ETV Bharat / politics

કોંગ્રેસે સાબરકાંઠાથી પૂર્વ CM અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી, ભાજપના ભીખાજી ઠાકોર સામે સીધો મુકાબલો - Sabarkantha Lok Sabha Seat

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 8:24 AM IST

સાબરકાંઠા લોકસભા બેઠક
સાબરકાંઠા લોકસભા બેઠક

સાબરકાંઠા લોકસભા બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી છે. જેઓ ભાજપના ભીખાજી ઠાકોર સામે ચૂંટણી લડશે.

સાબરકાંઠા: લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં અગાઉ સાત ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસે કરી હતી. જ્યારે આજે જાહેર થયેલી યાદીમાં કોંગ્રેસના વધુ 11 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. કોંગ્રેસે સાબરકાંઠા સીટ પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માથી ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. ડો.તુષાર ચૌધરી જીતે કે નહીં તે જોવું રહ્યું.

કોણ છે કોંગ્રેસના તુષાર ચૌધરી?

સાબરકાંઠા બેઠક પરથી ડૉ. તુષાર ચૌધરી લોકસભા ચૂંટણી પંજાના નિશાન પર લડશે. 59 વર્ષીય ડૉ. તુષારભાઈ ચૌધરીએ એમ.બી.બી.એસ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા અમરસિંહ ચૌધરીના પુત્ર છે. 2002 વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની પરંપરાગત સીટ વ્યારાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 2004ની લોકસભા ચૂંટણી સમયે ચૌધરી અને માંડવીના પૂર્વ સાંસદ છીતુ ગામીત ટિકિટ લેવા માટે હરીફાઈ થઈ હતી. અંતે તુષાર ચૌધરીને ટિકિટ મળી હતી. વર્ષ 2004 લોકસભા ચૂંટણીમાં તત્કાલીન માંડવી અને હાલની બારડોલી સીટ પરથી તેમને લોકસભા ટિકિટ મળી હતી. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2009 લોકસભા ચૂંટણીમાં તેઓ ફરીથી બારડોલી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા હતા.

ત્રણ ચૂંટણી સતત હારતા દક્ષિણ ગુજરાત છોડ્યું

2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં સળંગ બે વાર તેમણે બારડોલી સીટ પરથી પરાજયનો સ્વાદ ચાકવો પડ્યો હતો. તે ઉપરાંત ગત વિધાનસભા ચૂંટણી 2017 માં તેમણે સુરતની મહુવા સીટ પરથી મોહન ઢોડીયા સામે પરાજયનો સ્વાદ ચાંખો પડ્યો હતો. બાદમાં તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.

અશ્વિન કોટવાલે રાજીનામું આપતાં તુષાર ચૌધરીને ટિકિટ મળી

એક સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાની મોટાભાગની આદિવાસી બહુલ સીટો કોંગ્રેસ જીતતી હતી. તુષાર ચૌધરીને કોંગ્રેસે કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા હતા. તેમના શાસનકાળમાં કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં નબળી પડી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચૂંટણી લડવાની ઇનકાર કર્યો હતો. ગત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા તુષાર ચૌધરીને ટિકિટ મળી હતી. તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી જીતવામાં સફળ થયા હતા. તેમના પિતા અમરસિંહ ચૌધરી પણ ખેડબ્રહ્માથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપના ભીખાજી ઠાકોર સામે તૃષાર ચૌધરીનો સીધો મુકાબલો થશે.

ભીખાજી ઠાકોર સામે લડશે: સાબરકાંઠામાં બે ટર્મ બાદ ભાજપે ઉમેદવાર બદલ્યો છે. ભાજપે દીપસિંહ રાઠોડની ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. 56 વર્ષના ભીખાજી ઠાકોર ધોરણ 10 પાસ છે. તેઓ અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2000, 2005 અને 2015માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ દરમિયાન તેઓ એક વાર જિલ્લા પંચાયતમાં આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પદ પર રહ્યા હતા. મેઘરજ માર્કેટયાર્ડના ડિરેક્ટર તરીકે પણ ચૂંટાયા હતા. મેઘરજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ડિરેક્ટર, વાઇસ ચેરમેન રહ્યા છે. 2022 થી મેઘરજ એપીએમસીના ચેરમેન તરીકે કાર્યરત છે. હાલમાં સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે.

  1. આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી - Anand Lok Sabha Seat
  2. કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024
  3. Kheda Lok Sabha Seat: સતત ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા
  4. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.