ETV Bharat / politics

Election 2024: કોણ છે રાજપાલ જાદવ ? જેને ભાજપે પંચમહાલ લોકસભા બેઠક પર બનાવ્યા ઉમેદવાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 2, 2024, 10:34 PM IST

રાજપાલ જાદવ
રાજપાલ જાદવ

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠક પૈકી ૧૫ બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ ભાજપના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડને નો રીપીટ કરીને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

પંચમહાલ: આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જે પૈકી ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી 15 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ ભાજપના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડને નો રીપીટ કરીને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આગામી લોકસભા ચૂંટણીઓ પૂર્વે એક મેજર અપસેટ સર્જાયો છે જેમા મહીસાગરનું પત્તું કપાયું અને પંચમહાલ જિલ્લાને રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમારની પંસદગી બાદ પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે રાજપાલસિંહ જાદવની પસંદગી કરાઈ છે. તેની સાથે જ હવે પંચમહાલ ભાજપનુ રાજકીય પ્રભુત્વ વધુ મજબૂત બન્યુ હોવાની લાગણીઓ ભાજપ સમૂહમાં પ્રસરી જવા પામી છે. મહત્વપૂર્ણ છે કે, રતનસિંહ રાઠોડ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને હરાવીને લુણાવાડા બેઠક ઉપરથી અપક્ષના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યાર બાદમાં ભાજપમાં ભળી ગયાં હતાં.

ભાજપની નોરીપીટ થીયરી: ભાજપના સમર્થક બન્યા બાદ રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠકમાં ભારે આશ્ચર્ય વચ્ચે ભાજપના ઉમેદવાર બન્યા અને ભાજપના સાંસદ સભ્ય તરીકે વિજેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ સામે ખુદ ભાજપ સમૂહના આંતરિક વિરોધ વચ્ચે વધુ એક તક આપીને બીજી ટર્મ માટે ભાજપના ઉમેદવાર તરીકે પસંદ કરાશેની ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આવ્યો છે અને પંચમહાલને રાજ્યસભામાં સ્થાન મળ્યા બાદ મહિસાગરને સ્થાન મળશે અને રાજકીય ચર્ચાઓને હાસીયામાં ધકેલીને પૂર્ણવિરામ ફરમાવતા સત્તાધારી ભાજપના ચુકાદામા પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજપાલસિંહ જાદવને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે.

કોણ છે રાજપાલ સિંહ જાદવ ? હવે ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ માટે લુણાવાડા વિધાનસભા બેઠકમાં ભાજપનો પરાજય એ હાથ ના કર્યા હૈયે વાગ્યા હોવાની ચર્ચાઓ પુનઃ તેજ બની છે. રાજપાલસિંહ જાદવ મુળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે,અને બીએ થયેલા છે. ૧૯૯૮ની સાલમાં રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘમાં જોડાયા બાદ ૨૦૦૦થી ભાજપમાં તેઓ સક્રિય છે. આર્ટસ કોલેજના જીએસ સાથે જાહેર જીવનમાં પ્રવેશ કરનાર રાજપાલ સિંહ વર્ષ ૨૦૦૧માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને ૨૦૧૭માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી જ્યારે ૨૦૧૯માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. વર્ષ ૨૦૨૧થી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો ભાજપે નિર્ણય કરી તેમને ટિકિટ ફાળવતા સમગ્ર પંચમહાલ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે રાજપાલસિંહ માત્ર ૪૧ વર્ષના છે જેઓ લોકસભાની સીધી ચૂંટણી લડશે.

  1. Election 2024: PM વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી લડશે લોકસભાની ચૂંટણી, પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ
  2. Loksabah Election 2024: ગુજરાતની લોકસભાની 15 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા, 10 ઉમેદવારો રીપીટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.