'અરે પૂનમ પાંડે ! કેન્સર કોઈ મજાક નથી, અસંવેદનશીલ પબ્લિસિટી સ્ટંટ શા માટે ? '

author img

By ETV Bharat Gujarati Desk

Published : Feb 4, 2024, 8:03 AM IST

અરે પૂનમ પાંડે ! કેન્સર કોઈ મજાક નથી

જ્યારે લોકો 'કેન્સર જેવી ગંભીર બીમારીનો અભદ્ર મજાક બનાવે છે, તો તે અમારા જેવા લોકોને ગમતું નથી. આવું કહેવું છે દિલ્હીના વરિષ્ઠ પત્રકાર તૌફિક રશીદનું. તેઓ પોતાના આ લેખમાં વાસ્તવિક કેન્સરના દર્દીઓ અને તેમની વેદના વિશે વાત કરી રહ્યા છે. તેઓ સમજાવી રહ્યાં છે કે મોડલ પૂનમ પાંડેનો પબ્લિસિટી સ્ટંટ 'અત્યંત અસંવેદનશીલ' કેમ છે.

નવી દિલ્હીઃ એ દિવસે હું શ્વાસ રોકીને મારા પિતરાઈ ભાઈના ગુડ મોર્નિંગ મેસેજની રાહ જોઈ રહ્યો હતો. થોડા મહિના પહેલા સુધી, હું આવા સંદેશાઓને એવા વ્યક્તિ માટે ટાઈમ પાસનું સાધન માનતો હતો કે જેઓ હમણાં-હમણાં જ નિવૃત્ત થયા હોય. જો કે, હવે તેમના ફોન નંબર પરથી આવતા સંદેશાઓ મને પરેશાન કરી દે છે, કારણ કે હવે તે એક વાર્તા સાથે આવે છે. સવાર-સવારમાં આવતા આવા સંદેશાઓનો અર્થ એ છે કે તે ઠીક છે.

જે લોકોના સંદેશાઓ થોડા મોડા પહોંચે છે, તેઓ અનુમાન લગાવે છે કે તેમના દિવસની શરૂઆત ખરાબ થઈ છે. તેમની પાસે કોઈપણ સંદેશાઓ દર્શવાતી વાર્તાઓ નથી. અસહ્ય પીડા અને થાકની એક રાતની આ કહાની જે દિવસભર ચાલું રહી શકે છે.

કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ
કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ

મારા પિતરાઈ ભાઈ, જેની ઉંમર 60 વર્ષ થી વધુ છે, તે પેટના કેન્સર સામે લડી રહ્યો છે, જેને મેટાસ્ટેસિસ થઈ ગયું છે. તેની સાથે, અમારા પરિવારના દરેક વ્યક્તિ દરરોજ આ રોગ સામે લડી રહ્યા છે. અમારી વાતચીત કીમો સાયકલ, દુખાવો અને ઉબકાઓ જેવા શબ્દોની આસપાસ ફરતી હોય છે. ક્યારેક હું તેની બહેન અથવા પુત્રને ફોન કરું છું અને તેમની તબિયત વિશે પૂછી લઉઁ છું.

હું સામાન્ય રીતે એ પૂછું છું કે શું તે કંઈપણ ખાવા માટે સક્ષમ છે, અને જો તેને ખાધું છે, તો શું તે તેને પચાવી શકે છે? એક સામાન્ય કાશ્મીરી જે પોતાના રોજિંદા જીવનમાં 'સબ્જી ગોશ'નો શોખીન હતો, તે હવે અર્ધ ખોરાક લેવા માટે સક્ષમ છે. તે પણ મુશ્કેલીથી પચાવી રહ્યો છે. આ રોગે ભરડો લીધો છે.

હેલ્થ રિપોર્ટર તરીકે, હું આ પહેલા ઘણી વખત તેનીથી ઝઝૂમી ચુક્યો છું. મેં કેન્સર સામે લડતા અને તેને હરાવતા ઘણા લોકોના અદ્ભુત કિસ્સાઓ સાંભળ્યાં છે. એવા ડૉક્ટરોનો સંઘર્ષ જોયો છે જેઓ રોજ-બ-રોજ આ બિમારીનો સામનો કરતા રહે છે. જોયું છે કે, કેવી રીતે કેન્સરની સારવારમાં નવી ટેકનોલોજી અને પ્રગતિ વિશે સાંભળીને દર્દીઓ અને તેના પરિવારોના સભ્યોનો ચહેરો એક નવી આશાથી ચમકી ઉઠે છે.

કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ
કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ

થોડા સમય પહેલા મે મારા જૂના મિત્ર અને ભારતના સૌથી પ્રખ્યાત ઓન્કોલોજિસ્ટ માંથી એકને પૂછ્યું હતું કે શું નિદાન અને સારવારમાં મોટી પ્રગતિ હોવા છતાં પણ આ રોગ મૃત્યુ તરફ દોરી શકે છે ? તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઘણી સારવારો લાભદાયી સાબિત થઈ શકે છે, પરંતુ જો લોકો જાગૃત હોય તો. તેમણે એ પણ સમજાવ્યું કે, આ રીતના કેન્સરની અદ્યતન સારવાર અને સંભાળ સૌ કોઈને પોસાય તેમ નથી, ખાસ કરીને ભારત જેવા દેશમાં. તેમણે કહ્યું હતું કે 'ખર્ચ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આ એક મોટો પડકાર છે. અમેરિકા જેવા દેશમાં પણ લોકો કેન્સરની સારવારનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ છે.

તેથી જ જ્યારે લોકો કેન્સર જેવા રોગની અભદ્ર મજાક ઉડાવે છે, તો તે અમારા જેવા લોકોને બિલ્કુલ ગમતું નથી. આપણે જાણીએ છીએ કે આ રોગ કોઈ મજાક નથી. ગઈ કાલે મારા માટે આવો જ એક દિવસ હતો. ખોટા કારણોસર માધ્યમમોમાં ચમકનારી એક મોડલની કેન્સરના કારણે અચાનક મૃત્યુની ખબર સાંભળવા મળી તો મને ખુબ આઘાત લાગ્યો હતો.

કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ
કેન્સર અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ

બાદમાં જ્યારે મેં તેના પહેલાના વીડિયો જોયા ત્યારે મને શંકા ગઈ. મેં વિચાર્યું કે સર્વાઇકલ કેન્સરથી કોઈ ચાર દિવસમાં મૃત્યું ન પામી શકે અને મેં મારો ભય મારા મિત્રોને પણ શેર કર્યો. જો કે, આ સમાચાર મને ઘણા વર્ષો પાછળ લઈ ગયા જ્યારે મારા માર્ગદર્શક અને પ્રથમ બોસ 54 વર્ષની વયે લ્યુકેમિયાથી મૃત્યુ પામ્યા. ખૂબ જ વહેલું નિદાન થયા પછી પણ, તેમને ગુમાવવાનો આઘાત ફરી તાજો થઈ ગયો, કારણ કે તેઓ થોડા સમય બાદ મૃત્યુ પામ્યા.

મને યાદ આવ્યું કે મેં કેવી રીતે એઈમ્સના કાર્ડિયોલોજિસ્ટ પાસેથી મંજુરી મેળવી હતી, કારણ કે બોસનું હૃદય નબળું હતું. તેમના હૃદયની સ્થિતિને ધ્યાનમાં રાખીને સારવારની દિશા નક્કી કરવામાં આવી હતી. આ આશ્વાસન સાથે કે, તેમના જીવીત રહેવાની ઘણી શક્યતાઓ હતી, આવી વિચારીને હું કાશ્મીરમાં ઘરે જવા નીકળ્યો.

જોકે, કીમોથેરાપીના પ્રથમ તબક્કાના થોડા દિવસો બાદ તેમની તબિયત બગડવા લાગી હતી. જે વ્યક્તિ એક દિવસ ટ્વિટર પર પોતાના માટે લોહીની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, બીજા દિવસે તે આ દુનિયામાં રહ્યો નહોતો. બધી આગાહીઓ ખોટી સાબિત થઈ. તેનું હૃદય જવાબ આપી ગયું અને સારવાર શરૂ થાય તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું.

અસંવેદનશીલ પબ્લિસિટી સ્ટંટ શા માટે ?
અસંવેદનશીલ પબ્લિસિટી સ્ટંટ શા માટે ?

તેથી જ્યારે પૂનમ પાંડેએ સર્વાઇકલ કેન્સર અવેરનેસના નામે આ મજાક કરી ત્યારે મને લાગ્યું કે, તેની હાલત પણ મારા બોસ જેવી થઈ હશે. હું અને તેની પત્ની ઘણીવાર કંઈક ને કંઈક ચર્ચા કરતા રહીએ છીએ. મેં તેમની સાથે સૌથી પહેલા કીમો આપવાના નિર્ણય વિશે ફરીથી ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું.

મારે એ વિચારીને મારી જાતને સાંત્વના આપવી પડશે કે તે સમયે કીમો એ એકમાત્ર સધ્ધર વિકલ્પ હતો, નહીંતર તેઓ લોહી વહેવાથી મૃત્યું પામ્યા હોત. મારા ગુરૂની જેમ, શ્રીમતી પાંડે પણ કીમોથેરાપીથી ન બચી શક્યાં. મને એ પણ ખબર નથી કે તે આજીવિકા માટે શું કરે છે પણ મારો દિવસ બરબાદ થઈ ગયો.

જો કે, મને એનાથી પણ મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે મેં સવારે તેને (પૂનમ પાંડેને) દુનિયાને એ કહેતા જોઈ કે 'તે જીવિત છે' અને આ બધું 'જાગૃતિ' માટે કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો કહેશે કે તે આ જીવલેણ રોગ વિશે લોકોને જાગૃત કરવામાં સફળ રહી.

હા, ભારતના લગભગ તમામ પ્રકાશનોએ સર્વાઇકલ કેન્સરના કારણો, લક્ષણો અને નિવારણ વિશે લખવાનું શરૂ કરી દીધું છે, પરંતુ મને લાગે છે કે 'મૃત્યુ' અને 'જીવનમાં પાછું ફરવું'એ પગલું કોઈના કોઈ મુદ્દે લોકો સમક્ષ સાર્વજનિક રીતે કપડા ઉતારવાના તેમના પ્રયાસો કરતા સારૂં હતું.

શ્રીમતી પાંડે અને તેમના જેવા લોકોને આ રોગ વિશે જાગૃતિની જરૂર છે, જે આ પ્રકારના ખરાબ પબ્લિસિટી સ્ટંટ સાથે નથી આવતા. જાગૃતિ ત્યારે આવે છે જ્યારે દેશના દૂરના ખૂણામાં બેઠેલી કોઈ મહિલા, જેની સોશિયલ મીડિયા સુધી પહોંચ નથી. તે જાણતી હોય કે આ રોગથી બચવા માટે કઈ રસી છે, જે છોકરીઓને સેક્સ્યુઅલી એક્ટિવ થાય તે પહેલા આપવામાં આવે છે. જ્યારે મહિલા અને તેના પરિવારને ખબર હોય કે આ રસી 15 વર્ષની ઉંમર પહેલા આપવામાં આવે ત્યારે તે શ્રેષ્ઠ રીતે કામ કરે છે, ખાસ કરીને 11 થી 12 વર્ષની વયના બાળકોને.

લોકોને એ જાણવાની જરૂર છે કે કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે સક્રિયપણે જાગૃત રહેવું, નાના સંકેતો પર ધ્યાન આપવું અને સતત લક્ષણોની અવગણના ન કરવી, પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવો, વધુ કસરત કરવી અને સ્વસ્થ આહાર લેવો તે કેટલું મહત્વનું છે. આપણે આપણા ખોરાક, પર્યાવરણ, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ અને આપણે જે કપડાં પહેરીએ છીએ તેમાં રહેલા કાર્સિનોજેન્સની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાની જરૂર છે. આપણા શરીરના ડીએનએ સાથે તેમની ક્રિયાપ્રતિક્રિયા. તે જાગૃતિ હશે.

પોલિયો જેવી બીમારી પર નિયંત્રણ પામવા માટે અને વ્યવહારીક રીતે તેને નાબૂદ કરવામાં દાયકાઓ લાગ્યા છે અને તેના મૃત્યુને બનાવટી બનાવવા માટે કોઈ 'સેલિબ્રિટી'ની જરૂર નથી.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તાજેતરના બજેટ ભાષણમાં રસીની જરૂરિયાત પર ભાર મૂક્યો એ દૂરંદેશી પહેલ છે. યુવા વસ્તીની સુખાકારી પર ભાર મૂકવો અને નિયંત્રમ યોગ્ય બીમારીઓને નાબૂદ કરવા માટે વૈશ્વિક પ્રયાસો સાથે જોડાવવું એ જસ આગળનો માર્ગ છે.

આપણે યાદ રાખવું જોઈએ કે કેન્સર કોઈ એવી વસ્તુ નથી જેનો કોઈ દેખાડો કરી શકે. ગ્લોબોકેન 2020 મુજબ, સર્વાઇકલ કેન્સર ભારતમાં ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે જેનો વ્યાપ દર 18.3 ટકા છે અને મૃત્યુદર 9.1 ટકા સાથે મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે.

(ડિસ્ક્લેમર- આ લેખકના પોતાના અંગત વિચાર છે)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.