ETV Bharat / sports

Mohammed Shami heel surgery : મોહમ્મદ શમીએ કરાવી સર્જરી, જાણો મેદાનમાં ક્યારે પરત ફરશે ?

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 27, 2024, 1:14 PM IST

ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની એડી પર સર્જરી કરવામાં આવી છે. શમીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ અને કેટલીક તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. આ ચેમ્પિયન મેદાનમાં ક્યારે પરત ફરશે ? જુઓ આ અહેવાલ

મોહમ્મદ શમીએ કરાવી સર્જરી
મોહમ્મદ શમીએ કરાવી સર્જરી

નવી દિલ્હી : આગામી T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના જમણોડી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જેના કારણે તે ઘણા મહિનાઓ સુધી ટીમની બહાર હતો. વર્લ્ડ કપ પછી તે પુનર્વસન માટે બેંગલુરુમાં NCA ગયો, જ્યાં તેને ઈજામાં કોઈ રાહત મળી ન હતી. આખરે હવે મોહમ્મદ શમીને સર્જરી કરાવવી પડી છે.

મોહમ્મદ શમીએ સર્જરી કરાવી : સ્ટાર ફાસ્ટ બોલર શમીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે તેની સર્જરી સફળ રહી છે. પરંતુ તેને સ્વસ્થ થવામાં સમય લાગશે. મોહમ્મદ શમીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, હમણાં જ મારી એડીના અકિલીજ ટેન્ડનનું સફળ ઓપરેશન થયું છે. પગને સાજા થવામાં થોડો સમય લાગશે, પરંતુ હું ઝડપથી મારા પગ પર ફરી ઉભો થવા ઉત્સુક છું. તમને સૌને પ્રેમ.

IPL અને T20 વર્લ્ડ કપ નહીં રમે : મોહમ્મદ શમીને એડીની સર્જરીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં 6 મહિનાનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં શમી 22 માર્ચથી શરૂ થઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 17મી સિઝનમાં રમી શકશે નહીં. ગુજરાત ટાઇટન્સને દેખીતી રીતે જ આ ઘાતક બોલરની ખોટ વર્તાશે. ઉપરાંત મોહમ્મદ શમી 1 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ અને USA દ્વારા સંયુક્ત રીતે આયોજિત થનારા ICC T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર છે. શમીએ વર્લ્ડ કપ 2023 માં શાનદાર બોલિંગ કરી હતી, ત્યારે તેનું T20 વર્લ્ડ કપમાં ન રમવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

વર્લ્ડ કપ 2023 માં વિસ્ફોટક પ્રદર્શન : આ 33 વર્ષીય બોલરે વર્લ્ડ કપ 2023 માં પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી. શમીએ માત્ર 7 મેચમાં 24 વિકેટ લીધી અને પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ સમયગાળા દરમિયાન શમીને તેની એડીમાં ઘણી સમસ્યા હતી, પરંતુ પીડા હોવા છતાં આ ચેમ્પિયન બોલરે ટૂર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખ્યું. બોલિંગ કરતી વખતે શમીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ તેણે પોતાની પીડાને દબાવી રાખી અને ભારતને ફાઇનલ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી.

  1. Mohammed Shami: ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ફટકો, મોહમ્મદ શમી ઇજાના કારણે IPLમાંથી બહાર
  2. IND Vs ENG 4th Test Won : ભારતની ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે જીત, 5 વિકેટે કચડીને શ્રેણી કબજે કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.