ETV Bharat / sports

WPL 2024 : એમેલિયા 'કેર' સામે ગુજરાત જાયન્ટસે 'દમ' તોડ્યો, મુંબઈ ઈન્ડિયન્સનો 5 વિકેટે ભવ્ય વિજય

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 11:28 AM IST

એમેલિયા 'કેર' સામે ગુજરાત જાયન્ટસે 'દમ' તોડ્યો
એમેલિયા 'કેર' સામે ગુજરાત જાયન્ટસે 'દમ' તોડ્યો

વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે બેંગલોર ખાતે રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચમાં આસાન જીત મેળવી ટુર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે. રોમાંચક મુકાબલાની સંપૂર્ણ વિગત

બેંગલોર : બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાયેલી મહિલા પ્રીમિયર લીગ (WPL) 2024 ની ત્રીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટે જીતી લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી એમેલિયા કેરે 17 રનમાં 4 વિકેટ મેળવી અને બેટિંગમાં 31 રન નોંધાવી શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું. આ સાથે બોલર શબનીમ ઈસ્માઈલની (3-18) શાનદાર બોલિંગના દમ પર મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 11 બોલ બાકી રહેતા પરાજય આપ્યો હતો.

ગુજરાત જાયન્ટ્સની વિકેટો ખરી પડી : મુંબઈની ટીમને પ્રથમ ઓવરમાં જ સફળતા મળી હતી. શબનીમ ઈસ્માઇલે અનુભવી વેદ કૃષ્ણમૂર્તિને શરૂઆતની ઓવરના ચોથા બોલ પર શૂન્ય પર પેવેલિયન મોકલી અને ત્યારબાદ ગુજરાત જાયન્ટ્સની એક પછી એક વિકેટ પડતી રહી. ગુજરાતની ટીમ 20 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી તનુજા કંવરે 28 રન, કેથરિન બ્રાયસે અણનમ 25 અને કેપ્ટન બેથ મૂનીએ 24 રન બનાવ્યા હતા. એશલે ગાર્ડનરની વિકેટ મુંબઈના બોલર કેરે લીધી હતી.

મુંબઈની ટીમનું શાનદાર પ્રદર્શન : વિમેન્સ પ્રીમિયર લીગમાં પોતાની બીજી મેચ જીતવા માટે મુંબઈની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 11 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. 127 રનના ટાર્ગેટનો પીછો કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન હરમનપ્રીત કૌરના અણનમ 46 અને કેરના 25 બોલમાં 31 રનની મદદથી જીત મેળવી હતી.

ચોથી વિકેટની ભાગીદારી મજબૂત : મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ આસાનીથી જીતી લીધી હતી. જોકે તેને શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઓપનર યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુસ 21 રન પર આઉટ થયા હતા. આઠમી ઓવરમાં ટીમનો સ્કોર 49/3 હતો જ્યારે નેટ સાયવર-બ્રન્ટ 22 રનના સ્કોર પર સિંગલ લેવાના ચક્કરમાં રન આઉટ થઈ હતી. હરમનપ્રીત અને અમેલિયા કેરે ચોથી વિકેટની ભાગીદારીમાં 66 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી.

  1. IPL 2024: ક્રિકેટનો મહાકુંભ IPL 22 માર્ચથી શરૂ થશે, ઓપનિંગ મેચમાં ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે ટક્કર
  2. Mohammed Shami: ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ફટકો, મોહમ્મદ શમી ઇજાના કારણે IPLમાંથી બહાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.