ETV Bharat / politics

Daman Lok Sabha Seat: દમણ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ચૂંટણી લડશે વર્તમાન સાંસદ લાલુ પટેલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 1:29 PM IST

Daman Lok Sabha Seat
Daman Lok Sabha Seat

ભાજપે દમણ-દિવના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુ પટેલના નામની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. તેમના નામની જાહેરાત થતાં પરિવારજનોમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

દમણ લોકસભા બેઠક

દમણ: કેન્દ્ર શાસિત દમણ દીવ લોકસભાના ઉમેદવાર માટે ભાજપ દ્વારા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દમણ દિવ માટે લાલુભાઈ પટેલને રિપીટ કરાયા છે. લાલુભાઈ પટેલ આ વખતે ચોથી વાર લોકસભા સીટની ચૂંટણી લડવાના છે. આ પહેલા તેઓ સતત 3 ટર્મથી જીતતા આવ્યા છે.

Daman Lok Sabha Seat
Daman Lok Sabha Seat

પોતાની ખુશી વ્યક્ત કરતા લાલુ પટેલે જણાવ્યું હતું કે, લોકોના આશીર્વાદથી અને ભાજપનો તેનામાં રહેલો વિશ્વાસ તેમને આ ટિકિટ અપાવવામાં મહત્વ સાબિત થયો છે. આ વખતે મોદી સરકારનો 400 પારનો નારો છે જેમાં દમણ દિવ પ્રથમ સીટ હશે. તેઓએ આ વિસ્તારમાં અનેક વિકાસના કાર્ય કર્યા છે. આવનારા સમયમાં પણ ફરી ચોક્કસ વિજય મેળવશે અને જનતાના કામ કરતા રહેશે.

પરિવારજનોમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ
પરિવારજનોમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ

કાર્યકરોમાં ખુશીનો માહોલ: લાલુભાઈને ચોથી વાર ઉમેદવાર જાહેર કરતા તેમના પરિવારજનોમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમના પત્નીએ તેમને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

ઉલ્લેખવનીય છે કે દમણ-દિવ બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.

  1. 10 ઉમેદવારો રિપીટ તો 5 નવા ચહેરાને સ્થાન, મનસુખ વસાવાને સતત 7મી વાર ટિકિટ, મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતાર્યા
  2. Banaskantha Lok Sabha Seat: પશુપાલન અને ડેરી ક્ષેત્રે મહત્વના એવા બનાસકાંઠાના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.