હેન્ડશેકનું અનોખું વિજ્ઞાન : હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ તમને થનારી બીમારી વિશે આપશે મહત્વપૂર્ણ સંકેત

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2024, 3:37 PM IST

Updated : Feb 19, 2024, 5:33 PM IST

હેન્ડશેકનું અનોખું વિજ્ઞાન

એક મજબૂત અથવા નબળો હેન્ડશેક તમારી પસંદ કરતા વધુ અભિવ્યક્ત કરી શકે છે. તે તમારું શરીર કેટલું સ્વસ્થ છે તેનો માપદંડ પણ બની શકે છે. હાથની પકડની મજબૂતાઈ હાર્ટ એટેક અથવા તો ડાયાબિટીસના જોખમ માટે પણ માપદંડ હોઈ શકે છે. વરિષ્ઠ પત્રકાર તૌફિક રશીદનો અહેવાલ...

હૈદરાબાદ : શું તમને કરિયાણાના સામાનથી ભરેલી ભારે થેલી ઉપાડવી મુશ્કેલ લાગે છે ? શું તમે સરળતાથી મધની બરણી ખોલી શકો છો ? જો તમારો જવાબ ના હોય તો તમારું શરીર અમુક ખાસ બીમારી ગ્રસ્ત છે.

સંશોધકોના મતાનુસાર આપણે આપણા હાથ વડે કેટલું બળ એકત્રિત કરી શકીએ છીએ, તે આપણું શરીર કેટલું સ્વસ્થ છે તે દર્શાવે છે. હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ (HGS) શરીરની કુલ શક્તિ દર્શાવે છે, જે તંદુરસ્ત વૃદ્ધત્વ અને એકંદર શારીરિક ક્ષમતાઓનું એક સારો માપદંડ છે. ઉપરાંત બ્લડ પ્રેશર અને વજન જેવા અન્ય મહત્વપૂર્ણ બાબતો તપાસવાની જરૂર પણ દર્શાવે છે.

ઓછી હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ કોશિકાઓમાં ઝડપી વૃદ્ધત્વ દર્શાવે છે, જે બિમારીનું જોખમ વધારે છે. આરોગ્ય, વસ્તી અને પોષણના જર્નલમાં પ્રકાશિત લેખ “Hand Grip Strength as a proposed new vital sign of health : a narrative review' પણ આ વાત પર ભાર મૂકે છે.

ભારતના સંશોધકોના અનુસાર ડાયાબિટીસ જેવી ઘણી બીમારીઓ જેમ કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, સ્ટ્રોક, ક્રોનિક કિડની અને લીવર ડિસીઝ, કેટલાક કેન્સર, સાર્કોપેનિયા અને ફ્રેજીલિટી ફ્રેક્ચર નીચા HSG સાથેનો અરસપરસ સંબંધ દર્શાવે છે. નીચું HSG હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા, પોષણની સ્થિતિ, એકંદર મૃત્યુદર અને જીવનની એકંદર ગુણવત્તા સાથે પણ સંકળાયેલું છે.

આ અભ્યાસ સૂચવે છે કે ક્લિનિકલ પ્રેક્ટિસ અને જાહેર આરોગ્ય માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરીને HGS ને નવા મહત્વપૂર્ણ સંકેત તરીકે પ્રસ્તાવિત કરી શકાય છે. અભ્યાસમાં HGS ને સ્વાસ્થ્યના મહત્વપૂર્ણ બાયોમાર્કર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. ઉપયોગિતા વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓની ઓળખ અને સમગ્ર જીવનકાળ દરમિયાન નવા મહત્વપૂર્ણ સંકેત તરીકે તેની સંભવિતતા સુધી વિસ્તરે છે.

આ અભ્યાસના મુખ્ય લેખક અને ઇન્દ્રપ્રસ્થ એપોલોના વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જન ડો. રાજુ વૈશ્યએ જણાવ્યું કે, બ્લડ પ્રેશર, પલ્સ, તાપમાન અને શ્વસન માપવું તે વ્યક્તિના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવા માટેના ચાર મહત્વપૂર્ણ સંકેત છે. આ સદીઓથી ચકાસાયેલ મૂળભૂત પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ સૂચક છે. જોકે કોવિડ બાદથી બ્લડ સુગર માપન જેવા કેટલાક નવા વાઇટલ્સને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં ઓક્સિજન સંતૃપ્તિનો પણ સમાવેશ કર્યો છે. પરંતુ હવે ઘણા સંશોધકો હવે સકારાત્મક સ્વાસ્થ્યના પૂર્વાનુમાન તરીકે તાકાત અને નકારાત્મક સ્વાસ્થ્ય પરિણામોની આગાહી કરનાર તરીકે નબળાઈને જોઈ રહ્યા છે.

સ્નાયુઓની નબળાઇને એક્સેસ કરવી એ વૃદ્ધત્વ પ્રક્રિયાને એક્સેસ કરવી છે. આપણી પાસે હજી સુધી કોઈ તપાસ નથી કે વ્યક્તિ કેટલી સારી રીતે વૃદ્ધ થાય છે, ભલે તે ઝડપી હોય, ધીમી હોય અથવા શ્રેષ્ઠ હોય. તેથી સ્નાયુઓની શક્તિ આ વૃદ્ધત્વ પ્રક્રિયાને સૂચક તરીકે દર્શાવવામાં આવી છે.

હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ અને તેની પાછળનું વિજ્ઞાન શું છે ?

તમે ભારે વસ્તુને કેટલી મજબૂતીથી અને કેટલી સ્થિરતા સાથે પકડી શકો છો તેના આધારે હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ માપવામાં આવે છે. તે જામા ડાયનેમોમીટર નામના ઉપકરણ દ્વારા માપવામાં આવે છે.

સ્નાયુ એ શરીરના મહત્વપૂર્ણ અવયવોમાંનું એક છે. મોટાભાગના આરોગ્યના વર્ણનોમાં ચરબી મોખરે રહી અને લોકો સ્નાયુને ભૂલી ગયા છે. જો કે સ્નાયુ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો સ્નાયુ મજબૂત હોય તો તે વધારાની ચરબી અને તેની સાથે સંકળાયેલ સમસ્યાઓના મુદ્દાને કાઉન્ટર બેલેન્સ કરે છે. સ્નાયુ એક મુખ્ય મેટાબોલિક અંગ છે, તેમાં ગ્લુકોઝ મેટાબોલિઝમ અને લિપિડ મેટાબોલિઝમ સામેલ છે.

દિલ્હીમાં ફોર્ટિસ સી ડોક ખાતે ડાયાબિટીસ અને એન્ડોક્રિનોલોજીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ડિરેક્ટર ડો. અનૂપ મિશ્રાના જણાવ્યા અનુસાર, જો સ્નાયુ નબળા હોય તો લોકોને ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર, ચેપ, હોસ્પિટલમાં દાખલ થવા, સાજા થવામાં વિલંબ થવાની શક્યતા વધુ હોય છે. સ્નાયુના સ્વાસ્થ્યની તપાસને યોગ્ય મહત્વ આપવું જરૂરી છે. તેઓએ વધુમાં કહ્યું કે, તાજેતરના સમયમાં એવું નોંધવામાં આવ્યું છે કે નીચા HGS ધરાવતા દર્દીઓમાં કોવિડ પછીના લક્ષણો લાંબા સમય સુધી રહે છે. ડો. વૈશ્ય કહે છે કે સ્નાયુઓની વૃદ્ધાવસ્થા અને સારકોપેનિયા ઓસ્ટીયોપોરોસિસ (હાડકાં નબળા પડવા) પણ એક સાથે થાય છે.

આગળનો રસ્તો શું ?

છેલ્લા એક દાયકામાં વિશ્વભરના સંશોધકો સ્નાયુઓનો અભ્યાસ કરી રહ્યા છે. માનવ શરીરના મોટાભાગના સ્નાયુનો અભ્યાસ અથવા કાર્યો અને શક્તિનો અભ્યાસ કરી શકાય છે. ડો મિશ્રા કહે છે કે હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ માપવી એ સૌથી સરળ અને સૌથી સસ્તી અસરકારક રીત છે. વિશ્વમાં HGS પરીક્ષણ સંશોધન પૂરતું મર્યાદિત છે. પરંતુ આપણા રોજિંદા ક્લિનિકલ મૂલ્યાંકનમાં તે કરવું સરળ છે. આથી તેને મહત્વપૂર્ણ સંકેત તરીકે સામેલ કરવું જોઈએ.

બંને નિષ્ણાતો કહે છે કે HGS ટેસ્ટ રોગ નિવારણ માટે ખૂબ જ ઉપયોગી ઘટક બની શકે છે. HGS ને મહત્વપૂર્ણ સંકેત તરીકે સામેલ કરીને આરોગ્યસંભાળ પ્રેક્ટિશનરને ઓળખી શકાય છે. પ્રારંભિક તબક્કે સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સમયસર હસ્તક્ષેપ અને દર્દીના પરિણામોમાં સુધારો કરવા સક્ષમ બનાવે છે. આ પરીક્ષણ બિન-આક્રમક છે અને તેમાં કોઈ રક્ત પરીક્ષણ સામેલ નથી, તે હકીકત તેને સરળ બનાવે છે. ડો. મિશ્રાનું કહેવું છે કે તેમનું કેન્દ્ર HGS અને રોગોના સહસંબંધનું મૂલ્યાંકન કરવા માટે એક મોટો અભ્યાસ હાથ ધરે છે.

સામાન્ય સલાહ :

 • મજબૂત બનો, કસરત કરો, હેલ્થી જમો અને આરામ કરો.
 • તમારી ઉંમર પ્રમાણે શક્ય તેટલું સ્વસ્થ રહેવા માટે નિયમિત ધોરણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ તમારી રીતે કરો અને થોડી શક્તિ મેળવો.
 • સ્નાયુઓની પુનઃપ્રાપ્તિ અને તણાવગ્રસ્ત પેશીઓના ઉપચાર માટે ઊંઘ મહત્વપૂર્ણ છે. દરરોજ રાત્રે ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઉંઘનું લક્ષ્ય રાખો.
 • સ્વસ્થ આહાર જમો, જેમાં આખા અનાજ જેવા સારા પ્રોટીન અને તંદુરસ્ત કાર્બોહાઇડ્રેટ્સ જમો.
 • ડોકટરો કહે છે તેમ, ''થોડી વધુ તાકાત એટલે થોડી ઓછી નબળાઈ તથા થોડી વધુ જીંદગી''.

હેન્ડ ગ્રિપ સ્ટ્રેન્થ વિશે હકીકત :

 • નબળી પકડની તાકાત માટે સામાન્ય રીતે સ્વીકૃત કટઓફ પુખ્ત પુરુષ માટે 26 કિગ્રા અને સ્ત્રી માટે 16 કિગ્રા છે.
 • પુરૂષો અને સ્ત્રીઓ બંનેમાં ટોચની શક્તિ 20 છે. તે મધ્યમ વય પછી પુરુષોમાં ઝડપથી ઘટે છે. જ્યારે સ્ત્રીઓમાં 50 વર્ષની ઉંમર પછી ધીમે ધીમે ઘટે છે.
 • અન્ય વસ્તી કરતા એશિયન લોકોમાં હાથ પકડવાની શક્તિ ઓછી છે.
 • પશ્ચિમી વસ્તી કરતા ભારતીયોમાં સ્નાયુઓની તાકાત ઘણી ઓછી છે. સ્નાયુઓની શક્તિ લગભગ બે દાયકાથી ઓછી છે.
 • ઉંમર, લિંગ, આર્થિક સ્તર, પોષણની સ્થિતિ અનુસાર હાથની પકડની શક્તિ પણ બદલાય છે.
 • નીચા HGS ને કાર્ડિયોવાસ્ક્યુલર રોગ અને ડાયાબિટીસના ટોચના સૂચકમાંથી એક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું છે.
 1. Cervical Cancer : જાણો, સર્વાઇકલ કેન્સરથી બચાવની જાણકારી આપી રહ્યાં છે નિષ્ણાત તબીબ
 2. Handwriting Benefits : હાથથી લખાવના ફાયદા જાણો છો ? મગજની કનેક્ટિવિટી વધારવા માંગતા હોવ તો વાંચો આ અહેવાલ...
Last Updated :Feb 19, 2024, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.