મુંબઈ : આજે ભારતીય શેરમાર્કેટમાં સતત ઉતાર ચઢાવ સાથે ભરપૂર એક્શન જોવા મળ્યું છે. આજે બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex રેડ ઝોનમાં અને NSE Nifty ગ્રીન ઝોનમાં સપાટ ખુલ્યા છે. ત્યારબાદ જોકે અચાનક FFI અને DII ના બાઈંગ અને સેલિંગ પ્રેશરની અસર ભારતીય શેરબજાર પર થઈ હતી. દિવસ દરમિયાન સતત તેજીવાળા ઓપરેટરો અને મંદીવાળા ઓપરેટરો વચ્ચે હોડ જામી હતી. જેના પરિણામે સતત ઉતાર ચઢાવ રહ્યા હતા. જોકે શેરમાર્કેટના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 167 અને 64 પોઈન્ટ અપ બંધ થયા છે.
BSE Sensex : આજે 9 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ BSE Sensex ગત 71,428 બંધની સામે 18 પોઈન્ટ ઘટીને 71,410 ના મથાળે ખુલ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતાર ચઢાવ વચ્ચે BSE Sensex 71,200 પોઈન્ટ સુધી ડાઉન અને 71,676 ની ડે હાઈ બનાવી હતી. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 167 પોઈન્ટ વધીને 71,595 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.23 ટકાનો વધારો દર્શાવે છે.
NSE Nifty : આજના NSE Nifty ઈનડેક્સ 21,727 પોઈન્ટના ઓપનીંગ સામે ટ્રેડિંગ સેશનના અંતે 64 પોઈન્ટના વધારા બાદ 21,782 ના મથાળે બંધ થયો હતો. જે 0.30 ટકાનો વધારો દર્શાવે છે. દિવસ દરમિયાન ભારે એક્શન વચ્ચે NSE Nifty 21,630 પોઈન્ટ સુધી ડાઉન અને 21,804 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. જોકે, દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર અને DII ના ટેકારુપી બાઈંગ વચ્ચે ઈન્ડેક્સ ઉપર નીચે થતો રહ્યો હતો. ગતરોજ NSE Nifty 21,718 ના મથાળે બંધ રહ્યો હતો.
ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં SBI (3.55%), સન ફાર્મા (2.31%), ICICI બેંક (2.14%), એક્સિસ બેંક (1.39%) અને ટાઇટન કંપનીનો (1.17%) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં એમ એન્ડ એમ (-2.75%), એનટીપીસી (-2.15%), ભારતી એરટેલ (-2.07%), ટાટા સ્ટીલ (-1.95%) અને ઇન્ફોસિસનો (-1.88%) સમાવેશ થાય છે.
ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 651 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1501 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, SBI, રિલાયન્સ અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા.