ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારમાં રિકવરીનું વલણ, BSE Sensex 900 પોઈન્ટ ઉંચકાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 24, 2024, 11:15 AM IST

ગતરોજ ભારતીય શેરબજાર ઉંધા માથે પટાકાયા બાદ આજે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા બાદ રિકવરીના વલણ સાથે ઉંચકાયું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 205 અને 54 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે બાદમાં જોરદાર રિકવરી સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.

Etv Bharat
Etv Bharat

મુંબઈ : 24 જાન્યુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું હતું. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક શરુઆતમાં નીચા મથાળે ખુલ્યા હતા. જોકે થોડા સમયમાં જ મજબૂત વલણ સાથે BSE Sensex 900 પોઈન્ટની નોંધાવી વધારા છે. જ્યારે NSE Nifty પણ 271 પોઇન્ટ વધીને 21,408 ની સપાટીએ પહોંચ્યો હતો.

ભારતીય શેરબજાર : આજે 24 જાન્યુઆરી, બુધવારના રોજ BSE Sensex ગતરોજના 70,370 ના બંધ સામે 205 પોઈન્ટના ઘટાડા સાથે 70,165 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,239 ના બંધની સામે 54 પોઇન્ટ ઘટીને 21,185 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરૂઆતી કારોબાર બાદ BSE Sensex અને NSE Nifty અનુક્રમે 900 અને 271 પોઈન્ટની રિકવરી નોંધાવીને ઊંચા મથાળે મજબૂત ટ્રેન્ડ કરી રહ્યા છે.

ગ્લોબલ શેરમાર્કેટ : અમેરીકી બજારમાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે. 180 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે DOW 100 પોઈન્ટ ગગડ્યો છે. સ્મોલકેપ રસલ 2000 માં પણ પ્રોફિટ બુકિંગ છે. જ્યારે S&P 500 અને નાસ્ડેકમાં તેજી યથાવત છે. હાઉસિંગ અને અર્થતંત્ર સંબંધિત સેક્ટર પર દબાણ છે. નેટફ્લિક્સે મજબૂત પરિણામો રજૂ કરતા કંપનીમાં 1.3 કરોડ નવા ગ્રાહકો ઉમેરાયા છે. ઉપરાંત પોસ્ટ માર્કેટ ટ્રેડિંગમાં કંપનીનો સ્ટોક 9% વધ્યો છે.

IPO Updates : EPACK ડ્યુરેબલનો (EPACK Durable) IPO ભરવાનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં EPACK ડ્યુરેબલનો IPO 3.7x ભરાયો છે. તેની શેર દીઠ પ્રાઇસ બેન્ડ રુપિયા 218-230 છે. જ્યારે લોટ સાઈઝ 65 શેર છે.

  1. ચાલુ મહિનામાં બીજી વાર ભારતીય શેરબજાર ઉંધા માથે પટકાયું, BSE Sensex 1050 પોઈન્ટનો કડાકો
  2. Stock Market Update : ભારતીય શેરબજારમાં તેજીનું વલણ, મુખ્ય સૂચકાંક ઊંચા મથાળે ગ્રીન ઝોનમાં ખુલ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.