ETV Bharat / state

અમદાવાદમાં અમિત શાહે ભાજપ સરકારના વિકાસ કાર્યો જણાવી એચ એસ પટેલ માટે મત માગ્યાં - Amit Shah in Ahmedabad

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 9:49 AM IST

અમદાવાદમાં અમિત શાહે ભાજપ સરકારના વિકાસ કાર્યો જણાવી એચ એસ પટેલ માટે મત માગ્યાં
અમદાવાદમાં અમિત શાહે ભાજપ સરકારના વિકાસ કાર્યો જણાવી એચ એસ પટેલ માટે મત માગ્યાં

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણીમાં ભાજપ પ્રચાર માટે અમદાવાદમાં જનસભા સંબોધી હતી. ભાજપ સરકારના વિકાસ કાર્યોને યાદ કરાવી અમિત શાહે ભાજપના ઉમેદવાર એચ એસ પટેલને મત આપવા અપીલ કરી હતી.AMIT SHAH IN AHMEDABAD

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7 મી તારીખે ચૂંટણી મતદાન યોજાશે. જેને લઇને પક્ષપ્રચારમાં અમદાવાદ આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના ભાષણમાં ભાજપ સરકારની કામગીરી સુપેરે જણાવવા સહિત વિપક્ષ પર કટાક્ષ કર્યાં હતાં. જૂઓ અક્ષરસ: ભાષણ.

ભાજપ સરકારના વિકાસ કાર્યો બીજા ચરણમાં આપણા નરેન્દ્રભાઈ ખૂબ પૂરેપૂરો વિશ્વાસ છે કે તમામ બેઠકો પર કમળ ખીલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દિલ્હી પહોંચવાના છે. અત્યારે આપ્યું હોય નરેન્દ્રભાઈને લોકપ્રિયતાનું મોડલ કોઈએ આપ્યું હોય તો તે ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાં મોદી સાહેબે સર્વસમાવેશ થયા વિકાસની શરૂઆત કરી. શહેર હોય ગામડું જંગલ હોય કે દરિયા કિનારો હોય કે મેદાન હોય દરેક જગ્યાએ સરકાર પહોંચી છે, અમદાવાદવાસીઓએ ખાસ યાદ રાખવાનું કે કોંગ્રેસનું અહીંયા રાજ હતું ત્યારે એક વર્ષમાં છ છ મહિના સુધી કરફ્યુ રહેતો હતો. પરંતુ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા બાદ 23 વર્ષના જુવાનિયાને પૂછો એટલે શું તેને ખબર જ ન હોય કેમ કે નરેન્દ્રભાઈને આવ્યા બાદ કર્ફ્યુનો વારો જ આવ્યો નથી. સમગ્ર ગુજરાતને હુલ્લડમુક્ત કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. તેમજ બોમ્બ ધડાકા પણ શોધી શોધીને આવા વિરોધીઓને જેલ પાછળ પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. આ મોડલના આધાર પર આજે સમગ્ર દેશમાં આતંકવાદ અને નક્ષલવાદની સમાપ્તિનું અભિયાન છે.

કાશ્મીર મુદ્દે બોલ્યાં : કાશ્મીરમાંથી 370 હટાવવાની પ્રક્રિયા લોકસભામાં ચાલતી હતી ત્યારે કોંગ્રેસના રાહુલ બાબા ઊભા થયા હતા. તેમણે કહ્યું કે આ કલમ ના હટાવો. કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે પરંતુ લોહીની નદીઓ તો દૂરની વાત છે. છેલ્લા પાંચ વર્ષમાં કાંકરીચાળો પણ નથી થયો. નરેન્દ્રભાઈએ આતંકવાદ આકરા પગલાં લીધાં. પાંચ જ વર્ષમાં નરેન્દ્ર મોદીના શાસનમાં બિહાર નકસલમુક્ત થયું. ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પણ સલવાથી મુક્ત થયું. થોડું છતીસગઢમાં રહ્યું છે ત્યાં પણ હવે ભાજપ સરકાર આવી ગઈ છે. નરેન્દ્રભાઈ દેશને સુરક્ષિત કરવાનું તેમ જ સમૃદ્ધ કરવાનું કામ કરે છે.

અર્થતંત્રની પ્રગતિ : મનમોહન સિંહે દેશના અર્થતંત્ર પર ઉપકાર કર્યો કે 11માંથી બહાર ન થવા દીધું અને આપણા નરેન્દ્રભાઈએ 11માંથી પાંચમા નંબર પર લાવી દીધું. આગામી પાંચ વર્ષમાં પાંચમાં નંબર ઉપરથી ત્રીજા કે બીજા નંબરે આપણે પહોંચી જઈશું. નરેન્દ્રભાઈએ જે પોલિસી બનાવી હતી તેને ભૂપેન્દ્રભાઈ આગળ વધારે છે. ગુજરાત આજે સેમિકન્ડક્ટરનું હબ બની રહ્યું છે. ગુજરાત ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનનું પણ હબ બનવા જઈ રહ્યું છે. ગુજરાત ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ હબ બનવા જઈ રહ્યું છે.

વિપક્ષ પર કટાક્ષ : કોંગ્રેસિયાઓને આપણા વિરોધ સિવાય કશું આવડતું નથી. જવાલાલ નહેરુએ મુક્યો હતો પરંતુ ડેમ પૂરો ન કરી શક્યાં. જ્યારે નરેન્દ્રભાઈને ગુજરાતની જનતાએ મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે પૂર્ણ થયો. જ્યાં સુધી મનમોહનસિંહની સરકાર રહી ત્યાં સુધી ક્રૂડ ઓઇલ નીતિના નાણાં આપણને ન મળ્યા. કચ્છમાં ધરતીકંપ આવ્યો ત્યારે અટલજીએ આર્થિક પેકેજ આપ્યું. કોંગ્રેસ એને રોકીને બેસી ગઈ હતી. ગુજરાતના વીજ મથકોમાં 200 મેગા વોર્ડ વધારાની વીજળી આપણને ફાળવવામાં આવી હતી યુપીએ સરકારે તે પણ લઈ લીધી હતી. ગુજકોક પણ પાસ થઈ ગયો અને આતંકવાદની સમાપ્તિ થઈ હતી.

અમદાવાદનો વિકાસ : અમદાવાદમાં બીઆરટીએસ આવે તેનો વિરોધ કરવાનો મેટ્રો આવે એનો વિરોધ કરવાનો તેનો વ્યવહાર કરવાનો જોવા માટે આપણે બીઆરટીએસ અને મેટ્રો ને જોવા માટે તેમજ રિવરફ્રન્ટને જોવા માટે લોકો દેશવિદેશથી અહીંયા આવે છે જે કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. હું તો અમદાવાદમાં નાનપણથી છું પશ્ચિમનો વિકાસ તો જોકે સ્વાભાવિક થયો હતો. આજે જુઓ અમદાવાદ પશ્ચિમમાં મકાન લેવું હોય કે પૂરવામાં બંને બાજુ ભાવ સરખા થઈ ગયા છે. નરેન્દ્રભાઈએ સંકલ્પ કર્યો હતો કે પૂર્વ અને પશ્ચિમ હરખા હોવા જોઈએ. નરોડાથી વટવા સુધીની કેનાલ અહીંયા ગંદકી ફેલાવતી હતી તે ગંદકી ફેલાવતી કેનાલની ઉપર જ રોડ બનાવવાનો જ વિચાર કર્યો તેમજ ટ્રાફિકનું પણ નિવારણ થશે અને મચ્છરની સમસ્યાનું પણ નિવારણ થશે આવું વિઝન નરેન્દ્રભાઈ સિવાય કોઈની પાસે ન હોય. આપણા દહેગામનો વિકાસ કરવાનું પણ કામ કર્યું. યાત્રીઓ આકર્ષવામાં આપણું અમદાવાદ આગળ નીકળી ગયું છે.

વિકાસ પ્રોજેક્ટો અને રોજગાર : હેરિટેજ સિટી અમદાવાદ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બની છે. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હજારો કરોડની લાગતથી મેટ્રો ટ્રેન તેમજ હજાર કરોડ ખર્ચી અમદાવાદ બામણબોર રાજકોટ રોડ અમદાવાદના ત્રણ રેલવે સ્ટેશન નવા બનાવવાના. 1000 કરોડથી સાણંદની વચ્ચે ચોથી રેલવે લાઇન ધોલેરા સુધીની લાઈન યુવાનો માટે લોટરી લાગવાની છે. ધોલેરામાં દસ લાખ નોકરીની તકો કરવાની છે. આજે જેટલા અમૃત સરોવર બનાવાયા તેમજ નરેન્દ્રભાઈએ શરૂ કરેલી બધી યોજનાઓનું સો ટકા અમલીકરણ અમદાવાદ શહેરમાં થઈ રહ્યું છે. 70 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ તે રોડપતિ હોય કે કરોડપતિ તેને એક પણ ખર્ચાની જરૂર નહીં પડે. લોકોને ખબર હશે કે પહેલા તેમની સાથે કેવો વ્યવહાર થતો હતો અને અત્યારે તેમની સાથે કેટલો પ્રેમાળ વ્યવહાર દરેક દેશોમાં થઈ રહ્યો છે. કેટલા વર્ષોથી કોંગ્રેસે રામમંદિર અટકાવી રાખ્યું હતું નરેન્દ્રભાઈએ હમણાં હમણાં મંદિર બનાવ્યું છે.

  1. 'આ દેશ કુરાન અને શરિયાનાં આધારે ચાલી શકે નહિ', ગોધરાની સભામાં બોલ્યા અમિત શાહ - Lok Sabha Election 2024
  2. નરેન્દ્ર મોદી આદિવાસીઓના મિત્ર છે-અમિત શાહ, ભરુચના રાજપારડીમાં કેન્દ્રીય ગૃહપ્રધાને મનસુખ વસાવા માટે પ્રચાર કર્યો - Loksabha Election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.