ETV Bharat / international

New york civil fraud case : ડોનાલ્ડ ટ્રમ્પને ભારે દંડ, છેતરપિંડી કેસમાં 364 મિલિયન ડોલર દંડ, ન્યૂયોર્કમાં વ્યવસાય પણ નહીં કરી શકે

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 9:28 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પને ભારે દંડ ફટકારાયાના સમાચાર મળ્યાં છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને છેતરપિંડી કેસમાં 364 મિલિયન ડોલર દંડ ફટકારી ન્યૂ યોર્ક સિવિલ ફ્રોડ કેસમાં આ સજા કરવામાં આવી છે. ઉપરાંત, તેઓ ન્યૂયોર્કમાં વ્યવસાય પણ નહીં કરી શકે.

New york civil fraud case : ડોનાલ્ડ ટ્રમ્પને ભારે દંડ, છેતરપિંડી કેસમાં 364 મિલિયન ડોલર દંડ, ન્યૂયોર્કમાં વ્યવસાય પણ નહીં કરી શકે
New york civil fraud case : ડોનાલ્ડ ટ્રમ્પને ભારે દંડ, છેતરપિંડી કેસમાં 364 મિલિયન ડોલર દંડ, ન્યૂયોર્કમાં વ્યવસાય પણ નહીં કરી શકે

ન્યૂ યોર્ક : ન્યૂ યોર્કના ન્યાયાધીશે શુક્રવારે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ સંગઠનને નાગરિક છેતરપિંડીના કેસમાં આશરે US $ 355 મિલિયનનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ટ્રમ્પ વિરુદ્ધ ચૂકાદો : નાણાકીય નિવેદનો સાથે ચેડાં કરવાના મામલામાં ટ્રમ્પ વિરુદ્ધ ચૂકાદો આવ્યો છે. ન્યૂયોર્કના જજે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂકાદો આપ્યો હતો. જજે ટ્રમ્પ પર 364 મિલિયન યુએસ ડોલરનો દંડ લગાવ્યો છે. 90 પાનાના નિર્ણય અનુસાર, ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક રાજ્યમાં કંપની ડિરેક્ટર તરીકે સેવા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમના પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પને પણ US$4 મિલિયનનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. આ બંનેને બે વર્ષ માટે ડાયરેક્ટર તરીકે કામ કરવાથી અટકાવી દેવામાં આવ્યા છે.

એક વર્ષ પહેલા સુનાવણી શરૂ થઈ હતી : ન્યાયાધીશે સ્વીકાર્યું કે ટ્રમ્પે બેંકો અને અન્યોને છેતરવા માટે નાણાકીય નિવેદનો સાથે છેડછાડ કરી હતી. તમને જણાવી દઈએ કે આ મામલામાં ટ્રમ્પ વિરુદ્ધ લગભગ એક વર્ષ પહેલા સુનાવણી શરૂ થઈ હતી. ન્યાયાધીશે સ્વીકાર્યું કે નાણાકીય નિવેદનોમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી જેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની સંપત્તિને વધારવામાં મદદ કરી હતી.

ટ્રમ્પ માટે મોટો ફટકો : પોતાના નિર્ણયમાં ન્યાયાધીશે ટ્રમ્પ પર ત્રણ વર્ષ સુધી ન્યૂયોર્કમાં કોઈ પણ કોર્પોરેશનના અધિકારી અથવા ડિરેક્ટર તરીકે કામ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો છે. જજ આર્થર એન્ગોરોને અઢી મહિનાની સુનાવણી બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન નોમિનેશનની રેસમાં રહેલા ટ્રમ્પ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આને ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિશિયા જેમ્સની જીત માનવામાં આવી રહી છે, જેઓ ડેમોક્રેટ નેતા પણ છે. લેટિટિયાએ જ ટ્રમ્પ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

ચેડાં કરવાને કારણે બેંકોએ લોન આપી : પોતાના બચાવમાં ટ્રમ્પે કહ્યું કે તેણે કોઈ છેતરપિંડી કરી નથી પરંતુ તે માત્ર હાનિ વિનાની બડાઈ કરી રહ્યા હતાં. તો લેટિટિયાએ આરોપ લગાવ્યો કે ટ્રમ્પે નાણાકીય નિવેદનો સાથે ચેડા કરીને તેમની સંપત્તિમાં વધારો કર્યો. દસ્તાવેજો સાથે ચેડાં કરવાને કારણે બેંકોએ તેને લોન આપી જેની મદદથી તેણે ગગનચુંબી ઈમારતો, ગોલ્ફ કોર્સ અને અન્ય પ્રોપર્ટીનું બહુરાષ્ટ્રીય કલેક્શન બનાવ્યું. આ સંપત્તિ અને ખ્યાતિ તેમને વ્હાઇટ હાઉસ (રાષ્ટ્રપતિ પદ) સુધી લઈ આવ્યા.

ટ્રમ્પ ચૂકાદા વિરુદ્ધ અપીલ કરશે : ટ્રમ્પના વકીલોએ નિર્ણય પહેલાં જ કહ્યું હતું કે તેઓ અપીલ કરશે. લેટિટિયા જેમ્સે 2022માં રાજ્યના કાયદા હેઠળ ટ્રમ્પ પર કેસ કર્યો હતો. મુકદ્દમામાં ટ્રમ્પ અને તેમના સહપ્રતિવાદીઓ પર આ ભ્રમ બનાવવા માટે તેમના નાણાકીય નિવેદનોને નિયમિતપણે અતિશયોક્તિ કરવાનો આરોપ મૂક્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ તેમની મિલકતોની કિંમત તેમની વાસ્તવિક આકારણી કરતા વધારે જાહેર કરી હતી. રાજ્યના વકીલોએ જણાવ્યું હતું કે ટ્રમ્પે એક વર્ષમાં તેમની સંપત્તિમાં 3.6 બિલિયન યુએસ ડોલરનો વધારો કર્યો છે.

  1. Donald Trump: સિવિલ ફ્રોડ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ આજે આપશે જુબાની, ટ્રમ્પનું ઔદ્યોગિક સામ્રાજય દાવ પર
  2. Biden Targets Trump : " અમેરિકામાં કંઈક ખતરનાક બની રહ્યું છે " ટ્રમ્પને લઇ બાઇડેનનું મોટું નિવેદન, શું છે કારણ જાણો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.