ETV Bharat / entertainment

HBD Waheeda Rehman: સાયરા બાનોએ વહીદા રહેમાનને જન્મદિવસની શુભેચ્છા અનોખા અંદાજમાં પાઠવી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 5:33 PM IST

જાજરમાન અભિનેત્રી સાયરા બાનોએ ઈન્સ્ટાગ્રામમાં પોતાની મોટી બહેન સમાન બોલીવૂડની અન્ય દિગ્ગજ અને મૂર્ધન્ય અભિનેત્રી વહીદા રહેમાનને જન્મ દિવસની શુભેચ્છા આપી છે. સાયરા બાનોએ સોશિયલ મીડિયા પર વહીદા રહેમાન વિષયક પ્રસંગો પણ શેર કર્યા છે. Saira Banu Birthday Wishes Waheeda Rehman Social Media hbd Aapa

સાયરા બાનોએ વહીદા રહેમાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુ સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેણી અવારનવાર દર્શકો માટે પોતાના જીવનના અંતરંગ પ્રસંગોને શેર કરતા રહે છે. સાયરા બાનોએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને, જાજરમાન અભિનેત્રી અને તેમની 'આપા' વહીદા રહેમાનને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. જન્મ દિવસની શુભેચ્છા સાથે સાથે સાયરા બાનોએ એક લાંબી સ્ટોરી પણ શેર કરી છે.

સાયરા બાનોએ ઈન્સ્ટાગ્રામ પર ત્રણ ફોટોઝ શેર કર્યા છે, જેમાં તેણી વહીદા રહેમાન અને તેમના પતિ દિલીપ કુમાર સાથે જોવા મળી રહી છે. આ ખૂબ જ જૂના ફોટોમાં ત્રણેય સુપરસ્ટાર હસતા પોઝ આપતા જોવા મળે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા સાયરા બાનોએ એક લાંબી નોટમાં લખ્યું છે કે, 'હેપ્પી બર્થ ડે વહીદા આપા!'. હું તેમને ઘણા સમયથી ઓળખું છું કારણ કે મારી માતા નસીમ બાનો અને વહીદા આપા નેપિયન સી રોડ પર એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. મેં પહેલીવાર વહીદા આપાને એક ઓડિટોરિયમમાં એક કાર્યક્રમમાં જોયા હતા. જ્યાં અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મુખ્ય અતિથિ તરીકે દિલીપ સાહેબ હતા. જેમને હું કોઈપણ પ્રસંગે જોવા માટે ઉત્સાહિત હતી.

સાયરા બાનો આગળ લખે છે કે, હું અને મારી માતા, વહીદાજી, કવયિત્રી તબસ્સુમ, શંકર-જયકિશન જી સાથે બેઠા હતા. માઈક પરના કોમ્પિયરે સેલિબ્રિટીઝને સ્ટેજ પર આમંત્રિત કરવાનું શરૂ કર્યું. અલબત્ત દિલીપ સાહેબથી શરૂઆત કરી. દરમિયાન, સંગીતકારે પ્રખ્યાત હસ્તીઓને બોલાવ્યા. જ્યારે મારો વારો આવ્યો, ત્યારે કોમ્પિયર અટકી ગયો, જે મારા માટે શરમજનક હતું. આ ઘટનાથી મને પરસેવો છુટી ગયો હતો.

જો કે બાદમાં દિલીપ સાહેબે બાજી સંભાળી લીધી હતી. તેમણે કોમ્પિયર પાસેથી માઈક લીધું અને કહ્યું નસીમજીની દીકરી, સાયરા બાનો પ્લીઝ સ્ટેજ પર આવે...જ્યારે હું સાડીથી પહેલેથી જ અસ્વસ્થ હતી હું સ્ટેજ પર આવી ત્યારે વહીદા આપાએ મને મમતાભર્યુ સ્મિત આપ્યું હતું. અમારા બંનેમાં કંઈક સામ્ય છે, હું લંડનમાં મોટી થઈ છું અને તેઓ તેમની બહેન સાથે રહેતા હતા. લંડનથી શાળાની રજાઓ દરમિયાન હું મુંબઈ આવતી હતી. અમે ઘણીવાર એક જ લિફ્ટમાં ભેગા થઈ જતા. જ્યાં હું અને આપા એકબીજાને શુભેચ્છા પાઠવતા.

જ્યારે 'જંગલી' રીલિઝ થઈ ત્યારે વહીદા આપા મારી પાસે આવ્યા અને કહ્યું, 'તમે ખરેખર બ્યૂટી ક્વીન છો' અને તેમની પાસેથી આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. મેં હંમેશા તેની સાદગીની પ્રશંસા કરી છે. ખાસ વાત એ છે કે તે ખૂબ જ ઓછો મેક-અપ કરતા હતા. કોઈપણ પ્રકારના બનાવટી શ્રૃંગાર વિના તેણી ખૂબ સુંદર અને નમ્ર દેખાતા હતા. હું મારા એ દિવસો, સમય, યુગ અને વહીદા આપા વિશે આવતીકાલે સમયસર વિગતવાર જણાવીશ.

  1. 69th National Awards : હિન્દી સિનેમાના પ્રતિષ્ઠિત એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયાં વહીદા રહેમાન, જાણો રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા
  2. Waheeda Rehman News: સાઉથ સિનેમાથી ડેબ્યુ કરનાર, બોલિવુડ એવરગ્રીન વહીદા રેહમાનની ફિલ્મો પર એક નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.