ETV Bharat / politics

લોકસભા ચૂંટણી 2024, આજે પાંચમા તબક્કાનું મતદાન શરૂ, 8 રાજ્યોની 49 બેઠકો પર વોટિંગ - loksabha election 2024 fifth phase

author img

By ETV Bharat Gujarati Team

Published : May 19, 2024, 6:43 AM IST

Updated : May 20, 2024, 8:54 AM IST

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પાંચમા તબક્કાની ચૂંટણી ખુબ જ રોચક માનવામાં આવી રહી છે. આ તબક્કામાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ સહિત ઘણા દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે. જોકે એ તો 4 જૂને જ ખબર પડશે કે, જનતા જનાર્દને કોના પક્ષમાં મતદાન કરીને સત્તાનું સુકાન સોંપ્યું છે. loksabha election 2024 fifth phase voting

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો માટે મતદાન ((ETV Bharat Graphics))

હૈદરાબાદઃ લોકસભા ચૂંટણી 2024ના ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે એટલે કે, સોમવારે 20 મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પડઘમ શનિવારે સાંજે 6 વાગ્યે શાંત થઈ ગયાં હતાં. પાંચમા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટેના છેલ્લા દિવસે તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, મતદાનના પાંચમા તબક્કામાં 8 રાજ્યોની 49 બેઠકો સામેલ છે, જ્યાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચાલો એક નજર કરીએ.

આ રાજ્યોમાં થશે મતદાન

 • ઉત્તર પ્રદેશ: લખનૌ, મોહનલાલગંજ, હમીરપુર, જાલૌન, રાયબરેલી, અમેઠી, ઝાંસી, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, ફૈઝાબાદ, કૈસરગંજ અને ગોંડા.
 • મહારાષ્ટ્ર: ધુલે, ડિંડોરી, નાસિક, પાલઘર, ભિવંડી, કલ્યાણ, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-પશ્ચિમ, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ દક્ષિણ-મધ્ય અને મુંબઈ દક્ષિણ.
 • બિહાર: સીતામઢી, મધુબની, મુઝફ્ફરપુર, સારણ અને હાજીપુર.
 • ઓડિશા: બારગઢ સુંદરગઢ, બોલાંગીર, કંધમાલ અને આસ્કા.
 • ઝારખંડ: ચતરા, કોડરમા અને હજારીબાગ.
 • પશ્ચિમ બંગાળ: બોનગાંવ, બેરકપુર, હાવડા, ઉલુબેરિયા, શ્રીરામપુર, હુગલી અને આરામબાગ.
 • જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લા
 • લદ્દાખ

આ દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર

રાયબરેલી અને અમેઠી વચ્ચે જોરદાર ટક્કર

મતદાનનો પાંચમો તબક્કો વિરોધ પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનો છે, કારણ કે તેમાં કોંગ્રેસની વારસા સમાન બંને બેઠકો રાયબરેલી અને અમેઠીનો સમાવેશ થાય છે. આ વખતે સોનિયા ગાંધીની જગ્યાએ રાહુલ ગાંધી રાયબરેલીથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડી રહ્યા છે.

રાજકીય તબક્કામાં બારામુલાથી ઓમર અબ્દુલ્લા

સોમવારે જમ્મુ-કાશ્મીરની સીટ બારામુલ્લામાં પણ મતદાન થશે. આ સીટ પર નેશનલ કોન્ફરન્સના ઓમર અબ્દુલ્લા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન તેમની સામે છે. જો ઉમરની વાત કરીએ તો તેમની ત્રણ પેઢીઓ રાજકારણમાં રહી છે. તેમના દાદા શેખ અબ્દુલ્લા, પિતા અને રાજ્ય ફારૂક અબ્દુલ્લા રાજ્યના સીએમ રહી ચુક્યા છે.

સારણ બેઠક બની હોટ સીટ

બિહારની સારણ લોકસભા સીટ પણ ચર્ચામાં છે. ભાજપ સાંસદ રાજીવ પ્રતાપ રૂડી ફરી એકવાર અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તે જ સમયે તેમની સામે આરજેડી તરફથી રોહિણી આચાર્ય લડી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે, રોહિણીને કોઈ પરિચયની જરૂર નથી. તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવની પુત્રી છે અને સિંગાપોરથી અહીં ચૂંટણી લડવા આવી છે.

 1. પાંચમાં તબક્કાની હાય પ્રોફાઇલ્સ બેઠક, રાહુલ અને સ્મૃતિના ભાવિનો ફેસલો - lok sabha election 2024
 2. અમારો ઉદ્દેશ્ય બંધારણની રક્ષા કરવાનો છે - રાહુલ ગાંધી - rahul gandhi

Last Updated : May 20, 2024, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.