ETV Bharat / state

Banaskantha news : 51 શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રા યોજાઇ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 4:24 PM IST

અંબાજીમાં ગબ્બર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આજે બીજા દિવસે પરિક્રમા મહોત્સવની શુભ શરૂઆત ભાદરવી પૂનમિયા સંઘના સહયોગથી માતાજીના ચરણની શ્રી પાદુકા યાત્રાથી કરાઇ હતી. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે આશરે બે લાખથી વધુ માઈ ભક્તો દર્શન કર્યાં હતાં.

Banaskantha news : 51 શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રા યોજાઇ
Banaskantha news : 51 શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રા યોજાઇ
ભક્તોને લાભ લેવા અપીલ

અંબાજી : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શરૂ થયેલ ગબ્બર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજ બીજો દિવસ છે. ત્યારે આજની પરિક્રમા મહોત્સવની શુભ શરૂઆત ભાદરવી પૂનમિયા સંઘના સહયોગથી માતાજીના ચરણની શ્રી પાદુકા યાત્રાથી કરાઇ હતી. જેમાં વહેલી સવારથી જ માઈ ભક્તો ગબ્બર તળેટી ખાતે માતાજીના ચરણ પાદુકા શિરે લઈ પરિક્રમા કરવા તૈયાર હતાં.

2 લાખ કરતાં વધુ માઈ ભક્તોએ લહાવો લીધો : શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે આશરે બે લાખથી વધુ માઈ ભક્તો ગબ્બર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લઈ દર્શન અને પરિક્રમાનો લહાવો લીધો હતો. જેમાં યાત્રિકોને આવવા - જવા સહિત, ભોજન પ્રસાદી , વગેરેની તમામ સગવડો પૂરી પાડવામાં આવી હતી.

મિની ભાદરવા સમાન : અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળામાં ચાલતા ,સંઘ લઈને આવતા માઈ ભક્તોનો જમાવડો તો સૌએ જોયો છે. પરંતુ પરિક્રમા મહોત્સવ કાર્યક્રમમાં પણ હાલ એવા જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતથી આવી રહેલા માઈ ભક્તો અંબાજી નગર વિસ્તારથી ચાલતા ગબ્બર તરફ અને ૫૧ શક્તિપીઠ વિસ્તારમાં પરિક્રમા કરતા નજરે ચડે છે. ત્યારે જાણે ભાદરવી પૂનમનો મેળો જામ્યો હોય તેમ મોટી સંખ્યામાં ભક્તો રસ્તા પર ચાલતા જોવા મળી રહ્યા છે. જેના લીધે વગર ભાદરવા માસે પણ ભાદરવા પૂનમના સમયનો ભાસ ઊભો થાય છે.

વધુમાં વધુ લોકોને 51 શક્તિપીઠના દર્શનનો લાભ લેવા આગ્રહ : બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલ દ્વારા જણાવાયું કે ગબ્બર 51 શક્તિપીઠ ખાતે સ્થાપિત શક્તિપીઠોએ સમગ્ર ભારત દેશમાં સ્થાપિત શકિત પીઠની પ્રતિકૃતિઓ છે જેમની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ગબ્બર ફરતે કરાઇ છે. ત્યારે ગુજરાત ની પ્રજા આ શક્તિપીઠના દર્શન અને ગબ્બર પર્વતની પરિક્રમા કરવાની અમૂલ્ય તક અને લહાવો મળી રહ્યો છે જેનો લાભ વધુમાં વધુ લોકો લે તેવો આગ્રહ જિલ્લા કલેકટર કમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં ચેરમેન દ્વારા કરવામાં આવ્યો છે.

  1. Banaskantha News : 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની આજથી થઈ શરૂઆત
  2. Banaskantha News : એકાવન શક્તિપીઠ મહોત્સવ આમંત્રણ રથનું પ્રસ્થાન, તારીખો નોંધી લો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.