ETV Bharat / sports

Ind vs Eng Test series : હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં "અજેય" ટીમ ઈન્ડિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 23, 2024, 5:14 PM IST

રાજીવ ગાંધી સ્ટેડિયમમાં "અજેય" ટીમ ઈન્ડિયા
રાજીવ ગાંધી સ્ટેડિયમમાં "અજેય" ટીમ ઈન્ડિયા

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. અગાઉ પણ આ સ્ટેડિયમમાં ઘણી આંતરરાષ્ટ્રીય વનડે અને ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. તાજેતરમાં યોજાયેલ ODI વર્લ્ડ કપ 2024 ની ઘણી મેચ આ સ્ટેડિયમમાં રમાઈ હતી. જુઓ આ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના રેકોર્ડ

હૈદરાબાદ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરી, ગુરુવારથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમ જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. હૈદરાબાદના આ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતની જીતના આંકડા ધમાકેદાર છે. ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ મેચ હારી નથી.

"અજેય" ટીમ ઈન્ડિયા : હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ પર અત્યાર સુધીની 5 ટેસ્ટ મેચમાંથી ચાર મેચ ભારતે જીતી છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે. આ સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 2010 માં 12 થી 16 નવેમ્બરની વચ્ચે ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી. જોકે આ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં બ્રેન્ડન મેક્કુલમને શાનદાર બેવડી સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ભારત vs ન્યૂઝીલેન્ડ, 2012 : હૈદરાબાદના આ સ્ટેડિયમમાં બીજી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્ષ 2012 માં 23 થી 26 ઓગસ્ટ દરમિયાન રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. આ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને એક ઇનિંગ્સ અને 115 રનથી હરાવ્યું હતું. આ મેચમાં રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે બંને ઇનિંગ્સમાં 6-6 વિકેટ લીધી હતી. જોકે તેણે 37 રનનું યોગદાન પણ આપ્યું હતું.

ભારત vs ઓસ્ટ્રેલિયા, 2013 : વર્ષ 2013 માં 2 માર્ચથી 5 માર્ચ દરમિયાન રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને કારમો પરાજય આપ્યો હતો. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ કાંગારૂઓને એક ઇનિંગ અને 135 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ચેતેશ્વર પૂજારાએ 204 રનની ઇનિંગ રમી બેવડી સદી ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ મેચમાં પણ રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 3 અને બીજા દાવમાં પાંચ વિકેટ લીધી હતી.

ભારત vs બાંગ્લાદેશ, 2017 : આ મેદાન પર ચોથી મેચ ફેબ્રુઆરી 2017 માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચના પાંચમા દિવસે બાંગ્લાદેશને 208 રનથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં 204 રન અને બીજા દાવમાં 38 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં રવીચંદ્ર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ 6-6 વિકેટ લીધી હતી.

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ, 2018 : આ મેદાન પર ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઓક્ટોબર 2018 માં પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ત્રીજા દિવસે જ ભારતે વેસ્ટ ઇન્ડિઝને 10 વિકેટથી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરી સમગ્ર મેચમાં 10 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2018 બાદથી આ મેદાન પર કોઈ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમાઈ નથી.

  1. ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર ડેવોન કોનવે કોવિડ પોઝિટિવ હોવાને કારણે પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર
  2. NZ Vs PAK 4th T20I: ચોથી મેચમાં પણ પાકિસ્તાનની હાર, ન્યુઝીલેન્ડે 5 મેચની શ્રેણીમાં 4-0ની અજેય સરસાઈ મેળવી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.