ETV Bharat / sports

આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો, મેચ સાંજે 7:30 કલાકે શરુ થશે - PBKS vs SRH

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 9, 2024, 3:17 PM IST

Etv Bharat
Etv Bharat

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે PBKS અને SRH વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. બંને ટીમો આ સિઝનમાં પોતાની પાંચમી મેચ રમવા મેદાનમાં ઉતરશે.

નવી દિલ્હી: IPL 2024 ની 23મી મેચ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે રમાશે. મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. આ મેચમાં પંજાબની ટીમની કમાન શિખર ધવનના હાથમાં રહેશે જ્યારે હૈદરાબાદની કમાન પેટ કમિન્સ સંભાળશે. પંજાબ આ મેચમાં હોમ એડવાન્ટેજ લાભ લેવા માંગશે, જ્યારે SRH છેલ્લી મેચમાં હાંસલ કરેલ જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

બંને ટીમોની અત્યાર સુધીની સફર: પંજાબ કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તે 2 મેચ હારી છે અને 2 મેચ જીતી છે. અત્યારે પંજાબ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. હૈદરાબાદની ટીમે પણ અત્યાર સુધીમાં 4 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તે બે મેચ હારી છે અને બે મેચ જીતી છે. હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.

બંને ટીમો હેડ ટુ હેડ : પંજાબ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 21 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન હૈદરાબાદે 14 મેચ જીતી છે, જ્યારે પંજાબે માત્ર 7 મેચ જીતી છે. જો આ બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચોની વાત કરીએ તો અહીં હૈદરાબાદનો હાથ ઉપર છે. હૈદરાબાદે 5માંથી 3 મેચ જીતી છે જ્યારે પંજાબે માત્ર 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં પંજાબ પર હૈદરાબાદનો દબદબો છે.

પીચ રિપોર્ટ: મોહાલીના મુલ્લાનપુર સ્ટેડિયમની પીચ બોલરો માટે મદદરૂપ છે. આ પીચ પર ઝડપી બોલરો નવા બોલથી અને સ્પિનરો જૂના બોલથી અસરકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં બેટ્સમેનો માટે આ પીચ પર મોટો સ્કોર બનાવવો આસાન નહીં હોય. આ મેદાન પર માત્ર 1 મેચ રમાઈ છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 174 રનનો હતો.

બંને ટીમના મહત્વના ખેલાડીઓ: પંજાબ જોની બેરસ્ટો, શિખર ધવન, પ્રભસિમરન સિંહ, લિયામ લિવિંગસ્ટોન અને શશાંક સિંહ પાસેથી બેટ વડે રન બનાવવાની આશા રાખશે. તેથી કાગિસો રબાડા, અર્શદીપ સિંહ, રાહુલ ચહર અને હરપ્રીત બ્રાર પાસે બોલ સાથે વિકેટ લેવાની અપેક્ષા રાખવામાં આવશે. હૈદરાબાદ માટે આ મેચમાં ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન અને એડન માર્કરામ બેટથી રન બનાવતા જોવા મળી શકે છે. તો, પેટ કમિન્સ, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર અને મયંક માર્કંડેય બોલિંગની આક્રમણ જવાબદારી સંભાળશે.

બંને ટીમના મહત્વની સંભવિત પ્લેઈગ-11

પંજાબ: શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, અર્શદીપ સિંહ, રાહુલ ચાહર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા.

હૈદરાબાદ: કમિન્સ (કેપ્ટન), મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડેય, ટી નટરાજન.

  1. રાજસ્થાનના વિજય રથને રોકવા, ગુજરાત ટાઇટન્સની ટીમ લખનૌથી જયપુર જવા રવાના થઈ - IPL 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.