ETV Bharat / business

Stock market Update : શેરબજારની મજબૂત શરૂઆત, IT અને ફાર્મા સ્ટોકમાં ઉછાળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 12, 2024, 9:51 AM IST

ગત કારોબારી સપ્તાહ દરમિયાન રોકાણકારોને તડકો છાંયો જોવા મળ્યા હતો. ચાલુ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર રિકવરીના વલણ સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 127 અને 18 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા હતા. શરુઆતી કારોબારમાં જ બજારમાં ઉતાર ચઢાવ નોંધાયો છે.

શેરબજારની મજબૂત શરૂઆત
શેરબજારની મજબૂત શરૂઆત

મુંબઈ : 12 ફેબ્રુઆરી, સોમવારના રોજ ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. શેરબજારના મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં હળવા વધારા સાથે ખુલ્યા હતા. જોકે શરુઆતી કારોબારમાં જ મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ભારે એક્શનમાં છે. નોંધનીય છે કે, ચાલુ સપ્તાહ દરમિયાન ચાઈનીઝ માર્કેટ બંધ રહેશે.

ભારતીય શેરબજાર : આજે 12 ફેબ્રુઆરી, સોમવારના રોજ BSE Sensex ગતરોજના 71,595 બંધ સામે 127 પોઈન્ટના વધારા સાથે 71,722 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગતરોજના 21,782 બંધની સામે 18 પોઈન્ટ વધીને 21,800 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરૂઆતી કારોબારમાં BSE Sensex અને NSE Nifty ભારે ઉતાર ચઢાવ વચ્ચે સપાટ ટ્રેડ કરી રહ્યા છે.

ગ્લોબલ શેરમાર્કેટ : વૈશ્વિક બજારમાંથી સારા સંકેત મળી રહ્યા છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન ચીનના બજારો બંધ રહેશે. આજે જાપાન, હોંગકોંગ અને સિંગાપોર શેરમાર્કેટમાં રજા છે. શુક્રવારે અમેરિકન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. 170 પોઈન્ટની રેન્જમાં ટ્રેડિંગ વચ્ચે DOW 55 પોઇન્ટ ગગડ્યો હતો. S&P 500 પ્રથમવાર 5000 ઉપર બંધ થઈ ફરીથી નવો રેકોર્ડ બનાવ્યો છે. IT સેક્ટરની તેજી વચ્ચે Nasdaq 1.25% ઉછાળા પછી 16000 ની નજીક પહોંચ્યો છે. 10 વર્ષના બોન્ડ યીલ્ડ 4.2% ની નજીક છે. અમેરિકન બજારોમાં સતત પાંચમી વાર સાપ્તાહિક વધારો જોવા મળ્યો હતો.

IPO Updates : એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો (Entero Healthcare Solutions) IPO ભરવાનો આજે છેલ્લો બીજો દિવસ છે. પ્રથમ દિવસે એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સનો IPO કુલ 0.1x ભરાયો છે. જેમાં રિટેલ 0.45 ગણો, NII 0.04 ગણો અને QIB માં શૂન્ય નોંધાયો છે.

IPO ક્લોઝ

  • રાશિ પેરિફેરલ્સનો (Rashi Peripherals) IPO ક્લોઝ થયો છે. એન્ટેરો રાશી પેરિફેરલ્સનો IPO કુલ 59.71 ગણો ભરાયો છે. જેમાં રિટેલ 10.44 ગણો, NII 62.75 ગણો અને QIB 143.66 ગણો નોંધાયો છે.
  • કેપિટલ SFB નો (Capital SFB) IPO ક્લોઝ થયો છે. એન્ટેરો રાશી પેરિફેરલ્સનો IPO કુલ 4 ગણો ભરાયો છે. જેમાં રિટેલ 2.49 ગણો, NII 4.05 ગણો અને QIB 6.64 ગણો નોંધાયો છે.
  • જના SFB નો (Jana SFB) IPO ક્લોઝ થયો છે. એન્ટેરો રાશી પેરિફેરલ્સનો IPO કુલ 18.50 ગણો ભરાયો છે. જેમાં રિટેલ 5.46 ગણો, NII 25.05 ગણો અને QIB 38.75 ગણો નોંધાયો છે. જ્યારે કર્મચારીઓ તરફથી 1.95x છે.
  1. Budget 2024 - 25 : વાપી-સરીગામ GIDC ના ઉદ્યોગોએ કેન્દ્રીય બજેટ પર આપી પ્રતિક્રિયા, બેલેન્સ બજેટ ગણાવ્યું
  2. RBI MPC Meet 2024 : એમપીસીએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.