ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું, RBI નીતિની અસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 4:51 PM IST

Updated : Feb 8, 2024, 5:17 PM IST

આજે ભારતીય શેરબજારની સારી શરૂઆત બાદ અંતે ફિયાસ્કો થયો હતો. શેરબજાર મુખ્ય સૂચકાંક આજે વધારા સાથે ખુલ્યા હતા. જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની (RBI) મોનેટરી પોલિસી કમિટીની (MPC) બેઠકની સીધી અસર બજાર પર થઈ છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty ઉંચા મથાળેથી ગગડીને ટ્રેડિંગ સેશનના અંતે અનુક્રમે 723 અને 212 પોઈન્ટ તૂટીને રેડ ઝોનમાં બંધ થયા હતા.

ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું
ભારતીય શેરબજાર ઉપલી સપાટીથી ગગડ્યું

મુંબઈ : સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં જબરદસ્ત એક્શન જોવા મળ્યું હતું. આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. જોકે બાદમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) નીતિની અસર જોવા મળી હતી. BSE Sensex 723 પોઈન્ટ અને NSE Nifty 212 પોઈન્ટ ઘટીને રેડ ઝોનમાં બંધ થયા હતા. બજારમાં સૌથી વધુ વેચવાલી બેંકિંગ, ફાઇનાન્શિયલ અને એફએમસીજી સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે IT, PSU બેંકો અને મીડિયા સેક્ટરમાં લેવાલી રહી હતી.

BSE Sensex : આજે 8 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 72,152 બંધની સામે 321 પોઈન્ટ વધીને 72,473 ના ઊંચા મથાળે ખુલ્યો હતો. આજના ઓપનીંગને જ ડે હાઈ બનાવી BSE Sensex અચાનક ગગડવા લાગ્યો હતો. દિવસ દરમિયાન સતત ઉતારચડાવ વચ્ચે નબળા વલણના પરિણામે 71,230 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex ઈન્ડેક્સ 723 પોઈન્ટ તૂટીને 71,428 ના મથાળે રેડ ઝોનમાં બંધ રહ્યો હતો. જે 1.00 ટકાનો ઘટાડો દર્શાવે છે.

NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 212 પોઈન્ટ (0.97%) ઘટાડા સાથે 22,718 ના મથાળે રેડ ઝોનમાં બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 80 પોઈન્ટના વધારા સાથે 21,010 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 22,011 ની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે ગગડીને 21,665 સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.

RBI એ અપેક્ષા મુજબ જ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. મધ્યસ્થ બેંક ફુગાવાને 4 ટકા પર લઈ જવાના તેના ટાર્ગેટ પર ફોકસ જાળવી રહી છે. ગયા સપ્તાહે ફેડની કોમેન્ટ હોકિશ હતી અને ચાલુ સપ્તાહે RBI એ પણ હોકિશ ટોન જાળવ્યો છે, બંનેના કેન્દ્રમાં ફુગાવો છે. રોકાણકારોએ એક વાત ધ્યાનમાં રાખવાની રહેશે કે વેલ્યૂએશન ઊંચા જોવા મળે છે. જેને જોતાં આંશિક પ્રોફિટ બુકિંગ જરૂરી જણાય છે. તેમજ કેટલાક નાણાંને ફિક્સ્ડ ઇન્કમમાં શિફ્ટ કરવાનો વ્યૂહ સુરક્ષિત બની રહેશે. -- દિનેશ ઠક્કર (ચેરમેન, ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ)

IPO અપડેટ : જના સ્મોલ ફાઇનાન્સ બેંકના (Jana Small Finance Bank) IPO ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. જે અત્યાર સુધી 1.3x ભરવામાં આવ્યો છે. જેમાં પ્રાઇસ બેન્ડ રુપિયા 393 થી 414 સુધી પ્રતિ શેર છે અને 36 શેરની લોટ સાઈઝ રાખવામાં આવી છે. ઉપરાંત રાશી પેરિફેરલ્સનો (Rashi Peripherals) IPO ભરવાનો કાલે છેલ્લો દિવસ છે. જે અત્યાર સુધીમાં લગભગ 1.5x ભરવામાં આવ્યો છે. જેમાં પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રુપિયા 295 થી 311 સુધી છે. જ્યારે 48 શેરની લોટ સાઈઝ રાખવામાં આવી છે.

ટોપ ગેઈનર શેર : આજે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં SBI (3.54%), પાવર ગ્રીડ કોર્પો (3.08%), ટીસીએસ (1.29%), HCL ટેક (1.24%) અને ભારતી એરટેલનો (0.71%) સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે BSE Sensex માં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ગગડેલા શેરોમાં આઇટીસી (-4.04%), કોટક મહિન્દ્રા (-3.53%), ICICI બેંક (-3.34%), નેસ્લે (-3.02%) અને એક્સિસ બેંકનો (-2.95%) સમાવેશ થાય છે.

ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 1337 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 808 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં SBI, આઇટીસી, બજાજ ફાઇનાન્સ અને HDFC બેંકના સ્ટોક રહ્યા હતા.

  1. RBI MPC Meet 2024 : એમપીસીએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો
  2. Stock Market Updates : RBI નિર્ણય પહેલા શેરબજારમાં રોનક, BSE Sensex 321 પોઈન્ટ ઉછળ્યો

Last Updated : Feb 8, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.