ETV Bharat / sports

Ranji Trophy : રણજી ટ્રોફી મુંબઇ વર્સિસ બરોડા મેચમાં તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ કર્યું મોટા ચમત્કારનું પુનરાવર્તન

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 1:57 PM IST

રણજી ટ્રોફી 2023-2024ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચમાં બરોડા સામે રમતા મુંબઈએ બીજી ઈનિંગમાં 569 રન બનાવ્યા હતા. મુંબઈ માટે 10મા-11મા ક્રમે બેટિંગ કરવા આવેલા તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ સદી ફટકારીને એક મોટા ચમત્કારનું પુનરાવર્તન કર્યું છે.

Ranji Trophy : રણજી ટ્રોફી મુંબઇ વર્સિસ બરોડા મેચમાં તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ કર્યું મોટા ચમત્કારનું પુનરાવર્તન
Ranji Trophy : રણજી ટ્રોફી મુંબઇ વર્સિસ બરોડા મેચમાં તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ કર્યું મોટા ચમત્કારનું પુનરાવર્તન

નવી દિલ્હી : રણજી ટ્રોફી 2023-24ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ મુંબઈ અને બરોડા વચ્ચે શરદ પવાર ક્રિકેટ એકેડમી સ્ટેડિયમ (BKC) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં મુંબઈના બે ખેલાડીઓ તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ એવું ઐતિહાસિક પ્રદર્શન કર્યું કે તેમનું નામ સુવર્ણાક્ષરે પાનામાં નોંધાઈ ગયું. 10 અને 11માં નંબર પર બેટિંગ કરતા બંને બેટ્સમેનોએ શાનદાર સદી ફટકારી અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 78 વર્ષ બાદ કરિશ્માનું પ્રદર્શન કર્યું છે.

તનુષ-તુષારે રચ્યો ઈતિહાસ : બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં મુંબઈએ બીજી ઈનિંગમાં 337 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી 10 અને 11મા નંબરના બેટ્સમેન તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ મળીને પોતાની ટીમનો સ્કોર 569 રન સુધી પહોંચાડ્યો હતો. 10માં નંબર પર બેટિંગ કરતા તનુષે 129 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 120 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તે જ સમયે, તુષારે 10 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 123 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

તુષાર અને તનુષ બંનેએ સદી ફટકારી : ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસમાં આ બીજી વખત એવું બન્યું કે 10 અને 11 નંબરના બેટ્સમેનોએ એક જ દાવમાં સદી ફટકારી. અગાઉ, આ સિદ્ધિ 1946 માં હાંસલ કરવામાં આવી હતી, જ્યારે ભારતીયો વિરુદ્ધ સરે મેચમાં, શુતે બેનર્જી અને ચંદુ સરવટેેએ 10-11 નંબર પર બેટિંગ કરીને સદી ફટકારી હતી.

રણજી ટ્રોફી મુંબઇ વર્સિસ બરોડા : મુંબઈના બેટ્સમેન તનુષ કોટિયન અને તનુષ દેશપાંડેની શાનદાર સદીની મદદથી મુંબઈએ બરોડાને 606 રનનો મોટો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈએ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. મુંબઈએ પ્રથમ દાવમાં 384 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવમાં બરોડાને 348ના સ્કોર પર આઉટ કરી દીધું હતું.

  1. Ajinkya Rahane : અજિંક્ય રહાણેનું લક્ષ્ય ભારતીય ક્રિકેટ ટીમ માટે 100 ટેસ્ટ મેચ રમવાનું છે
  2. ચેતેશ્વર પૂજારાએ ઝારખંડ સામેની મેચમાં ફટકારી બેવડી સદી, ઇન્ડિયન ટીમમાં થઈ શકે વાપસી !
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.