ETV Bharat / state

Semiconductor plants : પીએમ મોદીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરાવ્યું, ધોલેરામાં કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવ રહ્યાં ઉપસ્થિત

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 13, 2024, 6:05 PM IST

પીએમ મોદીએ સાણંદ અને આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરાવ્યું, કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવ રહ્યાં ઉપસ્થિત
પીએમ મોદીએ સાણંદ અને આસામમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરાવ્યું, કેન્દ્રીયપ્રધાન અશ્વિની વૈષ્ણવ રહ્યાં ઉપસ્થિત

ભારતમાં સ્વદેશી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ગુજરાતના ધોલેરામાં મેગા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેબિલિટી (ફેબ) બનાવવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન થયું છે. આ પ્રોજેક્ટમાં રૂ. 91,000 કરોડના કુલ રોકાણ થશે. 20,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ કુશળ નોકરીઓનું સર્જન કરશે.

91,000 કરોડના કુલ રોકાણ થશે

અમદાવાદ : સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેબિલિટી (ફેબ) બનાવવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન સમારોહમાં કેન્દ્રીય રેલ, ટેલિકોમ, મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હજાર રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે સાણંદમાં પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું હતું. ધોલેરા, સાણંદ અને આસામમાં ત્રણ સેમી કંડકટર પ્લાન્ટમાં કુલ 1.25 લાખ કરોડનું રોકાણ થશે. આ સાથે ટાટા ઈલેક્ટ્રોનિક્સે વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે.

ભારતમાં સેમિકન્ડકટર કંપનીઓ શરૂ થશે : ધોલેરામાં 91000 કરોડ,સાણંદમાં 7500 કરોડનું રોકાણ કરવામાં આવશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આજે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યો છે. સેમિકન્ડકટર પ્લાન્ટ 1962 થી સ્થાપના કરવાનું વિચારી રહ્યા હતા,જે આજે સપનું પૂર્ણ થયું છે.. આગામી વર્ષોમાં ભારતમાં સેમિકન્ડકટર કંપનીઓ શરૂ થશે. ઇલેક્ટ્રિક ઉપકરણમાં તમામ જગ્યાએ સેમિકન્ડકટર લાગે છે..વિદેશમાં પણ હવે મેડ ઈન ઈન્ડિયા ચીપ્સ વળી વસ્તુઓ વેચાશે.. ટાટા અને સીજી પાવર ફેબ્રુઆરી ૨૦૨૪ માં ફકત 15 દિવસમાં આ પ્લાન્ટ માટે કામગીરી શરૂ થઈ છે.. ત્રણેય સેમિકન્ડક્ટર પ્લાન્ટએ અરજી કર્યાના 15 દિવસમાં સરકારે મંજૂરી આપી છે.

સેમિકન્ડક્ટર પાયાની જરૂરિયાત આ પ્રસંગે ટાટા સન્સના ડાયરેક્ટર નટરાજન ચંદ્રશેખરે જણાવ્યું કે સેમિકન્ડક્ટર ભારતને વિશ્વના ફલક પર લઈ જશે. ભવિષ્યમાં કોઈપણ દેશના વિકાસ માટે સેમિકન્ડક્ટર પાયાની જરૂરિયાત છે જેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સ્ટીલની જરૂર છે તેવી જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અને ટેકનોલોજીકલ વિકાસ માટે સેમિકન્ડક્ટરની જરૂર છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગથી નવી રોજગારીનું નિર્માણ થશે. સેમિકન્ડકટર ચિપ આજે તમામ જગાએ વાપરવામાં આવતી ચિપ છે. ભારતમાં પણ ચિપ બનશે જે તમામ મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે ફાયદાકારક નીવડશે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ભૂમિપૂજન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે ચીપ ફોર વિકસિત ભારતની મોદીએ આધારશિલા નાખી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોજિંદા જીવનમાં સંકળાયેલી છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગને રાજ્યમાં લાવવા માટે ગુજરાતે દેશમાં પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી બનાવી છે. ગુજરાતમાં માઇક્રોન બાદ વધુ 2 કંપની આવી છે. Cg પવાર અને ટાટા ઈલેક્ટ્રીક સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં નાખી રહ્યા છે. રાજ્યમાં 50000 નવી રોજગારી મળશે. સેમિકન્ડક્ટર પ્લાન્ટથી E મોબિલિટી, મોબાઈલ, હેલ્થ, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે.

ભારતને ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનાવશે ભૂમિપૂજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાયા હતાં. તેમણે આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશમાં આજે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ 1.25 લાખ કરોડના 3 પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો છે. આ 3 પ્રોજેકટ ભારતને ભવિષ્યમાં સેમિકન્ડક્ટર હબ બનાવશે. હું ભારતના પ્રયાસ થી ઉત્સાહિત છું. 21 મી સદી ટેકનોલોજીની સદી છે. સેમિકન્ડક્ટર વગર તેની કલ્પના મુશ્કેલ છે. પ્રથમ દ્વિતીય અને તૃતીય ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત પાછળ રહ્યું પરંતુ ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભારત આગળ પડતી ભૂમિકા ભજવશે. દુનિયામાં આજે જૂજ દેશ સેમિકન્ડક્ટર ઉત્પાદન કરે છે. કોરોનામાં દુનિયાને સેમિકન્ડક્ટર મહત્વ સમજાયું છે. ભારત સ્પેસ, પરમાણુ, ડિફેન્સ શક્તિ છે. હવે સેમિકન્ડક્ટર પાવર બનશે. ભારતમાં વિદેશ રોકાણ માટે સરકારે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિ સરળ કરી છે. ઇલેક્ટ્રોનિક્સ પોલિસી પણ સરળ બનાવી છે. ભારત દુનિયામાં બીજો મોટો મોબાઈલ મેન્યુફેક્ચર દેશ બન્યો છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝનો સૌથી વધુ લાભ રોજગારી અને ટેક્સ કલેક્શન મળશે. ભારત સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધી રહ્યો છે.

કોંગ્રેસ પર પ્રહાર તેમણે કહ્યું કે ભારત જુના વિચારો છોડી આગળ વધે છે. ભારતે સેમિકન્ડક્ટરમાં કેટલાક દશક ગુમાવ્યા છે. તેમણે ભૂતકાળની કોંગ્રેસ સરકાર ઉપર પ્રહારો કર્યા હતાં. ભારતે વર્ષ 1960 સેમિકન્ડક્ટર ઉત્પાદન કરવાનું વિચાર્યું હતું. પરંતુ તત્કાલીન સરકારોની ઈચ્છા શક્તિ ઓછી હોવાને કારણે સેમિકન્ડક્ટર ઉત્પાદન શક્ય બન્યું ન હતું. જૂની સરકારો સેમિકન્ડક્ટર ની જરૂરિયાત સમજવામાં નિષ્ફળ ગઈ હતી.

દર મહિને 50,000 વેફર્સ સુધીની ઉત્પાદન ક્ષમતા ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) સાથે ભાગીદારીમાં ભારતનું પ્રથમ AI-સક્ષમ અત્યાધુનિક ફેબ બનાવશે. ફેબમાં દર મહિને 50,000 વેફર્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે અને તેમાં ઉદ્યોગની શ્રેષ્ઠ ફેક્ટરી કાર્યક્ષમતા હાંસલ કરવા માટે ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગની જમાવટ કરતી નેક્સ્ટ જનરેશન ફેક્ટરી ઓટોમેશન ક્ષમતાઓનો સમાવેશ થશે. નવી સેમિકન્ડક્ટર ફેબ પાવર મેનેજમેન્ટ ICs, ડિસ્પ્લે ડ્રાઇવર્સ, માઇક્રોકન્ટ્રોલર્સ (MCUs) અને ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ લોજિક, ઓટોમોટિવ, કોમ્પ્યુટિંગ અને ડેટા સ્ટોરેજ, વાયરલેસ કોમ્યુનિકેશન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા બજારોમાં વધતી જતી માંગને સંબોધવા જેવી એપ્લિકેશનો માટે ચિપ્સનું ઉત્પાદન કરશે.

વાઇબ્રન્ટ સમિટમાં ટાટા ગ્રુપે સેમીકંડક્ટર પ્લાન્ટની જાહેરાત કરી હતી : જાન્યુઆરી 2024માં 20મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ બનાવવાના ટાટા જૂથના નિર્ણયની જાહેરાત કરી હતી. “ટાટા ગ્રૂપ ઘણા ક્ષેત્રોમાં અગ્રણી બનવાની પરંપરા ધરાવે છે. દેશ, અને અમને વિશ્વાસ છે કે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં અમારો પ્રવેશ આ વારસામાં ઉમેરો કરશે. માનવ અસ્તિત્વના દરેક પાસાઓના AI-આગેવાની ડીજીટલાઇઝેશન સાથે,સેમિકન્ડક્ટર સૌથી મહત્વપૂર્ણ બિલ્ડીંગ બ્લોક હશે. 2030 સુધીમાં, વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ US$1 ટ્રિલિયન થવાની ધારણા છે અને ભારતીય સેમિકન્ડક્ટરની માંગ US$ 110 બિલિયનને વટાવી જવાની ધારણા છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ભારતનો પ્રવેશ નોંધપાત્ર રીતે વૈશ્વિક પુરવઠા શૃંખલાઓનું જોખમ ઓછું કરશે અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતને ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી બનાવશે. ટાટા ગ્રુપ PSMC સાથેની ભાગીદારીમાં 28nm, 40nm, 55nm, 90nm અને 110nm સહિત ચિપ ઉત્પાદન કરશે.

  1. Dholera Semiconductor Plant: સેમિકન્ડક્ટર ભારતને વિશ્વના ફલક પર લઈ જશે - PM મોદી
  2. India's Techade: PM મોદીના હસ્તે 1.25 લાખ કરોડના ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.