ETV Bharat / sports

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, મેચ પહેલા લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ - GT VS DC

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 17, 2024, 7:33 PM IST

Updated : Apr 17, 2024, 7:43 PM IST

Etv BharatIPL 2024
Etv BharatIPL 2024

ગુજરાત ટાઇટન્સ આજે તેના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. જો કે, આ જ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને હરાવ્યું હતું.

મેચ પહેલા લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

અમદાવાદ: IPL 2024ની 32મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે રમાશે. આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોમાં સાતત્યનો અભાવ જોવા મળી રહ્યો છે. બંને ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. જો કે, બંને ટીમોએ તેમની અગાઉની મેચો જીતી છે. આવી સ્થિતિમાં, બંને ટીમોનો ઉદ્દેશ્ય આ મેચ જીતીને બે મહત્વપૂર્ણ પોઇન્ટ મેળવવાનો રહેશે.

ગુજરાત ટાઇટન્સ જીત માટે હોટ ફેવરિટ: રામનવમી ના દિવસે ગુજરાત ટાઇટન્સ દિલ્હી કેપિટલ વિરૂદ્ધ બે પોઇન્ટ ની સરસાઇ માટે રમશે. ગુજરાત ટાઇટન્સના ફેન્સ ગીલની બેટિંગના અને રશીદ ખાન અને નુરની બોલિંગનાં દિવાના છે. ગુજરાત ટાઇટન્સ ના ફાસ્ટ બોલર મોહિત પર પણ ગુજરાત ટાઇટન્સ ના ફેન્સ મેચ વિનિંગની અપેક્ષા રાખે છે. ગુજરાત ટાઇટન્સ ના ફેન્સની અપેક્ષા રશીદ ખાન પાસે ઓલ રાઉન્ડર પરફોર્મન્સની છે.હોમ ગ્રાઉન્ડ પર રમતા ગુજરાત ટાઇટન્સ ફેન્સ માં જીત માટે હોટ ફેવરિટ છે. અનેક યુવતીઓ ગીલને જોવા સ્ટેડિયમ ખાતે આવી છે.

દિલ્હી કેપિટલ આંચકો આપી શકે છે: દિલ્હી કેપિટલ ભલે પોતાની 6 મેચ પૈકીની ફકત 2 મેચ જ જીત્યું હોય. પણ દિલ્લી કેપિટલ પોતાના કેપ્ટન રિષભ પંત..અને બોલિંગમાં કુલદીપ યાદવના પરફોર્મન્સ થી ગુજરાત ટાઇટન્સ ને પડકાર આપી શકે છે. અમદાવાદ ના નરેંદ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે દિલ્લી કેપિટલ ના ફેન્સ પણ હાજર રહ્યા છે. પોઇન્ટ ટેબલ માં રહેવા અને ટુર્નામેન્ટમાં ટકી રહેવા દિલ્લી કેપિટલના પૃથ્વી શો, સાઈ સુદર્શન, મૂળ ગુજરાતનો અક્ષર પટેલ મેચ વિનિંગ પરફોર્મન્સ કરી શકે છે.

ટોસ મહત્વનો સાબિત થશે: અમદાવાદ ના નરેંદ્ર મોદી સ્ટેડિયમ પર પહેલી બેટિંગ સ્લો રન રેટ થી થાય છે જે પ્રતિ સ્પર્ધી ટીમ માટે આસાન રહે છે. ટોસ જીતનાર પહેલા બોલિંગ પસંદ કરે છે. મોડી સાંજે મેદાન પર ડ્યું ફેક્ટર નો લાભ બીજી બેટિંગ કરનાર ટીમને મળે છે. અહીંનો ઇતિહાસ પણ એવો છે કે બીજી બેટિંગ કરનાર મેચ જીતે છે. ગુજરાત ટાઇટન્સ પોતાનો ૬ મેચ માં ચાર વિજય બાદ આજે પોતાનો પાંચમો વિજય નોંધાવી નેટ રનરેટ અને પોઇન્ટ ટેબલ માં સ્થાન સુધારવા પ્રયાસ કરશે. તો દિલ્હી કેપિટલ ટુર્નામેન્ટ માં 6 માંથી ફકત 2 જ મેચ જીતી છે, ત્યારે આજે 7 મી મેચમાં વિજય પ્રાપ્ત કરી ટુર્નામેન્ટમાં રહેવા દાવો કરવા પ્રયત્ન કરશે.

  1. સનરાઇઝર્સ હૈદરાબાદે ઐતિહાસિક સ્કોર બનાવ્યો અને RCBને 25 રનથી હરાવ્યું, ટ્રેવિસ હેડ જીતનો હીરો રહ્યો - RCB vs SRH
Last Updated :Apr 17, 2024, 7:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.