ETV Bharat / state

Ayodhya Ram Mandir: પાદરા તાલુકાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા સમયે પથ્થરમારો, 10 જેટલી મહિલાઓને ઈજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 6:53 PM IST

Updated : Jan 22, 2024, 7:01 PM IST

10-women-injured-in-stone-pelting-during-ramjis-procession-at-bhoj-village-of-padra-taluk
10-women-injured-in-stone-pelting-during-ramjis-procession-at-bhoj-village-of-padra-taluk

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાનના શ્રીરામણી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ આ પ્રાણ પ્રતિષ્ઠા તરફ મીટ મારીને બેઠો છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે એકાએક કોમી છમકલાની ઘટના સામે આવી છે. ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાનપથ્થરમારો કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રામજીની શોભાયાત્રા સમયે પથ્થરમારો

વડોદરા: વડોદરા: પાદરા તાલુકાના ભોજ ગામમાં રામભક્તો દ્વારા રામની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન એકાએક પથ્થર મારો થયો હતો. જેને લઈને પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. પથ્થરમારામાં 10 જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પથ્થરમારાની ઘટનામાં 10 જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. સમગ્ર ઘટનાને લઈને ભોજ ગામે પોલીસનો કાફલો ખડે પગે કરી દેવામાં આવ્યો હતો. પાદરાનું પોલીસ તંત્ર એડે ગયું હોય તેમાં લાગી રહ્યું છે. પાદરામાં વારંવાર આવા છમકલાના બનાવો બનતા રહેશે. છેલ્લા છ મહિનામાં કેટલાક છમકલા બનવાને કારણે કેટલાક નિર્દોષ લોકો ઘવાયાં છે.

બંને જૂથને સમજાવવાનો પ્રયાસ: પાદરા તાલુકા ભોજ ગામે બનેલી ઘટનાને લઈને પોલીસ દ્વારા બંને સમજાવટ કરવામાં આવ્યો હતો પરંતુ બંને જૂથ આમને સામના આવી જવાને કારણે સમગ્ર માહોલ ગરમાઇ ગયો હતો. જેમાં 10થી વધુ મહિલાઓ ઈજાગ્રસ્ત બની હતી.

સામે આવેલી માહિતી અનુસાર સાંજે ચાર વાગ્યાના અરસામાં નીકળેલી ચાત્રા ફરતી ફરતી બેલીમ વિસ્તારમાં પહોંચી ત્યારે અચાનક જ આસપાસની અગાસીઓ ઉપરથી યાત્રા ઉપર પથ્થરમારો શરૂ થતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર અફડા તફડીમાં જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. તેમાં અગાસીઓ ઉપરથી યુવકોની સાથે કેટલીક મહિલાઓ અને યુવતીઓ પણ પથ્થરો ફેંકતા જોવા મળી હતી.

જાણવા મળતી માહિતી મુજબ શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારામાં પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું. ખેરાલુના 62 વર્ષીય પ્રવીણ ભાઈ બારોટ લગ્નપ્રસંગમાંથી આવતા હતા. તે સમય દરમિયાન કેટલાક અસામાજીક તત્વોના ટોળાએ તેઓ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમા પ્રવીણભાઈને માથામાં અને હાથે ઇજાઓ થતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

  1. Ayodhya Ram Mandir: ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીએ તેમના 11 દિવસના ઉપવાસ તોડ્યા, સીએમ યોગીએ મંદિરની પ્રતિકૃતિ રજૂ કરી
  2. પાટણમાં 22 હજાર વૃક્ષો વાવી "શ્રી રામ વન" નિર્માણનો પ્રારંભ, ગુજરાતનો પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ બનશે
Last Updated :Jan 22, 2024, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.