ETV Bharat / state

Banaskantha Accident News : અંબાજી ચીખલા રોડ પર અકસ્માતમાં એકનું મોત, ઓવરસ્પીડ ટ્રેલર પલટ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 9:40 PM IST

Banaskantha Accident News : અંબાજી ચીખલા રોડ પર અકસ્માતમાં એકનું મોત, ઓવરસ્પીડ ટ્રેલર પલટ્યું
Banaskantha Accident News : અંબાજી ચીખલા રોડ પર અકસ્માતમાં એકનું મોત, ઓવરસ્પીડ ટ્રેલર પલટ્યું

બનાસકાંઠાના અંબાજી ચીખલા રોડ પર અકસ્માત સર્જાયો હતો. પાઇપ ભરેલ ટ્રેલર ઓવર સ્પીડના લીધે પલટી ખાઇ ગયું હતું. જેને લઇ અંદર બેઠેલ યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઓવર સ્પીડ બન્યું કારણ

બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખેડબ્રહ્મા રોડ પર ચીખલા વિસ્તાર નજીક પાઇપ ભરીને જતાં એક ટ્રેલરનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન તરફથી પાઇપ ભરી ને ખેડબ્રહ્મા તરફ જતા ટ્રેલર ઓવર સ્પીડિંગને લીધે ચીખલા વિસ્તાર નજીક વળાંક પર સ્ટિયરિંંગ પરનો કાબૂ ગુમાવવાના લીધે પલટી મારી ગયું હતું.

એકનું મોત એકને હોસ્પિટલ ખસેડાયો : ટ્રેલર ઓવર સ્પીડિંગને લીધે પલટી ગયાં બાદ લીધે ખેડબ્રહ્મા તરફ જતા રસ્તા પર રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જાતા અંબાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ટ્રેલરની કેબિનના ભાગમાં ફસાયેલ ડ્રાઈવર અને ક્લીનરને બચાવવાની કામગીરી શરૂ કરાઇ હતી જેમાં ટ્રેલરમાં સવાર બન્ને લોકોમાંથી એકનું મોત થયું હતું અને અન્ય એકને ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મૃતકની ઓળખ બાકી : સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે ટ્રક ડ્રાઇવરે ઓવર સ્પીડના લીધે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અંબાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃત્યુ પામનાર વ્યક્તિ અને ઇજાગ્રસ્ત થનાર વ્યક્તિની ઓળખ હજી થઇ શકી નથી.

વારંવાર અકસ્માતોની ઘટના : અંબાજી ખેડબ્રહ્મા હાઇવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતની ધટનાઓ જોવા મળે છે. જેનું મુખ્ય કારણ ઓવરલોડ માલસામાન ભરેલો હોય છે. તેના કારણે ડ્રાઇવર સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા હોય છે. આ રોડ ઉપર મોટા પ્રમાણ અકસ્માતની ઘટનાઓ જોવા મળે છે.

રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ : રાજસ્થાન તરફથી પાઇપ ભરીને ખેડબ્રહ્મા તરફ જતા ટ્રેલર ઓવર સ્પીડિંગને લીધે ચીખલા વિસ્તાર નજીક વળાંક પર સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવવાને લીધે પલટી મારી ગયું હતું. જેના લીધે ખેડબ્રહ્મા તરફ જતા રસ્તા પર રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ થયો હતો. અકસ્માત સર્જાતા અંબાજી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ટ્રેલરની કેબિનના ભાગમાં ફસાયેલ ડ્રાઈવર અને ક્લીનરને બચાવવાની કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતુે કે ટ્રેલરમાં બે લોકો સવાર હતાં તેમાંથી એકનુંં ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. તો અન્ય એકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઓવર લોડિંગના કારણે થતાં અકસ્માત : વાહનોના પાસિંગ સમયે જે નીતિનિયમો પ્રમાણે માલસામાનની હેરફેર કરવાની પરમિશન મળે છે, તે નિયમ અનુસાર ટ્રકચાલકોને માલસામાનભરી હેરાફેરી કરવી જોઈએ. તેની દેખરેખ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા સઘન ચેકિંગ રૂટિન રોડ રસ્તા ઉપર થવું જોઈએ. જેના કારણે ઓવરલોડ માલસામાન ભરતાં ટ્રકચાલકો અટકશે ત્યારે ઓવર લોડિંગના કારણે થતાં અકસ્માતમાં ઘટાડો થઇ શકે છે.

  1. Ambaji Accident : ભક્ષક પોલીસકર્મી ! નશાની હાલતમાં અકસ્માત સર્જનાર પોલીસકર્મી ઝડપાયો, ગાડીમાં મળ્યો દારૂ
  2. Ambaji News: યાત્રાધામ અંબાજીમાં ટ્રાફિક સમસ્યાનું થશે નિરાકરણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.