ETV Bharat / state

Mahesh Vasava: સી.આર.પાટીલ સાથે BTP અધ્યક્ષ મહેશ વસાવાની 'સૂચક' મુલાકાત, સત્વરે ભાજપમાં જોડાશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 9:53 PM IST

સી.આર.પાટીલ સાથે BTP અધ્યક્ષ મહેશ વસાવાની 'સૂચક' મુલાકાત
સી.આર.પાટીલ સાથે BTP અધ્યક્ષ મહેશ વસાવાની 'સૂચક' મુલાકાત

આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માજી ધારાસભ્ય મહેશ વસાવા અને તેમની ટીમે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ શુભેચ્છા મુલાકાતને એક 'સૂચક' મુલાકાત વધુ માનવામાં આવી રહી છે. હવે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમના કાર્યકરો સત્વરે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. BJP C R Patil BTP Mahesh Vasava

સુરતઃ આજે ભાજપ રાજ્ય અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે BTP અધ્યક્ષ મહેશ વસાવાએ 'સૂચક' મુલાકાત કરી હતી. મહેશ વસાવા સાથે તેમની ટીમ પણ આ મુલાકાતમાં જોડાઈ હતી. આ મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવે છે. ગુજરાત રાજકારણમાં હવે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને તેમના કાર્યકરો સત્વરે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક રસપ્રદ બની રહી છે.

ગુજરાતનું રાજકારણમાં પક્ષાંતરની ઋતુ જામીઃ લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જોરદાર ગરમાઈ રહ્યો છે. અત્યારે જોડ તોડ અને ભરતી મેળાની મોસમ ફૂલબહારમાં ખીલી છે. આજે BTP અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી છે. જેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ટૂંક સમયમા જાહેર સંમેલન કરીને BTPના અગ્રણી અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

ચૈતર વસાવા વિરુદ્ધ મજબૂત ટક્કરની તૈયારીઓઃ લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઈન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. જેનો માસ્ટર સ્ટોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય. ભરૂચમાં 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. ત્યારે એક ડેડિપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવશે અને ટક્કરને મજબૂત કરવામાં આવશે.

સત્વરે ભાજપમાં જોડાશે
સત્વરે ભાજપમાં જોડાશે

કોણ છે મહેશ વસાવા અને શું કહે છે?: મહેશ વસાવા BTPના અધ્યક્ષ છે. તેમના પક્ષ પાસે રાજસ્થાનમાં 3 અને મધ્ય પ્રદેશમાં 1 ધારાસભ્ય છે. આ કારણે ભાજપ મનસુખ વસાવાની બદલે મહેશ વસાવાને ભાજપમાંથી ભરૂચ લોકસભાની બેઠક પરથી ઉમેદવારી કરવી શકે છે. મહેશ વસાવાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં કહ્યું કે, આ નિર્ણયમાં મારા પિતા છોટુભાઈ વસાવા અમારી સાથે છે.

  1. C.R.Patil: આપ અને કૉંગ્રેસનું ગઠબંધન એટલે આંધળા અને લંગડાનું ગઠબંધન - સી. આર. પાટીલ
  2. ઝગડિયા બેઠક પર વસાવા V/S વસાવા, પિતા પુત્ર સામસામે આવતાં પરિવારનો વિવાદ પહોંચ્યો ચરમસીમાએ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.