ETV Bharat / sports

IND Vs ENG Live : કાળી પટ્ટી પહેરી મેદાને ઉતર્યા ભારતીય ક્રિકેટર, ઇંગ્લેન્ડનો સ્કોર 290/5

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 1:20 PM IST

રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસની શરૂઆત 236 રનથી કરી હતી. બેન ડકેટની આક્રમક બેટિંગને ક્રીઝ પર જો રૂટ સહયોગ આપી રહ્યો છે. જોકે આ મેચમાં ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. જુઓ શા માટે ભારતીય ક્રિકેટરોએ આવું કર્યું અને ટેસ્ટ મેચની લાઈવ અપડેટ...

કાળી પટ્ટી પહેરી મેદાને ઉતર્યા ભારતીય ક્રિકેટર

રાજકોટ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ છે. રવિચંદ્રન અશ્વિનની ગેરહાજરીમાં ભારતીય ટીમ બોલિંગ કરવા ઉતરી છે. જોકે ભારતીય ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરતા પ્રેક્ષકોને અચરજ થયું છે. આ અંગે માહિતી આપતા BCCIએ કહ્યું કે, પૂર્વ ભારતીય ખેલાડી દત્તાજી રાવના સન્માનમાં ભારતીય ટીમે કાળી પટ્ટી પહેરી છે.

દત્તાજીરાવ ગાયકવાડને શ્રદ્ધાંજલિ : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દત્તાજી રાવનું 13 ફેબ્રુઆરી, મંગળવારના રોજ અવસાન થયું છે. દત્તાજી રાવ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન હતા. ભારતના સૌથી વધુ ઉંમરના કેપ્ટન હોવાનો રેકોર્ડ પણ દત્તાજી રાવના નામે છે. નોંધનીય છે કે, દત્તાજીરાવે 1952 થી 1961 વચ્ચે ભારત માટે 11 ટેસ્ટ મેચ રમી હતી. મેચની શરૂઆત પહેલા જ BCCI દ્વારા ઓફિશીયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી કે, ભારતના પૂર્વ કેપ્ટન અને સૌથી ઉમ્રદરાજ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડની યાદમાં ભારતીય ટીમ કાળી પટ્ટી પહેરશે. તેઓનું હાલમાં અવસાન થયું છે.

ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ : ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાને ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 47 ઓવરમાં 247 રન બનાવી લીધા છે. બેન ડકેટે 150 રન બનાવ્યા છે. જ્યારે ભારતની પ્રથમ ઇનિંગમાં કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી હતી. સરફરાઝ ખાને 66 બોલનો સામનો કરીને 61 રનની ઇનિંગ રમી હતી, જોકે તે રન આઉટ થયો હતો. મેડીકલ ઈમરજન્સીના કારણે રવિચંદ્રન અશ્વિન ટીમમાંથી બહાર થયો છે. ભારત હવે બાકીની મેચમાં ચાર બોલરો સાથે રમશે.

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચની લાઇવ અપડેટ્સ :

  • ઓવર 61 (290/5)
    રવિન્દ્ર જાડેજાએ આક્રમક બોલીંગ સાથે ઓવરની શરૂઆત કરી હતી. બેન સ્ટોક્સના એક સિંગલ સાથે બંને બેટ્સમેનોએ ઓવરમાંથી માત્ર એક જ રન લીધો છે.
  • ઓવર 60 (289/5)
    આ ઓવરમાંથી એક જ રન આવ્યો, બંને બેટ્સમેનોએ સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.
  • ઓવર 58 (284/5)
    સિરાજને ડીપ સ્ક્વેર લેગ અને ડીપ ફાઈન લેગ સાથે શોર્ટ બોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હોય તેવું લાગે છે. જોકે, તેણે ખરાબ બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો અને બેન સ્ટોક્સે મોકા પર ચોક્કો ફટકાર્યો.
  • ઓવર 57 (278/5)
    કુલદિપ યાદવની ઓવરમાં ત્રણ રન આવ્યા છે. બંને બેટ્સમેન આ સ્પિનરને સાવચેતીભર્યા અભિગમ સાથે સંભાળી રહ્યા છે.
  • ઓવર 56 (275/5)
    સિરાજની આ ઓવરમાં સિંગલ આવ્યો હતો, પરંતુ તે ઘણા હાફ ટ્રેકર્સ બોલ ફેંકી રહ્યો છે.
  • ઓવર 55 (274/5)
    કુલદિપ યાદવની ગુગલીથી બેન સ્ટોક્સ ડ્રિફ્ટ થયો અને બોલની લાઇન ચૂકી ગયો. બોલને અંદરની કિનારીએ મારવા જતા બેન બીટ થયો, પરંતુ જુરેલ પણ સ્ટમ્પની પાછળની બોલને સમજી ન શક્યો અને વિકેટની પાછળની બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો. ઈંગ્લેન્ડ ટીમને ચાર બાય મળ્યા.
  • ઓવર 54 (268/5)
    બંને બેટ્સમેન ધીરજ સાથે રમ્યા અને આ ઓવરમાંથી બે રન મેળવ્યા.
  • ઓવર 53 (266/5)
    બુમરાહ અને કુલદિપ યાદવની બોલિંગના ક્વોલિટી સ્પેલના કારણે બેન સ્ટોક્સ કોઈ પણ ફુલ લેન્થ બોલને ચૂક્યો નહીં. કુલદીપ યાદવે કરેલી ડિલિવરીને ઈંગ્લેન્ડના કેપ્ટને તાત્કાલિક સ્વીપ કરી હતી.
  • ઓવર 50.1 (260/5)
    કુલદીપ યાદવ ફરી ત્રાટક્યો. ભારતીય સ્પિનરે શોર્ટ બોલિંગ કરી અને તે આઉટ સાઈડમાં ખૂબ જ વાઈડ ગયો. જોકે, ડકેટે કવર પર લોફ્ટેડ શોટ રમવા પ્રયાસ કર્યો, જોકે તેનો અંદાજ ખોટો પડ્યો અને બોલ સીધો 30-યાર્ડ સર્કલ પાસે શુભમન ગિલના હાથમાં પડ્યો, કેચ આઉટ !
  • ઓવર 50 (260/4)
    સ્ટોક્સ હવે આક્રમક મોડ પર સ્વિચ થયો છે અને ભારતીય ટીમ માટે આ ખતરનાક સંકેત છે. બેન સ્ટોક્સે ઓવરનો બીજો બોલ મિડ-વિકેટ અને મિડ-ઓન વચ્ચે ફ્લિક કર્યો અને પછી આગળ વધીને કવર રિજનમાંથી સ્મેક ડ્રાઈવ રમ્યો.
  • ઓવર 49 (252/4)
    બેન સ્ટોક્સ હવે વળતો હુમલો કરવાનો અભિગમ અપનાવી રહ્યો છે. કુલદીપ યાદવના બોલને તેણે મિડ-ઓફ પર રમીને બાઉન્ડ્રી બહાર પહોંચાડ્યો.
  • ઓવર 48 (247/4)
    બુમરાહએ અસરકારક રીતે પેસનો ઉપયોગ કરી બંને બેટ્સમેનના હાથ બાંધી દીધા સાથે જ મેડન ઓવર કાઢી.
  1. Ashwin Withdraws From Rajkot Test : અશ્વિને રાજકોટ ટેસ્ટ અધવચ્ચે જ છોડી દીધી, કૌટુંબિક કારણોસર છોડી?
  2. Ind Vs Eng 3rd Test : અશ્વિનની મોટી ભૂલ ભારતને મોંઘી પડી, અમ્પાયરે કંઈપણ કર્યા વગર ઈંગ્લેન્ડને આપી ભેટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.