ETV Bharat / politics

Lok Sabha 2024: જૂનાગઢ લોકસભા બેઠક લડવા માંગતા મુરતિયાઓને નિરીક્ષકોએ સાંભળ્યા, શીલ બંધ કવરમાં નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ તરફ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 9:36 PM IST

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોએ જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓને સાંભળ્યા હતા. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોની અંતિમ યાદી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલે તેવી શક્યતાઓ છે જે પૈકી 29મી ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના કેટલાક ઉમેદવારોની જાહેરાત થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે.

Lok Sabha 2024
Lok Sabha 2024
Lok Sabha 2024

જૂનાગઢ: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ત્રણેય નિરીક્ષકો બીનાબેન આચાર્ય વિક્રમ ચૌહાણ અને મનસુખભાઈ ખાચરિયાએ જૂનાગઢ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માંગતા મુરતીયાઓને બંધ બારણે સાંભળ્યા હતા. જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સહકારી આગેવાન દિનેશ ખાટરીયા જ્યોતિબેન વાછાણી સહિત કેટલાક પક્ષના કાર્યકરોએ લોકસભાની સામાન્ય ચૂંટણી લડવા તેમની ઈચ્છાઓ વ્યક્ત કરી છે.

29 તારીખે જાહેર થઈ શકે છે પ્રથમ યાદી: 28 તારીખે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં રાજ્યની તમામ 26 બેઠકો પરના મુરતિયાઓના નામ નક્કી કરીને રાષ્ટ્રીય કાર્યકારણીને મોકલવામાં આવશે. ત્યારબાદ આગામી 29 તારીખે ભાજપ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે તેવી શક્યતાઓ છે. જેમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થઈ રહી છે.

જિલ્લા કાર્યાલયે કાર્યકરોનો જમાવડો: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા કાર્યાલય દિન દયાલ ઉપાધ્યાય ભવન ખાતે ત્રણેય નિરીક્ષકોની હાજરીમાં તબક્કાવાર જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતા સાતેય વિધાનસભા બેઠકના કાર્યકરો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, તાલુકા જિલ્લા ગ્રામ પંચાયતના સભ્યો, પ્રમુખો અને સંગઠન સાથે સંકળાયેલા પ્રત્યેક કાર્યકરને ઉપસ્થિત નિરીક્ષકો બિનાબેન આચાર્ય, વિક્રમ ચૌહાણ અને મનસુખભાઈ ખાચરિયાએ બંધ બારણે સાંભળ્યા હતા. આજે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણેય નિરીક્ષકો દ્વારા સીલબંધ કવરમાં જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી લડવા માગતા મુરતિયાના નામો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ આગામી 29 તારીખે ગુજરાતની કેટલીક બેઠકોના ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતાઓ છે પરંતુ પ્રથમ યાદીમાં જૂનાગઢ બેઠક પરના ઉમેદવારોની જાહેરાત થાય તેવી શક્યતાઓ એકદમ નહીંવત જોવા મળે છે.

  1. Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ 'નવો ચહેરો' જાહેર કરે તો નવાઈ નહિ !!!
  2. Lok Sabha Elections 2024 : કોંગ્રેસનો ગઢ ગણાતી ભાવનગર બેઠક AAPને આપવા પાછળનું રાજકીય સમીકરણ શું ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.