ચૂંટણી કાર્યાલયથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મોટરસાઇકલ શોભાયાત્રામાં સેંકડો કાર્યકરો પણ જોડાયા હતા. કાર્યકરો ઢોલ મંદારના તાલે નાચતા જોવા મળ્યા હતા.

CM ભુપેન્દ્ર પટેલ બન્યા મુખ્ય અતિથિ : ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે ભાજપના ઉમેદવાર સમીર ઉરાંવના નોમિનેશન કમ જાહેર સભામાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ મહાપર્વ ઝારખંડનું નસીબ ચમકાવવાનો તહેવાર છે. જેમાં તમે લોકસભા ચૂંટણીમાં ભાજપનો સાથ આપી જીતાડશો. તેવી જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ કમળના પ્રતિકનું બટન દબાવીને ભાજપના ઉમેદવારને જીતાડો. જેથી કરીને કેન્દ્ર અને રાજ્યમાં ડબલ એન્જિન સરકાર બને અને તમારા રાજ્ય ઝારખંડનો ચોક્કસપણે વિકાસ થાય.

ત્રીજી વખત પીએમ મોદીને દેશની સેવા કરવાની જવાબદારી સોંપવાનો શ્રેષ્ઠ અવસર લોકસભા ચૂંટણી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ ઝારખંડની જનતા લોહરદગા સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર સમીર ઉરાંવને 13 મેના રોજ કમળના પ્રતીક પરનું બટન દબાવીને પીએમ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવશે. -- ભુપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)

સીએમ પટેલનું સંબોધન : સીએમ પટેલે વધુમાં કહ્યું કે, ડબલ એન્જિન સરકાર આદિવાસીઓના વિકાસ માટે કામ કરી રહી છે. જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સરકાર પૂછે છે. એક સમય હતો જ્યારે બેંકો પણ લોન આપવા માટે ગેરંટરની માંગ કરતી હતી. પરંતુ મોદીજીના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના તમામ સમુદાયોનો વિકાસ કરીને મોદીજી પોતે ગેરેન્ટર બનીને લોન આપીને મહિલાઓ, ખેડૂતો અને અન્ય સમુદાયોને લાભ આપી રહ્યા છે.

અપક્ષ ઉમેદવારની હુંકાર : નોંધનીય છે કે, લોહરદગા લોકસભા મતવિસ્તારમાં ઈન્ડિયા ગઠબંધનમાં ભડકો થયો છે. ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા અને બિશુનપુરના ધારાસભ્ય ચમરા લિંડાએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ચમરા લિન્ડાએ કહ્યું કે, આદિવાસી લોકોને અધિકાર અપાવવા માટે અને પાણી, જંગલ અને જમીનની સુરક્ષા માટે મારે આગળ આવવું પડ્યું છે. સરના કોડ સહિત અન્ય બાબતો છે જે ફક્ત લોકસભા દ્વારા પસાર થઈ શકે છે. લોહરદગા સંસદીય મતવિસ્તારના લોકો આ વખતે તેમને ચોક્કસપણે ચૂંટશે, જેથી તેમની જમીનની સમસ્યાઓ હલ થઈ શકે.

  1. ચૂંટણી સભામાં બેભાન થઈ ગયા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા
  2. જેપી નડ્ડા ગજવશે બિહારની ચૂંટણી સભાઓ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ 6 કલાકમાં ત્રણ રેલી કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.